________________
વદ ૧૪] રાજકેટ-ચાતુર્માસ
[ ૮૩ તન ધન પ્રાણ સમાપી પ્રભુને, ઈન પર બેગ રિઝાસ્યાં, રાજ.
અર્થાત-પ્રાર્થના કાંઈ લેવા માટે નહિ પણ દેવા માટે જ કરવી જોઈએ. પરમાત્મા પાસે “મને આ આપે, મને તે આપે” એવી માંગણી કરવી અને એ ભાવનાએ પ્રાર્થના કરવી એ તો સ્વાર્થી પ્રાર્થના છે, આવી સ્વાર્થી પ્રાર્થના ન કરતાં એવી પ્રાર્થના કરવી જોઈએ કે “હે ! પ્રભો ! તન, મન અને ધન એ તારે ચરણે સમર્પણ કરવાની મારામાં યંગ્યતા આવે એ માટે તારી પ્રાર્થના કરું છું. મને એવી શક્તિ પ્રદાન કરો કે, જેથી હું મારી શારીરિક, માનસિક, કૌટુમ્બિક કે બીજી મારી બધી શક્તિઓ તારી સેવામાં સમર્પણ કરી શકું.”
લેવામાં ” સુખ માનનારા લોકો તે સંસારમાં ઘણાય હશે, પણ એવા પણ લે છે કે જેઓ “દેવામાંપણ સુખ માને છે. અને એવા પણ ઉદારચિત લોકો હોય છે કે, જેઓ પોતે ભૂખ્યા રહે છે પણ બીજાને ભોજન આપે છે; એટલું જ નહિ પણ બીજાની રક્ષા માટે પોતાના પ્રિય પ્રાણોને પણ સમર્પી દે છે.
મેઘરથ રાજાએ કબુતરની રક્ષા માટે પિતાનું શરીર સુદ્ધાં આપી દીધું હતું. મુહમ્મદ સાહેબને માટે પણ એમ કહેવામાં આવે છે કે, તેઓ એક ફાખતા માટે પોતાના ગાલનું માંસ પણ દેવા તૈયાર થઈ ગયા હતા. આ જ પ્રમાણે મહાભારતમાં શિબી રાજા અને રાજા રતિદેવની પણ કથા આવેલ છે. રાજા રન્તિદેવ ચાલીશ દિવસના ભૂખ્યા હતા છતાં જ્યારે તેમની આગળ ખાવાનું આવ્યું ત્યારે એક ચાંડાલ “હું ભૂખે મરી રહ્યો છું, કઈ ખાવાનું આપે” એમ રાડ પાડતે ત્યાં આવી પહોંચે. રન્તિદેવે પિતાનું ભજન તે ચાંડાલને આપી દીધું. આવા દાની લો પણ થયા છે અને એવા દાની લોકો જ પ્રાર્થનાને આનંદ લઈ શકે છે. આ પ્રમાણે જે કાંઈ લેવા માટે નહિ પણ દેવા માટે પ્રાર્થના કરે છે, અને “હે ! પ્રભો ! હું મારી બધી શક્તિ તમારા ચરણે સમર્પી શકું એવી મને શક્તિ આપે ” એવી ભાવના ભાવે છે તે ધીમે ધીમે પિતાનું અભિમાન નષ્ટ કરે છે અને પછી પોતે જ મહાપુરુષ બની જાય છે.
હવે હું શાસ્ત્ર વિષે વિચાર કરું છું. શાસ્ત્રના વિચારની સાથે વ્યાવહારિક વિચાર પણ થઈ જાય છે, કારણ કે ઉદ્દેશ તે આત્મામાં જાગૃતિ લાવવાનો છે, એટલા માટે જે પ્રકારને ઉપદેશ આપવાની જરૂર જણાય છે તે ઉપદેશ આપવામાં આવે છે. અનાથી મુનિનો અધિકાર
રાજગૃહી નગરના મંડિકક્ષ બાગનું વર્ણન કરતાં બે દિવસ લાગ્યા છે અને કદાચ આજનો દિવસ પણ તેમાં જ લાગી જાય ! બાગનું વર્ણન કરી આગળ કહેવામાં આવ્યું છે કે, ફુલોની સુગંધથી સુવાસિત થએલા એ બાગમાં મહાત્મા અનાથી બીરાજ્યા હતા, કે જેમની સાથે શ્રેણિક રાજાને ભેટ થયો હતો. આ કથનમાં ઘણું રહસ્ય રહેલું છે, જેને કોઈ પૂર્ણ પુરુષ જ સંપૂર્ણ રીતે સમજાવી શકે, હું તે અપૂર્ણ છું, એટલે મારું કથન તે અપૂર્ણ જ હશે, તેમ છતાં તે વિષે થોડું કહું છું.
ફૂલ અને મનુષ્યને કેવો નિકટ સંબંધ છે એ વિષે વિચાર કરવો છે. હું પોતે તે વૈજ્ઞાનિક નથી પણ મેં ફૂલના વિષે વૈજ્ઞાનિકનાં જે વિચાર સાંભળ્યાં છે એ વિચારેને