SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગુદૃષ્ટિ છે, એનાં તપ, દાન, અધ્યયન, નિયમ વગેરે બધા પરલોક સંબંધી કાર્ય શુદ્ધ તથા કર્મ-ક્ષયના કારણે હોય છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર'ના નવમા અધ્યયનમાં કહ્યું છે - मासे मासे उ जो बालो, कुसग्गेणं तु भुंजए । न सो सुअक्खाय धम्मस्स, कलं अग्घइ सोलसिं ॥ - ઉત્તરાધ્યયન સૂત્ર, અ-૯, ગાથા-૪૪ જે જીવ બાળ છે, મિથ્યાષ્ટિ છે, અજ્ઞાની છે, એ પ્રત્યેક માસમાં કુશના અગ્રભાગ પર જેટલો આહાર ચોંટે છે, એટલો જ ખાઈને રહી જાય તો પણ એ જિનોક્ત ધર્મની સોળમી કલા(અંશ)ના બરાબર પણ નથી હોતો. શાસ્ત્રોમાં સ્થાન-સ્થાન પર સમ્યગુદર્શનના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે - “પદ્ધ પરમ પુત્રહીં ” - ઉત્તરા, અ.-૩, ગાથા-૯ મહામૂલ્યવાન શ્રદ્ધારૂપી રત્ન ખૂબ જ દુર્લભ છે. જે વસ્તુ દુર્લભ હોય છે, એ અણમોલ અને મહત્ત્વપૂર્ણ હોય છે. સમ્યગદર્શનરૂપી ચિંતામણિ રત્નની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. નવતત્ત્વ પ્રકરણની નિમ્ન ગાથાઓમાં સમ્યકત્વનું સ્વરૂપ બતાવતાં એનો અપૂર્વ લાભ બતાવ્યો છે - जीवाइ नवपयत्थे, जो जाणइ तस्स होइ सम्मत्तं । भावेण सद्दहंतो अयाणमाणे वि सम्मत्तं ॥ सव्वाइं जिणेसर भासिआई वयणाई नन्नहा हुंति । इअ बुद्धी जस्समणे, सम्मत्तं निच्चलं तस्स ॥ अंतोमुहुत्त मित्तंपि फासियं, हुज्ज जेहिं सम्मत्तं । तेसिं अवड्ढपुग्गल, परियट्टो चेव संसारो ॥ - નવતત્વ પ્રકરણ, ગાથા-૫૬-૫૮ અર્થાત્ જે જીવ વગેરે નવ રત્નોનો જ્ઞાતા છે, એને સમ્યકત્વ હોય છે. કદાચિત્ ક્ષયોપશમની તરતમતાથી કોઈ યથાર્થ રૂપથી તત્ત્વોને નથી જાણતું પરંતુ તમેવ સર્વાં સંવં નિર્દિ પવે' - જે જિનેશ્વર દેવે કહ્યું છે એ સત્ય છે, એવી શ્રદ્ધા કરે છે, તો એને સમ્યકત્વ છે. જિનેશ્વર ભગવંતોનાં વચન વ્યર્થ (અન્યથા) ક્યારેય નથી હોતા, એવી દઢ શ્રદ્ધા જેને પ્રાપ્ત છે, એનો સમ્યકત્વ નિશ્ચલ હોય છે. જે આત્માએ અંતર્મુહૂર્ત માત્ર માટે પણ સમ્યક્ત્વનો સ્પર્શ કરી લીધો, એનો અનંત સંસારભ્રમણ પરિમિત થઈ ગયો. અપાર્ધ પુગલ પરાવર્ત કાળથી વધુ આ સંસારમાં [સમ્યગદર્શનનો મહિમા 000000000000 To૫ )
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy