SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ નાશ કરે છે, એમ સાધુ મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરીને ધર્મનો ઉદ્યોત કરે છે. (૫) જેમ અગ્નિ, સુવર્ણ, ચાંદી વગેરે ધાતુઓને શોધ કરીને નિર્મળ બનાવી દે છે, એમ સાધુ ભવ્ય જીવોને વ્યાખ્યાન-વાણી દ્વારા મિથ્યાત્વના મળથી રહિત બનાવે છે. (૬) જેમ અગ્નિ ધાતુ અને મેલને અલગ-અલગ કરી દે છે, એમ સાધુ આત્મા અને કર્મને અલગ-અલગ કરી દે છે. (૭) જેમ અગ્નિ માટીના કાચા વાસણને પકવીને પાકું બનાવે છે, એમ સાધુ પોતાના શિષ્યો અને શ્રાવકોને ઉપદેશ આપીને ધર્મમાં પાકો (દઢ) કરે છે. ૪. સાગર : (૧) સાધુ સમુદ્રની જેમ હંમેશાં ગંભીર રહે છે. (૨) જેમ સમુદ્ર મોતી, મૂંગા વગેરે રત્નોની ખાણ છે, એમ સાધુ ગુણરત્નોની ખાણ છે. (૩) જેમ સમુદ્ર મર્યાદાનું ઉલ્લંઘન નથી કરતા, એમ શ્રમણ જિનેન્દ્ર ભગવાનની આજ્ઞાની મર્યાદાનો ભંગ નથી કરતા. (૪) જેમ સમુદ્રમાં સમસ્ત નદીઓનો સંગમ થાય છે, એમ સાધુમાં ઔત્પત્તિકી વગેરે બુદ્ધિઓનો સંગમ થાય છે. (૫) જેમ સમુદ્ર મગર વગેરેથી ક્ષુબ્ધ નથી થતો, એમ સાધુ પાખંડીઓ તથા પરિગ્રહથી ક્ષોભ થતો નથી. (૬) જેમ સમુદ્ર ક્યારેય છલકાતો (ઉભરાતો) નથી, એમ સાધુ ક્યારેય છલકાતો નથી. (૭) સમુદ્રના જળસમાન સાધુનું અંતઃકરણ સદાય નિર્મળ રહે છે. ૫. નભસ્થળ : (૧) સાધુનું મન આકાશની જેમ નિર્મળ હોય છે. (૨) જેમ આકાશને કોઈના આધારની જરૂર નથી, એમ સાધુને ગૃહસ્થની સેવા વગેરેની જરૂર નથી રહેતી. (૩) જેમ સમસ્ત પદાર્થ આકાશમાં સમાઈ જાય છે માટે એ બધાનો આધાર છે, એમ જ સાધુ જ્ઞાન વગેરે બધા ગુણોને પાત્ર છે. (૪) જેમ આકાશ પર ઠંડી-ગરમીની અસર નથી, એમ સાધુ નિંદા તથા અપમાનથી ઉદાસ થતા નથી. (૫) જેમ આકાશ વરસાદ વગેરેના કારણે પ્રફુલ્લિત નથી થતા, એમ સાધુ સત્કાર, વંદના તથા સન્માન મેળવીને પ્રસન્ન થતા નથી. (૬) જેમ આકાશના શસ્ત્રોથી છેદન-ભેદન નથી થઈ શકતા, એમ સાધુના ચરિત્ર વગેરે ગુણોનો કોઈ નાશ કરી શકતા નથી. (૭) જેમ આકાશ અનંત છે, એમ સાધુના ગુણ અનંત છે. (૬) તરુગણ જેમ વૃક્ષ ગરમી-ઠંડી વગેરેના દુઃખ સહન કરીને મનુષ્ય, પશુ-પક્ષીઓ વગેરેને શીતળ છાયો આપે છે, એ જ રીતે સાધુ પણ અનેક પરિષદો અને ઉપસર્ગોને સહન કરીને જીવોને ઉપદેશ આપીને આશ્રયભૂત અને સુખદાતા બને છે. (૨) જેમ વૃક્ષોની સેવા કરીને ફળની પ્રાપ્તિ થાય છે, એમ સાધુની સેવા કરવાથી દસ ગુણોની પ્રાપ્તિ થાય છે. (૩) જેમ વૃક્ષ મુસાફરો (પથિકો) માટે આશ્રયદાતા છે, એમ સાધુ પણ ચારેય ગતિઓના જીવોના આશ્રયદાતા છે. (૪) જેમ વૃક્ષ કુહાડીથી કાપવા છતાંય ક્રોધ નથી કરતું, એમ સાધુ ઉપસર્ગ દેનાર અને નિંદા કરનાર પર પણ ક્રોધ નથી કરતા. (૫) વૃક્ષોને કોઈ કંકુ, કેસર વગેરે લગાવીને પૂજે તો વૃક્ષ ખુશીનો અનુભવ નથી કરતું, એમ સાધુ સત્કાર-સન્માન મળવાથી પ્રસન્ન નથી થતા. (૬) જેમ વૃક્ષ પોતાનાં ફળ, ફૂલ અને પાંદડાં બીજાને આપીને એમનો બદલો લેવાની ઇચ્છા નથી કરતા, એમ સાધુ જ્ઞાન વગેરે ગુણ કે ઉપદેશ આપીને કોઈપણ પ્રકારનો બદલો નથી ચાહતા. (૭) જેમ વૃક્ષ ઠંડી-ગરમી-પવન વગેરેથી ભલે સુકાઈ જાય પણ પોતાનું સ્થાન (૫૦)00000000000000 ( જિણધામો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy