SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ જી) (અવિરતિ (અવત)) કર્મોના આસવનું બીજું મુખ્ય દ્વાર અવિરતિ અથવા અવ્રત છે. અવિરતિનો અર્થ છે - સાવદ્ય (પાપમય) વ્યાપારોથી નિવૃત્ત ન થવું. કોઈ પ્રકારનો ત્યાગ, પ્રત્યાખ્યાન અને વ્રત ગ્રહણ ન કરવું અવિરતિ છે. જ્યાં સુધી જીવ સમજી-વિચારીને કોઈ વસ્તુને ગ્રહણ ન કરવાનું વ્રત લેતા નથી ત્યાં સુધી તે વસ્તુથી સંબંધિત પાપક્રિયા આત્માને લાગે છે. અર્થાત્ અવિરતિ સંબંધી આસ્રવ થતો રહે છે, ભલે તે વસ્તુના ભોગપભોગ ન કરવામાં આવે કહેવામાં આવ્યું છે કે - जइवि न जाइ सव्वत्थ कोइ देहेण माणवो एत्थ । अविरइ-अव्वयबंधो तह वि निच्चो भवे तस्स ॥ - ધર્મસંગ્રહ, - અધિ-ર કોઈપણ વ્યક્તિ શરીરથી સંસારમાં સર્વત્ર ગમનાગમન કરતા નથી, તદપિ અવિરતિ અને અવ્રત સંબંધી બંધ, આસ્રવ તેને નિત્ય રહે છે. વિવેકપૂર્વક વ્રત ગ્રહણ કર્યા પછી જ અવ્રતની ક્રિયા રોકાય છે. સામાન્યતયા દોષોથી વિરત ન થવું અવરિતિ છે. તથાપિ તેના વિવક્ષા ભેદથી કેટલાય ભેદ બતાવ્યા છે. કોઈ અપેક્ષાથી અવિરતિના બાર પ્રકાર આ રીતે કહ્યા છે. - મન અને પાંચ ઇન્દ્રિયોનું નિયમન ન કરવું અને તેને અનિયંત્રિત રૂપથી ખૂલી છોડી દેવી - મન અને ઇન્દ્રિય સંબંધી અવિરતિ છે. આ રીતે પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય - આપજીવ નિકાયના સંબંધમાં વિરતિ ન કરવી અર્થાતુ એમની હિંસાથી આંશિક અથવા સર્વરૂપથી વિરતિ ન થવું પડુકાય સંબંધી અવિરતિ છે. આ રીતે (૧) મન સંબંધી અવિરતિ, પાંચેય ઇન્દ્રિય સંબંધી અવિરતિ અને ષડૂજીવ નિકાય સંબંધી અવિરતિઓના રૂપમાં અવિરતિના બાર ભેદ જણાવ્યા છે. મુખ્ય રૂપથી પાંચેય વ્રતોને ધારણ ન કરવા અવ્રત અથવા અવિરતિ છે. આ દૃષ્ટિથી હિંસા, અસત્ય, સ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ આ મુખ્ય પાંચ પ્રમુખ અવ્રત છે. આ પાંચ અવ્રતોથી વિરત થવું જ વ્રત કહેવાય છે. જેમ કે “તત્ત્વાર્થ સૂત્ર'માં કહેવાયું છે કે - હિંસાવૃતિ તૈયડબ્રહ્મપરિપષ્યો વિરતિદ્ગતમ્'' - તત્ત્વાર્થ, અ-૭, સૂ-૧ હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી નિવૃત્ત થવું વ્રત છે. જ્યાં સુધી આંશિક અથવા સર્વરૂપમાં આ દોષોથી વિરત થાતું નથી ત્યાં સુધી અવિરતિ અથવા અવ્રતની સ્થિતિ રહે છે. “આગમ'માં કહ્યું છે - पाणिवह मुसावाय अद्त्त मेहुण परिग्गहाविरओ । राइभोयण विरओ, जीवो हवइ अणासवो ॥ - ઉત્તરાધ્યયન, અ-૩૦, ગાથા-૨ (૫૫૪) OCTOOD TO DOOOOOO જિણધામો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy