SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ आयंके उवसग्गे, तितिक्खया बंभचेरगुत्तीसु । પાળિયા તવદે, સર-વોચ્ચેય ડ્રાણ છે - ઉત્તરા, અ-૨૬, ગા-૩૫ (૧) રોગ ઉત્પન્ન થવાથી, (૨) ઉપસર્ગ-સંકટ આવવાથી, (૩) બ્રહ્મચર્યની રક્ષા માટે, (૪) પ્રાણીદયા માટે, (૫) તપ કરવા માટે અને (૬) સમાધિમરણ દ્વારા સંલેખના સંથારો કરીને શરીરને ત્યાગવા માટે - આ છે કારણોથી શ્રમણ-નિગ્રંથ આહારનો ત્યાગ કરે છે. શુદ્ધ પરિભોગેષણા વગેરેના સંબંધમાં વિશેષ સ્પષ્ટતા કરવા માટે શ્રીગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો - “ભગવન્! શસ્ત્રાતિ, શસ્ત્રપરિણત, એષણાયુક્ત, વિશેષ એષણા-યુક્ત અને સામુદાયિક પાન-ભોજનનો અર્થ શું છે?” ભગવાને કહ્યું - “ગૌતમ ! શસ્ત્ર અને શરીર પરિકર્મથી રહિત નિગ્રંથ પ્રાસુક-પોતા માટે અકૃત, અકારિત અને અસંકલ્પિત, અનાહૂત, અક્રીત કૃત, અનુદ્દિષ્ટ, નવકોટિ પરિશુદ્ધ, દસ દોષ રહિત, ઉગમ અને ઉત્પાદનની એષણાયુક્ત, અંગાર-ધૂમ, સંયોજનાના દોષોથી રહિત, સુર સુર અને ચવચવના ધ્વનિથી રહિત, ન અતિશીઘ અને ન અતિ ધીમે, નીચે ન વિખેરતા, ગાડીની ધૂરીમાં અંજન લગાવવા અને ત્રણ પર લેપ કરવા તુલ્ય કેવળ સંયમ યાત્રાના નિર્વાહ-હેતુ, સંયમ ભારનું વહન કરવા માટે, અસ્વાદ વૃત્તિ પૂર્વક જેમ દરમાં સાપ પેસે છે તેવી રીતે સીધો કૌર પેટમાં નાંખતા અર્થાત્ સ્વાદના નિમિત્ત કૌરને વારંવાર એક જડબાથી બીજા જડબાની તરફ લઈ ગયા વગર આહાર કરે છે - તે શસ્ત્રાતીત, શસ્ત્ર પરિણત, એષણાયુક્ત, વિશેષ એષણાયુક્ત અને સામુદાયિક પાનભોજનનો અર્થ છે. - આહારના અન્ય દોષ : ઉક્ત રીતિથી ઉદ્ગમના ૧૬, ઉત્પાદનના ૧૬, એષણાના ૧૦ અને પરિભોગેષણાના ૫ એમ ૪૭ દોષ ટાળીને આહારાદિની ગવેષણેષણા, ગ્રહણેષણા અને પરિભોગેષણાના સમ્યક નિર્વાહ કરવા એષણા સમિતિ છે. સામાન્યતયા આહારથી સંબંધિત ઉક્ત ૪૭ દોષ વિશેષ પ્રસિદ્ધ છે તે ઉપરાંત શાસ્ત્રોમાં પ્રકીર્ણક (છૂટક) રૂપથી આહારના સંબંધિત અન્ય પણ દોષ બતાવ્યા ગયા છે. જે આ પ્રકાર છે: (૪૮) દાનાર્થ : કીર્તિની કામનાથી દાન માટે તૈયાર કરેલ આહારાદિને ગ્રહણ કરવો. (૪૯) પુયાર્થઃ પુણ્ય કમાવવા માટે અથવા મૃતાદિના નામ પર નિષ્પન્ન અને કાઢેલો આહારાદિ લેવો. (૫૦) વનપક : દીન-હીન ભિખારીઓ માટે તૈયાર આહારાદિ સામગ્રીમાંથી લેવો. (૫૧) શ્રમણાર્થ બૌદ્ધ ભિક્ષુ, સંન્યાસી, જોગી વગેરે માટે બનેલ આહારાદિમાંથી લેવો. (૫૨) નિથાગ : નિમંત્રણ સ્વીકાર કરી આહારાદિ લેવો અને નિત્ય એક ઘરથી આહારાદિ લેવો. (૫૩) શય્યાતર પિંડ : સ્થાન આપનારની પાસેથી આહારાદિ લેવો. ( એષણા સમિતિ , , , , , ૯૦૫
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy