SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ (૮) (७) याजस्यनु प्रसव आवभूवेना च विश्वभूवनानि सर्वतः । स नेमिराजा परियाती विद्वान् प्रजां पुष्टि वर्धय मनो अस्मै स्वाहा ॥ - યજુર્વેદ, અ-૫, મંત્ર-૨૫ અર્થ : “ભાવયજ્ઞ(આત્મસ્વરૂપ)ને પ્રગટ કરનાર આ સંસારના બધા જીવોને બધી રીતે યથાર્થરૂપી કહીને જે સર્વજ્ઞ નેમિનાથ સ્વામી પ્રગટ કરે છે, જેમના ઉપદેશથી જીવોનો આત્મા પુષ્ટ થાય છે. તે નેમિનાથ તીર્થકર માટે આહુતિ સમર્પણ છે.” વેદોમાં આ પ્રકારના બીજા પણ મંત્ર છે. હવે વિભિન્ન પુરાણોમાંથી કેટલાક શ્લોક પ્રસ્તુત છે : कैलासे पर्वते रम्य, वृषभो यं जिनेश्वरः । चकारस्वावतारं च सर्वज्ञः सर्वगः शिवः ॥ અર્થ : “કેવળજ્ઞાન દ્વારા સર્વવ્યાપી, કલ્યાણ સ્વરૂપ, સર્વજ્ઞાતા આ વૃષભનાથ જિનેશ્વર મનોહર કૈલાસ પર્વત પર ઉતારતાં.” नाभिस्तवजनयत्पुत्रं, मरुदेव्यां मनोहरम् । ऋषभं क्षत्रिय ज्येष्ठं सर्व क्षत्रस्य पूर्वजम् ॥ ऋषभाद् भरतो जज्ञे वीरः पुत्र शताग्रजो । भिषिन्वय भरतं राज्ये महाप्रावाज्यमास्थितः ॥ - બ્રહ્માંડ પુરાણ, ૧૪-૫૯-૬૦ અર્થ : “નાભિ રાજાએ મરુદેવી મહારાણીથી મનોહર ક્ષત્રિયમાં પ્રધાન અને ક્ષત્રિય વંશનો પૂર્વજ એવો ઋષભ નામનો પુત્ર ઉત્પન્ન કર્યો. ઋષભનાથથી શૂરવીર સો ભાઈઓમાં સૌથી મોટો ભરત નામનો પુત્ર પેદા થયો. ઋષભનાથ એ ભરતનો રાજ્યાભિષેક કરીને સ્વયં દીક્ષા લઈને મુનિ થઈ ગયા. આ જ આર્યભૂમિમાં ઇક્વાકુ વંશમાં ઉત્પન્ન નાભિ રાજા તથા મરુદેવીના પુત્ર ઋષભનાથે ક્ષમા, માર્દવ, આવ, સત્ય, શૌચ, સંયમ, તપ-ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય આ દસ પ્રકારના ધર્મ સ્વયં ધારણ કર્યા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને એ ધર્મોનો પ્રચાર કર્યો.” (૧૦) युगेयुगे महापुण्या दृश्यते द्वारिकापुरी । अवतीणों हरिर्यत्र प्रभासे शशिभूषणः ॥ रेवताद्रौ जिनोनमिर्यु गादि विमलाचले । ऋषिणा माश्रमादेव मुक्ति मार्गस्य कारणम् ॥ - પ્રભાસ પુરાણ અર્થ : “ પ્રત્યેક યુગમાં દ્વારિકાપુરી બહુ પુણ્યવતી દષ્ટિગોચર થાય છે, જ્યાં ચંદ્ર સમાન મનોહર નારાયણ જન્મ લે છે. પરિત્ર રૈવતાચલ (ગિરનાર પર્વત) પર નેમિનાથ જિનેશ્વર થયા જે ઋષિઓના આશ્રય અને મોક્ષના કારણ હતા.” K ઉત્સર્પિણી કાળ છે જ જ૩૯૯)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy