SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. વિકથા પ્રમાદ : અનાવશ્યક વાતો કરવી વિકથા પ્રમાદ છે. જે વાતો સંયમની આરાધનામાં રોક લગાવે છે, એમનો ત્યાગ કરવો જોઈએ. વિકથાના ચાર ભેદ છે - (૧) સ્ત્રીકથા, (૨) ભત્તકથા, (૩) દશકથા અને (૪) રાજકથા. સાધકો માટે રાગવર્ધક કે વિષયવર્ધક સ્ત્રીઓની કથા કરવી મોહોત્પત્તિનું કારણ હોઈ શકે છે. એનાથી લોકમાં નિંદા પણ થાય છે અને સંયમમાં વિદન પેદા થાય છે. ભોજન સંબંધિત વાર્તાલાપ કરવાથી જિદ્વાની લોલુપતા વધે છે અને તજ્જન્ય આરંભ વગેરેનો ભાગી થવું પડે છે. તેથી ભા(ભોજન)કથા વર્જનીય છે. વિવિધ દેશોમાં પ્રચલિત રીતિ-રિવાજોની ચર્ચા કરવી, રાજનૈતિક વાતો કરવી, દેશકથા છે. આ કથા કરવાથી સ્વાધ્યાય વગેરે વિદન પડે છે તથા સંયમમાં દોષોત્પત્તિની સંભાવના રહે છે. તેથી તે ત્યાજ્ય છે. રાજા કે રાજ્ય સંબંધી વાતો કરવાથી અનેક અનર્થ થઈ શકે છે. રાજ્યાધિકારીઓને શંકા થઈ શકે છે. આ રીતે અન્ય પણ અનર્થોની સંભાવના થઈ શકે છે. તેથી રાજકથાનો પણ ત્યાગ કરવો જોઈએ. એ ચારેય પ્રકારની કથાઓ સંયમની સાધનાની પ્રતિકૂળ છે, સંયમના માટે વિન્નકારિણી છે. જે વાર્તાલાપ સંયમનો વિઘાતક છે, તે વર્જનીય છે. આ રીતે આ પાંચેય પ્રકારના પ્રમાદોમાં ન ફસવું જોઈએ. આ પ્રમાદોનો ત્યાગ મોક્ષનું કારણ છે. અપ્રમત્ત ભાવથી સંયમની સાધના સફળ થાય છે. પ્રવચન સારોદ્વાર ટીકા'માં પ્રમાદના આઠ ભેદ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે - "पमाओ य मुणीन्देहि भणिओ अट्ठभेयओ । अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेण य ॥१॥ रागो दोसो सइब्भंसो, धम्मम्मि य अणायरो । નો IT સુપ્પનિ, અઠ્ઠા વઝિબૂમો રા” મોક્ષમાર્ગના પ્રતિ ઉદ્યમમાં શિથિલતા લાવવી પ્રમાદ કહેવામાં આવે છે. તીર્થકરોએ આઠ પ્રકારના પ્રમાદ બતાવ્યા છે - યથા - (૧) અજ્ઞાન અર્થાત મૂઢતા, (૨) સંશય - શંકાશીલતા, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (૫) કેષ, (૬) સ્મૃતિભ્રંશ - વિસ્મરણશીલતા (૭) અહંન્ત પ્રરૂપિત ધર્મમાં અનાદર - અનુઘમ અને (૮) યોગોનું દુષ્પણિધાન - મન, વચન, કર્મને અશુભની તરફ પ્રવૃત્ત કરવો. આ આઠ પ્રકારના પ્રમાદ કર્મબંધના હેતુ હોવાથી ત્યાજ્ય છે. તેથી પ્રમાદનો સાવધાનીપૂર્વક પરિહાર કરવો જોઈએ. કષાય આસવઃ કષાય, જન્મ-મરણની પરંપરાના મૂળને સીંચનાર, આત્માના સગુણોને કડવા (તૂરો) કરનાર, કર્મરૂપી ક્ષેત્રમાં સુખ-દુઃખનું અનાજ (પાક) ઉગાડનાર અને આત્માને કલુષિત કરનાર હોય છે. જેમ કે પ્રજ્ઞાપના સૂત્ર'ના ૧૩મા પદની ટીકામાં કહ્યું છે - "सुह-दुक्ख बहु सहियं, कम्मखेतं कसंति जं जम्हा । નુસંતિ ર વં, તે સારૂ તિ વુડ્વતિ ” કર્મરૂપી ખેતરને જોતરીને શુભાશુભ ફળરૂપ સુખ-દુઃખના પાકને પેદા કરવાના કારણે તથા જીવને કલુષિત કરવાના કારણે કષાયોને કષાય કહેવામાં આવે છે. (૮૬) જિણધર્મોો]
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy