SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા માનું છું તે યથાર્થ છે. આ તેનો દૃષ્ટિકોણ હોય છે. જે યુક્તિયુક્ત છે, તે મારું છું.” આ વાત તે માનવા તૈયાર હોતા નથી. તે પોતાના મતની પરીક્ષાથી કતરાય છે. તે કોઈ પરીક્ષા વગર પરંપરાગત મિથ્યા માન્યતાઓને એ રીતે પકડી રાખે છે, જે રીતે લોહ-વણિક ચાંદી-સોના-રત્નોની ખાણ મળવા છતાં લોખંડને રાખે છે અને અન્ય બહુમૂલ્ય વસ્તુઓના લાભથી વંચિત રહે. સત્યના ગવેષકને આત્મકલ્યાણના અભિલાષી મુમુક્ષુએ તત્ત્વની પરીક્ષા કરીને જે કસોટી પર સાચો ઊતરે, તેનો સ્વીકાર કરવો જોઈએ. જેમ કે હરિભદ્રસૂરિએ કહ્યું છે - पक्षपातो न मे वीरे, न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य, तस्य कार्यः परिग्रहः ॥ ન તો વિરપ્રભુના પ્રતિ મારો પક્ષપાત છે અને ન સાંખ્યાદિ દર્શનોના પ્રવર્તકોમાં મારો દ્વેષ છે. જેમના વચન યુક્તિયુક્ત હો તેને ગ્રહણ કરવા જોઈએ. આ પ્રકાર વિચારપૂર્વક, પરીક્ષાપૂર્વક સત્ય અથવા તત્ત્વને ગ્રહણ કરવા માટે હઠાગ્રહી વ્યક્તિ-અભિગ્રાહિક મિથ્યાત્વવાળી વ્યક્તિ તૈયાર થતી નથી. આવી સ્થિતિમાં એમના માટે સત્યના દરવાજા લગભગ બંધ જેવા થઈ જાય છે. કારણ સત્યને જાણવા અને સમજવા માટે તે તૈયાર થતા નથી. એકાંતવાદી બધી માન્યતાઓ આ મિથ્યાત્વના અંતર્ગત આવી જાય છે. (૨) અનભિગ્રાહિક મિથ્યાત્વઃ જે કર્મના ઉદયથી ન તો તત્ત્વ અથવા સત્ય પર પ્રતીતિ થાય છે અને ન તો અતત્ત્વ અથવા અસત્ય પર પ્રતીતિ થાય છે - આ પ્રકારની વિવેકરહિત અવસ્થાને અનભિગ્રાહિક મિથ્યાત્વ કહે છે. જે રીતે કોઈ વ્યક્તિ ગોળ અને છાણને એક જેવું માનવું આ એની વિવેકશૂન્યતા જ કહેવાય છે. આ રીતે જે વ્યક્તિ તત્ત્વઅતત્ત્વની પરીક્ષા ન કરતા, સત્ય-અસત્યનો વિવેક ન કરતા બધા દેવ-ગુરુ-ધર્મને એક જ તુલા પર તોલે, બધાને એક જેવા સમજે, બધાને વંદનીય માને તે અનભિગ્રાહિક મિથ્યાત્વવાળા છે. વિવેક શૂન્યતાના કારણે આ મિથ્યાત્વ લાગે છે. જે પ્રકારે કોઈ વ્યક્તિ કાચ અને હીરાની પરીક્ષા ન જાણવાના કારણે બંનેને સમાન દૃષ્ટિથી જુએ છે, તો એ સમભાવનું પરિણામ નથી, પરંતુ વિવેક શૂન્યતાનું પરિણામ છે. આ પ્રમાણે સત્યાસત્યની. તખ્તાતત્ત્વની, ધમધર્મની. દેવાદેવની. ગર-અગુરુની વિવેક બુદ્ધિ અથવા પરીક્ષા શક્તિ ન હોવાના કારણે મૂઢ ભાવથી જે બધાને એક સમાન સમજે છે અને તેને સર્વધર્મ-સમભાવનું સમ્મોહક નામ આપે છે, તો તે અનભિગ્રાહિક મિથ્યાત્વ જ છે. આ મૂઢતા છે, સમભાવ નથી. સમભાવ તો વિવેકથી આવે છે. વિવેકપૂર્વક આવેલ સમભાવ કલ્યાણકારી હોય છે. અવિવેકપૂર્ણ સમભાવ માત્ર મૂઢતાનું સૂચક છે. જેમ કડછી હલવા વગેરે મધુર પદાર્થોમાં પણ ફરે છે, લીમડા વગેરેના કડવા રસમાં પણ ફરે છે, પરંતુ તેને ન તો હલવાની મધુરતાની ખબર પડે છે અને ન લીમડાના રસની કડવાહટની કારણ તે જડ છે. કડછી ને આપણે સમભાવી કહી ન શકીએ. કારણ કે તેની બંને અવસ્થાઓમાં અપ્રભાવિત રહેવું વિવેકયુક્ત નથી, પરંતુ જડતાના કારણ છે. આ રીતે જે વ્યક્તિ મૂઢતાના કારણે સત્યાસત્ય અથવા તત્તાતત્ત્વની પરીક્ષા ન કરી બંનેને એક જેવા ગણે છે, તે સમભાવી નથી, પરંતુ વિવેક [ મિથ્યાત્વ 079 2000 2000 (૫૦૧)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy