SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ याता यान्तीह यास्यन्ति मुक्तिपुरी च ये समे । ते प्रव्रज्याप्रभांवाद्धि तस्यै कुर्मो नर्ति मुदा ॥ જે પણ ભવ્ય આત્માઓ મોક્ષમાં ગયા છે, જે જઈ રહ્યો છે અને જે જશે તે બધાં સર્વવિરતિ રૂપ પ્રવ્રજ્યાના પ્રભાવથી જ ગયા છે, જઈ રહ્યા છે અને જશે. એવી સર્વવિરતિ રૂપ પ્રવ્રજ્યાને આપણે સહર્ષ વંદન કરીએ છીએ. ઉક્ત શ્લોકમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે મુક્તિની પ્રાપ્તિમાં અણગાર ધર્મની સ્વીકૃતિ આવશ્યક છે. એની સિવાય મુક્તિ થઈ શકતી નથી. અગાર ધર્મથી પરિપૂર્ણ મોક્ષ નથી મળી શકતો. જે આત્માઓ અગાર વેશમાં જ મુક્તિના અધિકારિણી કહેવામાં આવે છે, એમણે પણ ભાવ ચારિત્રને પરિણામોમાં અપનાવ્યું હતું અને એ જ ભાવ ચારિત્ર એમની મુક્તિનો સાધક બન્યો. ભાવ ચારિત્ર વગર મુક્તિ નથી થતી, તે નિર્વિવાદ તથ્ય અને સત્ય છે. એનાથી સર્વવિરતિ રૂપ ચારિત્રની મહત્તા સ્પષ્ટ થઈ જાય છે. જો સર્વવિરતિ રૂપ ચારિત્ર વગર પણ મુક્તિ થઈ શકતી તો તીર્થંકર-ચક્રવર્તી વગેરે સાર્વભૌમ રાજ્ય ઋદ્ધિને છોડીને પ્રવ્રજિત ન થતા. શાસ્ત્રમાં કહ્યું છે - चइत्ता भारहं वासं, चक्कवट्टी महिड्ढ़िओ । संती संतिकरे लोए, पत्तो गइमणुत्तरं ॥ - ઉત્તરા., અ-૧૮, ગા-૩૮ શ્રી શાંતિનાથ તીર્થંકર ભગવાન પખંડની ચક્રવર્તીની ઋદ્ધિને ત્યાગીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા અને લોકમાં અનુપમ શાંતિનું પ્રવર્તન કરીને અનુત્તરગતિ મોક્ષને પ્રાપ્ત થયા. સમસ્ત તીર્થકર ભગવાન રાજ્ય ઋદ્ધિનો ત્યાગ કરે છે અને પ્રવૃજિત થઈને અનુત્તર ધર્મતીર્થની સ્થાપના કરે છે. એનાથી બરાબર સિદ્ધ થાય છે કે મોક્ષની પ્રાપ્તિમાં અણગાર ધર્મનું પ્રતિપાલન અનિવાર્ય રૂપથી આવશ્યક હોય છે. ઉત્કૃષ્ટ ચારિત્રની આરાધનાને પરમ મુક્તિનું સાક્ષાત્ કારણ કહ્યું છે. સમ્યફ ચારિત્રને છાયાતરુની ઉપમા આપવામાં આવી છે. “અણગાર ધર્મામૃતમાં કહ્યું છે - सम्यग्दृष्टि सुभूमि वैभव लसद्विधाम्बुमाद्यद्दयामूलः सव्रत सुप्रकाण्डउदयद् गुप्त्यगुशाखाभरः । शीलो द्योद्विप्यः समित्युपतता सम्यद्गुणो-द्धोद्गमच्छेत्तुं जन्मपथक्लमं सुचरितच्छायातरुः श्रीयताम् ॥ - અણગાર ધમમૃત, ચતુર્થ અ-૧ સૂર્યની દિશા બદલાઈ જવા છતાંય જેનો છાંયડો એમ ને એમ રહે છે, એને છાયા તરુ કહે છે. સમ્યફ ચારિત્ર એવું જ છાયાવૃક્ષ છે. સમ્યગુ દર્શન અને સમ્યમ્ જ્ઞાનનું સારી રીતે વારંવાર આસેવન કરનારા મુમુક્ષુઓને જન્મરૂપી માર્ગનો થાક દૂર કરવા માટે સમ્યક ચારિત્ર રૂપી છાયાવૃક્ષનો આશ્રય લેવો જોઈએ. આ વૃક્ષનું મૂળ દયા છે. એ દયારૂપ મૂળ દર્શન વિશુદ્ધિરૂપી ઉત્તમ ભૂમિના પ્રભાવથી પોતાનું કાર્ય કરવામાં સમર્થ સમ્યફ શ્રુત જ્ઞાનરૂપી [અણગાર ધર્મની મહત્તા છે કે એક જ છે ૮૧૩
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy