SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય ) જૈન શ્રમણ નિર્ગસ્થ પરંપરામાં શ્રી સાધુમાર્ગી જૈન સંઘના સાધ્વાચાર, આત્મસાધના, જ્ઞાનારાધના, તપશ્ચરણ, શાસન પ્રભાવના અને ધર્મોદ્યોતનાં ક્ષેત્રોમાં વિશિષ્ટ, આદર્શ, અનુપમેય અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સંઘના આદ્ય પ્રવર્તક આચાર્યશ્રી હુકમીચન્દજી મ.સા.એ ક્રિયોદ્ધારકના રૂપમાં અહં ભૂમિકાનું નિર્વહન કર્યું, તો ઉત્તરવર્તી આચાર્યો સર્વશ્રી શિવલાલજી મ.સા., ઉદયસાગરજી મ.સા., ચૌથમલજી મ.સા., શ્રીલાલજી મ.સા., જવાહરલાલજી મ.સા., ગણેશલાલજી મ.સા. અને નાનાલાલજી મ.સા.એ સંઘને અનવરત ઊંચાઈઓ પ્રદાન કરી. એમણે ક્રમશઃ ત્રિરત્ન સાધના, જ્ઞાનારાધના, સંઘ ઉન્નયન, યોગસાધના, બહુઆયામી આત્મધર્મ, શાન્તક્રાન્તિ અને સમતા-દર્શનના અવદાનથી પોતપોતાની પૃથક ઓળખ બનાવી. અષ્ટમાચાર્ય શ્રી નાનેશ એ પરંપરાઓ અને યુગીન ચિંતનના સાર્થક સેતુ રૂપમાં જે દર્શન અને તત્ત્વજ્ઞાન પ્રદાન કર્યા તે વિશ્વના માટે થાતી છે. જિણધમ્મો'માં લેખનનું કાર્ય પૂજ્ય ગુરુદેવએ રાણાવાસ ચાતુર્માસથી પૂર્વ બિઠોડા ગામથી પ્રારંભ કર્યો હતો. નિશ્ચિત રૂપથી આ ગ્રંથમાં પૂજ્ય ગુરુદેવે જૈનદર્શન પર જે પ્રકાશ નાંખ્યો છે, તે અભૂતપૂર્વ છે. આ ગ્રંથ પોતાની અનુપમ ભાષા અને વિષયોના પ્રતિપાદનના હિસાબથી અત્યંત જ જનોપયોગી છે. આ ગ્રંથમાં જ્યાં આચાર્યદેવે મહામંત્ર મહામંગલ નવકાર, સમ્યકત્વના ૬૭ બોલ, દુર્લભ અને સુલભબોધિના કારણજ્ઞાનના ભેદ, નિયનિક્ષેપનું પ્રતિપાદન, સપ્તભંગી, કાલચક્ર, જ્યોતિષ્યક્ર, મહાવ્રત, ધ્યાન, કર્મબંધ વગેરેની જે વિશદ વ્યાખ્યા કરી છે, તેનાથી સંપૂર્ણ સમાજ એક નવી દિશા પ્રદાન કરી જ્ઞાનના ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાન્તિ ઉત્પન્ન કરે છે. આચાર્ય શ્રી નાનેશના પટ્ટધર, શાસ્ત્રજ્ઞ, પ્રશાંત મના, આગમવારિધી, પરમ શ્રદ્ધેય ૧૦૦૮ આચાર્ય-પ્રવર શ્રી રામલાલજી મ.સા.એ વ્યસ્તતમ ક્ષણોમાંથી પણ સમય આપીને આ ગ્રંથના પ્રકાશન પૂર્વે આઘોપાત્ત અવલોકન કર્યું અને યથાયોગ્ય સંશોધન, પરિવર્લ્ડન હેતુ માર્ગદર્શન કર્યું. આ ગ્રંથની લોકપ્રિયતાનું આ સાક્ષાત્ પ્રમાણ છે કે આના હિન્દી સંસ્કરણને ૧૨ વાર મુદ્રિત કરાવી ચૂકયા છીએ, જેની ૧૪૩૦૦ નકલોનું વેચાણ થઈ ચૂક્યું છે. હિન્દી ભાષામાં આ ગ્રંથ જનસામાન્યના માધ્યમમાં ન માત્ર લોકપ્રિય છે, પરંતુ સમાદત પણ છે. તેથી
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy