________________
ગણના હતી. હવે સમજાય છે કે આ વિદ્યુત અણુઓની મૂળ એકમ અતિ સૂક્ષ્મ પ્રકાશાણું છે. એમની શક્તિ અનેકગણી વધારે છે.
આ ઉદ્ધરણથી પણ સિદ્ધ થાય છે કે રાખ કરવી વિદ્યુત અણુઓની માત્રા પર નિર્ભર છે. પરંતુ એટલા માત્રથી વીજળી તેજસ્કાય નથી એ કથન અસમીચીન છે.
આ કથન પણ છે કે – “વીજળી, અગ્નિ, ઉષ્ણતા, પ્રકાશ - એ ચારેય એકબીજાથી અલગ છે.” તત્ત્વોની સર્વથા અજાણતાં જ સૂચિત કરે છે. જો અલ્પાંશમાં પણ તત્ત્વનું સ્વરૂપ સમજ્યા હોત તો ઉષ્ણતા અને પ્રકાશને અગ્નિ કે વિધુતથી ભિન્ન ક્યારેય ન હતા. કારણ કે ઉષ્ણતા અને પ્રકાશ પદાર્થના ગુણ છે. અગ્નિ અને વિદ્યુત બને તેજસ્કાય પદાર્થો છે. તેથી ઉષ્ણતા અને પ્રકાશ એ બંને અગ્નિ અને વિદ્યુતના ગુણો છે. ગુણ, ગુણીથી સર્વથા ભિન્ન નથી રહેતો. એ વિષયક ઉલ્લેખ તથા વૈજ્ઞાનિક પ્રમાણ પહેલાં અપાઈ ચૂક્યું છે.
આકાશીય વિદ્યુત અને પ્રયોગશાળાની વિદ્યુત બંને વિદ્યુત જાતિ તેજસ્કાય છે. વૈજ્ઞાનિક પણ આકાશ તથા પ્રયોગશાળાની વિદ્યુતને એક માને છે. આ કથન એટલું સરળ છે કે વિજ્ઞાનનું અધ્યયન કરનાર એક સાધારણ વિદ્યાર્થી પણ એનાથી અજાણ નથી રહી શકતો.
ડૉ. ડી. એસ. કોઠારીએ પણ સ્પષ્ટ કર્યું કે - “જે અગ્નિ (તેજસ્કાય) આમજનતાની દૃષ્ટિમાં દષ્ટ છે, તે જો શાસ્ત્રીય પરિભાતથી સચિત્ત છે, તો વિદ્યુત નિશ્ચિત સચિત્ત છે.”
જો એમ કહેવામં આવે છે કે - “જ્યાં જ્વલન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યાં જ અગ્નિ હોય છે, અને આ પ્રક્રિયાને પ્રાણવાયુ(ઓકિસજન)નું મળવું ખૂબ જરૂરી છે.”
આ કથન ઉપયુક્ત છે, પરંતુ પ્રાણવાયુનો અગ્નિ જાતિના વિષયમાં માત્ર ઑક્સિજન હવાનું જ માનવું યુક્તિયુક્ત નથી. અલગ-અલગ જાતિના પ્રાણીવર્ગમાં અલગ-અલગ પ્રાણવાયુ અપેક્ષિત રહે છે. દીવા વગેરેની અગ્નિ માટે કદાચ ઑક્સિજન પ્રાણવાયુ છે, પરંતુ અન્ય અગ્નિ માટે અન્ય પ્રાણવાયુ પણ થઈ શકે છે. શાસ્ત્રીય દૃષ્ટિથી તો બધાં પ્રાણીઓ માટે પ્રાણવાયુ શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલ જ હોય છે.
તેથી શાસ્ત્રકારોએ ઑક્સિજન વગેરે વાયુ-વિશેષનું નામ ન લઈને માત્ર પ્રાણવાયુનો ઉલ્લેખ કર્યો છે. જો શાસ્ત્રકારોની દૃષ્ટિમાં કોઈ વાયુ-વિશેષ જ તેજસ્કાયના અંતર્ગત બધા ભેદો માટે પ્રાણવાયુ હોત તો તે સામાન્ય પ્રાણવાયુનો ઉલ્લેખ ન કરી સ્પષ્ટતઃ તેજસ્કાયને માટે ઑક્સિજન વગેરે વાયુ-વિશેષને જ પ્રાણવાયુ કહી દેત. પણ એવું કથન નથી અને એ થવું શક્ય પણ નથી. કારણ કે પ્રત્યક્ષમાં પરિદષ્ટ છે - મનુષ્ય માટે પ્રાણવાયુ ઑક્સિજનની આવશ્યકતા તથા વનસ્પતિ માટે કાર્બન પ્રાણવાયુની આવશ્યકતા. તેથી જલન પ્રક્રિયા માટે માત્ર પ્રાણવાયુ ઑક્સિજનનું જ મળવું જરૂરી નથી, વિજળીના બલ્બમાં પોલાર રહે છે અને આ પોલારમાં વિભિન્ન પ્રાણવાયુ પણ વિદ્યમાન રહે છે. જો જરા પણ વાયુ ન રહે તો બલ્બ સંકોચાઈને તૂટી જશે. [ અહિંસા મહાવ્રત છે,
૮૩૫)