SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ જે રીતે જ્વરગ્રસ્ત (તાવગ્રસ્ત) વ્યક્તિને ખાંડ અને દૂધ પણ કડવા લાગે છે અથવા લીમડાનો રસ પીવાથી જેનું મોં કડવું થઈ જાય છે, એને ખાંડ મિશ્રિત દૂધ પણ કડવું લાગે છે. એ જ રીતે રાગદ્વેષના કારણે જેનું હૃદય કલુષિત છે, જે વિષય-સુખ માટે લાલાયિત છે, એના અધ્યવસાય અશુભ હોવાથી એની સમસ્ત ક્રિયાઓ સંસાર માટે જ હોય છે. એનાથી વિપરીત જે સમ્યગુદૃષ્ટિ છે, વિષય-સુખથી પરાગમુખ છે, જે પદાર્થોના વાસ્તવિક રહસ્યને જાણે છે અને જે વૈરાગ્યથી ભરેલો છે, એના માટે બધી ક્રિયાઓ મોક્ષમાર્ગની સાધિકાઓ છે. ઉકત વાતને સમજવા માટે શ્રી સ્થૂલિભદ્ર મુનિનું ઉદાહરણ ઉપયોગી છે. કોશા જેવી અનુપમ લાવણ્યવતી વેશ્યાના વિલાસગૃહમાં લાંબા કાળ સુધી અહોરાત્ર રહેવા છતાંય શ્રી સ્થૂલિભદ્ર મુનિ નિર્વિકાર રહ્યાા, વેશ્યાનું વિલાસગૃહ કર્મબંધનનું મુખ્ય સ્થાન છે, પરંતુ ત્યાં રહીને એ મુનિએ પોતાના અખંડ સચ્ચારિત્રની છાપ એ અનુપમ સુંદરી વેશ્યા પર નાખી અને પોતાનાં કર્મનાં બંધનોને તોડ્યાં. એક તરફ વિલાસનું આકર્ષક વાતાવરણ અને બીજી બાજુ યોગીશ્વરની અડોલતા (અડગતા) બંનેના કંઠમાં યોગીશ્વર જીત્યા. જે વિલાસપૂર્ણ વાતાવરણમાં રહીને સ્થૂલિભદ્ર નિર્વિકાર રહી શક્યા એનું વર્ણન નીચેના શ્લોકમાં આપેલું છે - .. वेश्या रागवती सदा तदुनुगा षद्भिः रसैर्भोजनं, सौधं धाम मनोहरं वपुरहो नव्यः वयः संगमः । कालोऽयम् जलदाविलस्तदपि यः कामं जिगायादरात्, वन्दे तं युवति प्रबोध कुशलं श्री स्थूलिभद्रं मुनिम् ॥ અર્થાતુ અનુપમ સુંદરી વેશ્યા જેના પર અનુરક્ત હતી, વિવિધ રસોથી યુક્ત સ્વાદિષ્ટ ભોજન, વિશાળ અટ્ટાલિકા, સર્વાગ સુંદર શરીર, ભર યૌવનાવસ્થા, સાથે વર્ષાઋતુનો માદક ઘનઘોર ઘટાવાળો સમય, એટલા વિલાસના પોષક તથા વિકારોત્તેજક વાતાવરણમાં રહીને પણ જેમણે કામ-વાસના પર વિજય પ્રાપ્ત કર્યો અને જે પોતાના અખંડ ચરિત્રબળ દ્વારા વેશ્યાને સન્માર્ગે લાવ્યા, એ યોગીશ્વર સ્થૂલિભદ્રને નમસ્કાર. ઉક્ત શ્લોકથી એ વિદિત થઈ જાય છે કે શ્રી સ્થૂલિભદ્ર મુનિના બધાં નિમિત્ત વિકારવર્ધક હતાં. તેથી આમ્રવના સ્થાને હતા. પરંતુ એમનું ઉપાદાન (ચિત્ત) શુદ્ધ હતું, તેથી એમના માટે એ જ આસવનાં સ્થાનો નિર્જરાના રૂપમાં પરિણત થઈ ગયા. તેથી સૂત્રકારે કહ્યું - “ને માસવા તે પરિસંવા ” આમ, જે સંવર અને નિર્જરાનાં કારણ છે, એ જ કર્મબંધનના કારણ બની જાય છે. સાધુત્વ અને દસ પ્રકારના સાધુ સમાચારીનું અનુષ્ઠાન નિર્જરાનું કારણ છે તો પણ અધ્યવસાયોની મલિનતા અને કપટના કારણે તે પણ કર્મબંધનનું કારણ થઈ જાય છે. જે રીતે ઉદાયન રાજાને મારવા માટે એક નાયીએ કપટપૂર્વક સાધુત્વ અંગીકાર કર્યું હતું, એવા કપટપૂર્ણ સંયમ અને અધ્યવસાયોની વિકૃતિ માટે સંવરના સ્થાન પણ આમ્રવના સ્થાન થઈ જાય છે. તેથી કહ્યું છે કે - “જે પરિસવા તે માસવા ?” (૪૮૨) ,000જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy