SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ દેવના એક પદ અથવા અક્ષર પર અરુચિ કરે છે, તે એમનામાં સર્વજ્ઞત્વમાં શંકા વ્યક્ત કરે છે, તેથી તે મિથ્યાત્વી છે. જિનેન્દ્ર દેવના સિદ્ધાંતથી વિપરીત પ્રરૂપણા કરનાર સ્વલિંગી નિન્દવ કહેવાય છે. નિ~વ બે પ્રકારના હોય છે - (૧) પ્રવચન નિન્દવ અને (૨) નિન્દક નિcવ. આમાંથી પ્રવચન નિન્દવ તો નવ રૈવેયક સુધી ચાલ્યા જાય છે, પરંતુ નિર્દક નિન્દવ કિલ્પિષી દેવ હોય છે. “શ્રી ભગવતી સૂત્રમાં જમાલિને નિર્મળ ચારિત્ર પાળનાર કહ્યા છે, તો પણ તેઓ કિલ્વિષી દેવ યોનિમાં ઉત્પન્ન થયા. પ્રવચન નિન્દવની અપેક્ષાએ નિર્દક નિન્ટવ વધુ નિકૃષ્ટ કહેવામાં આવ્યા છે. કહેવાયું છે કે - ___आचारे अधिको कह्यो, निन्दक निह्नव जान । पंचम अंगे भाखियो, छे पहिले गुणठाण ॥ પ્રવચન નિન્દવ તો માત્ર પ્રવચનનું ઉત્થાપક હોય છે, પરંતુ નિન્દક નિહવ પ્રવચન, પ્રવચનના પ્રરૂપક કેવળી, ધર્માચાર્ય અને ચતુર્વિધ સંઘ - આ બધાની માયા-કપટની સાથે નિંદા કરે છે. તે ગુરુ વગેરેથી વિમુખ થઈને ઉદ્વત્તાપૂર્ણ વ્યવહાર કરે છે. તેથી તે મિથ્યાત્વી જ હોય છે. ઉત્તરાધ્યયન સૂત્ર'ના ૩૬મા અધ્યયનમાં કહ્યું છે કે – “શ્રુતજ્ઞાની, કેવળજ્ઞાની, ધર્માચાર્ય, ગુરુદેવ અને ચતુર્વિધ સંઘના અવર્ણવાદ બોલનાર કિલ્વિષી દેવ હોય છે. આ નિર્દક મિથ્યાત્વી વધુ નિકૃષ્ટ હોય છે.” શિથિલ આચારવાળા પાસત્થા તો કોઈ અંશમાં ચારિત્રના જ વિરાધક હોય છે, સમ્યકત્વના વિરાધક હોતા નથી. તેથી તેઓ જલદી જ આત્મકલ્યાણના માર્ગ પર આરૂઢ થઈ શકે છે. પરંતુ જે સમ્યકત્વથી પતિત થઈને મિથ્યાત્વી બની જાય છે તેનો સન્માર્ગ મેળવવો કઠિન છે. ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિન્દવ થયા. જેમ કે “સ્થાનાંગ સૂત્ર'માં કહ્યું છે - समणस्स णं भगवओ महावीरस्स तित्थंसि सत्त पवयणनिण्हगा पण्णत्ता तं जहा-बहुरया, जीवपएसिया, अव्वत्तिया, सामुच्छेइया, दो किरिया, तेरासिया, अबद्धिया । एएसिंणं सत्तण्हं पवयण जिण्हगाणं सत्त धम्मायरिया होत्थाजमाली, તિરૂકુત્તે, માસાહે, માસામંત્તે, , છન્જી, નોટ્ટામાદિને ! - સ્થાનાંગ સૂત્ર, ૭ સ્થાન શ્રમણ ભગવાન મહાવીરના તીર્થમાં સાત પ્રવચન નિન્દવ થયા. યથા બહુરત, જીવ પ્રાદેશિક, અવ્યક્તિક, સામુચ્છેદિક, ક્રિક્રિય, ત્રેરાશિક અને અબાદ્ધિક. આ સાતોના સાત ધર્માચાર્ય થયા. યથા જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વમિત્ર, ગંગ, ષડુલૂક અને ગોઠામાહિલ. તાત્પર્ય એ છે કે જમાલિએ બહુરત દૃષ્ટિને (ઘણા સમયોમાં કાર્યની ઉત્પત્તિનો પક્ષ) સ્થાપિત કર્યો. તિષ્યગુપ્ત સર્વાન્તિમ પ્રદેશને જ જીવ માન્યો. આચાર્ય આષાઢથી અવ્યકત મતની સ્થાપના થઈ. અશ્વમિત્ર ક્ષણ-ક્ષયવાદનું નિરૂપણ કર્યું. ગંગે એકસાથે બે ક્રિયાઓનો અનુભવ થવાનું માન્યું. ષડુલૂકે ત્રણ રાશિઓ પ્રતિપાદિત કરી અને ગોષ્ઠામાહિલે કર્મ બંધન માનતા કેવળ કર્મોનો સર્પ-કંચુકીવત્ સ્પર્શ માન્યું. [પ૩૪) 0 0 0 0 0 0 0 0 0 0 જિણધામો)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy