________________
૮૦ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[અષાડ
સ્વર્ગને કોઈ ઊંચું માનતા હોય તે, એ તે એના જેવી વાત છે કે, કોઈ માણસ નાટકસીનેમામાં મોઢે પાવડર લગાવી પરી બનેલી સ્ત્રીને જોઈ ઘેર આવ્યા. ઘરમાં તે સાધારણ કપડાં પહેરેલી તેની ગરીબ સ્ત્રી હતી. આમ છતાં ઘરની સ્ત્રી, સીનેમાની નટી કરતાં સારી જ છે. તે નદી તો થોડા વખત માટે છે, મેહની કારણભૂત છે અને જીવનને માટે જંજાલસ્વરૂપ છે, પણ ઘરની સ્ત્રી તે સ્વદારસંતેષ શીખડાવે છે તથા પોતે શીલનું પાલન કરી, અગ્નિને પણ શીતલ કરી શકે એવી શક્તિ પેદા કરી શકે છે ! આમ હવા છતાં જે કઈ પિતાની સ્ત્રી કરતાં નટીને સારી માને છે તે તેની અગ્યતા ગણાશે કે નહિ? આ જ પ્રમાણે સારા-નરસાની પારખ કરવામાં જે યોગ્ય નહીં હોય તે જ અહીંની ભૂમિને સ્વર્ગની ભૂમિ કરતાં ઊતરતી માનશે. સ્વર્ગ ગમે તેટલું સારું હોય પણ તે તમારે શા કામનું ? રાજાને મહેલ ગમે તેટલા સારા અને સુંદર હોય પણ તે તમને શા કામને ! આમ છતાં કોઈ મહેલની સુંદરતા જોઈ પોતાના ઝુંપડાની નિંદા કરવા લાગે તે એમાં મૂર્ખતા પિતાની જ ગણાય ! ચંપાની તે ગેચરભૂમિ હતી છતાં તેને પ્રતાપ કે હવે તે જુઓ –
જે જંગલમાં સુભગ ગાયો ચરાવવા લઈ ગયા હતા, તે જ જંગલમાં એક વૃક્ષ નીચે એક મહાત્મા ધ્યાન લગાવી બેઠા હતા. જેમના દર્શન અને વંદન ઇન્દ્ર પણ કરે છે તે મહાત્મા જંગલમાં જ બિરાજતા હતા. ભારતના જંગલને આવો પ્રતાપ હતો !
મહાત્માને જોઈ સુભગ ઘણો પ્રસન્ન થયો અને હાથ જોડી સામે ઉભે રહ્યો. તે મુનિની તરફ એટલો બધે આકર્ષાય છે, તે બધું ભૂલી ગયે. જેમ ચુંબકથી લોઢું આકષય છે તેમ તે આકર્ષાયે.
પરમાત્માનું આકર્ષણ પણ ભક્તને માટે ચુંબક જેવું છે. પણ તે તમને ત્યારે જ આકર્ષી શકે કે જ્યારે તમે લેટુ બને. હું પણ ત્યાં સુધી જ હલકું માનવામાં આવે છે જ્યાં સુધી તેને પારસમણિ સાથે સ્પર્શ થયે હેત નથી. પારસમણિને સ્પર્શ થતાં જ તે લો જ સોનું બની જાય છે. આ જ વાતને તમે તમારા અને પરમાત્માના વિષે ઘટાવી શકો.
સુભગને પ્રાકૃતિક શિક્ષા મળેલી હતા, તે વિકારી શિક્ષા શીખ્યો ન હતો. એટલે તેનું મન સ્વરછ હોવાથી તેના ઉપર મહાત્માને પ્રભાવ કેવો પડ્યો હશે એ જુઓ –
સુભગ, તે મહાત્માની આગળ એકાગ્ર મને ધ્યાનસ્થ ઉભો હતે. યોગશાસ્ત્રનું કથન છે કે પિતાના મનને પ્રભાવ બીજાના મન ઉપર પાડી શકાય છે અને પડે પણ છે.
મેગ્નેઝિમ યોગની એક સામાન્ય ક્રિયા છે, છતાં તે ક્રિયાદ્વારા જે માણસને પ્રભાવિત કરવામાં આવે છે તે માણસ ઉપર ગમે તેટલે પ્રહાર કરવામાં આવે તે પણ તેના શરીર ઉપર તેની કશી અસર થતી નથી. જ્યારે મેગ્નેઝિમને આ પ્રભાવ પડી શકે છે, તે પછી ત૫સંયમને પ્રભાવ કેટલું બધું પડતું હશે ! મેસ્મરેઝિમને પ્રભાવ સ્ત્રી અને બાળક ઉપર વિશેષ પડે છે. આ જ પ્રમાણે ભેળા સુભગ ઉપર મહાત્માને પ્રભાવ બહુ પડ્યો અને તે તેમની સામે ઉભે રહેતાં બધું ભૂલી ગયો. “તેની ગાયો ક્યાં ગઈ હશે ! સાંજ પડી કે નહિ !' તેનું પણ તેને ભાન રહ્યું નહિ.