SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ પ્રણીત દેશ વિરતિ કે સર્વ વિરતિ રૂપ ધર્મરત્નની પ્રાપ્તિ નથી થઈ શકતી. બીજું પણ કહ્યું છે - धम्मरयणत्थिणा तो पढमं एयज्जणम्मि जइयव्वं । जं सुद्धभूमिगाए, रेहइ चित्तं पवित्तं पि ॥ જેમ સુંદર ચિત્ર પણ શુદ્ધ ભૂમિકા પર હોવાથી જ શોભા આપે છે, અશુદ્ધ ભૂમિકા પર અંકિત ચિત્ર એટલું મનોહર નથી લાગતું. આ રીતે ઉક્ત એકવીસ ગુણો દ્વારા શુદ્ધ થઈ થયેલી ભૂમિકામાં ધર્મરૂપી રત્ન સુશોભિત થાય છે. તેથી ધર્મરૂપી રત્નના અભિલાષીને આ એકવીસ ગુણોના ઉપાર્જનમાં યત્ન કરવો જોઈએ. આગળ કહ્યું છે : दुविहं पि धम्मरयणं, तरइ नरोधित्तुभविगलं सो उ । जस्सेगवीसगुणंस्यण संयमा सुत्थिया अस्थि ॥ જે વ્યક્તિએ ઉક્ત એકવીસ ગુણરત્નોની સંપત્તિને સ્થિર કરી લીધી હોય એ જ વ્યક્તિ દેશ વિરતિ-સર્વ વિરતિ રૂપ બંને પ્રકારના ધર્મરત્નને અવિકળ રૂપથી પ્રાપ્ત કરવામાં સમર્થ થઈ શકે છે. આમ, માર્ગાનુસારીના ૩૫ ગુણ અને શ્રાવકના ૨૧ ગુણ ધર્મરત્નની પૂર્વભૂમિકાના રૂપમાં અપનાવવાથી ચારિત્ર ધર્મની આરાધનામાં સરળતા અને સુવિધા હોય છે. આ તે પીઠિકા છે, જેના પર ચારિત્રની દેશ વિરતિ અને સર્વ વિરતિનો ભવ્ય પ્રાસાદ ઊભો થાય છે. તેથી વિરતિના અભિલાષી મુમુક્ષુઓને ઉક્ત ગુણોના ઉપાર્જન પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વિરતિનો પ્રારંભ આ ગુણોના અર્જન પછી થાય છે. દર્શન શ્રાવક ઃ શ્રાવક' શબ્દની વ્યુત્પત્તિ અને એના અર્થના વિષયમાં કહ્યું છે - सम्मत्तदंसणाहं, पइदियहं जइ जणा सुणेई य । सामाचारिं परमं जो खलु तं सावकं बिन्ति ॥ જેણે સમ્યગું દર્શન પ્રાપ્ત કરી લીધું છે એવો અવિરત સમ્યગ્ દષ્ટિ અને જેણે અણુવ્રત વગેરે ગ્રહણ કર્યા છે એવા દેશ વિરતિ, પ્રતિદિન સાધુજનોથી શ્રેષ્ઠ સમાચારીને સાધુ શ્રાવક સંબંધી આચાર ગોચરને સાંભળે છે એને શ્રાવક કહે છે. અથવા “શ્રાતિ-પતિ નિષ્ઠ નતિ તત્ત્વાર્થ શ્રદ્ધાનમિતિ શ્ર:' - જે યથાર્થ તત્ત્વ શ્રદ્ધાને પુષ્ટ કરે છે તે “શ્રા” છે. જે ગુણવત ક્ષેત્રમાં, યોગ્ય સ્થાનોમાં ધન રૂપી બીજને વાવે છે તે ‘વ’ છે તથા જે ક્લિષ્ટ કર્મ રૂપી રજને દૂર કરે છે તે “ક” છે. આનું સમુચ્ચય શ્રાવક કહેવામાં આવે છે. જે શ્રદ્ધાને પુષ્ટ કરે છે, યોગ્ય ક્ષેત્રોમાં દાન આપે છે અને અશુભ કર્મોને કાપે છે તે શ્રાવક છે. “આવશ્યક ટીકા'માં કહ્યું છે - “નિનશાસન વત્તાદ દસ્થ શ્રાવળદ મળ્યો” અર્થાત્ જૈનશાસનના ભક્ત ગૃહસ્થોને શ્રાવક કહે છે. “નિશીથ ચૂર્ણિ'માં શ્રાવકના બે ભેદ બતાવ્યા છે . ( જૈનાચાર નિરૂપણ - આગાર ધર્મ જડ૧૩)
SR No.023358
Book TitleJina Dhammo Part 02
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy