SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પંડિત, ૬૪૦૪૨ માળવાળા મહેલ હોય છે. ૪ કરોડ મણ અનાજ, ૧ લાખ મણ મીઠું, ૭૨ મણ હિંગ, પ્રતિદિન ખર્ચ થાય છે, વગેરે ઘણી ઋદ્ધિ ચક્રવર્તીને પ્રાપ્ત થાય છે. ચક્રવર્તીની આ ઋદ્ધિ સંપૂર્ણ ભરત ક્ષેત્ર-વ્યાપી સમજવી જોઈએ. આ ઋદ્ધિને છોડીને જે ચક્રવર્તી સંયમ ધારણ કરે છે, તે મોક્ષ કે સ્વર્ગમાં જાય છે, અગર રાજ્ય ભોગવતાં મૃત્યુ પ્રાપ્ત થાય છે તો નરક ગતિમાં જાય છે. આ આરામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને કેવળજ્ઞાની હોય છે. નરક, તિર્યચ, મનુષ્ય, દેવ અને મોક્ષ પાંચેય ગતિઓમાં જનારા જીવ હોય છે. (૪) દુષમ-સુષમ : ત્રીજા આરાની સમાપ્તિ પર દુઃષમ સુષમ નામનો ચોથો આરો શરૂ થાય છે. એમાં દુઃખની પ્રચુરતા અને સુખની અલ્પતા હોય છે. બેંતાલીસ હજાર વર્ષ ઓછા એક કરોડા-કરોડ સાગરોપમ સુધી આ આરા ચાલે છે. એમાં પહેલાની અપેક્ષા વર્ણ વગેરે શુભ પુદ્ગલોની અનંતગણી હાનિ થાય છે. દેહમાન ઘટતાં-ઘટતાં પાંચસો ધનુષના અને આયુષ એક કરોડ પૂર્વનો રહી જાય છે. ઊતરતા આરામાં સાત હાથના દેહમાન અને બસો વર્ષમાં થોડા ઓછાનું આયુષ્ય રહી જાય છે. મનુષ્યના શરીરમાં બત્રીસ પાંસળીઓ અને ઊતરતા આરામાં માત્ર સોળ પાંસળીઓ રહી જાય છે. દિવસમાં એકવાર ભોજનની અભિલાષા હોય છે. આ આરામાં સંહનન છ* સંસ્થાન* છ તથા પાંચેય ગતિઓમાં જનારા મનુષ્ય હોય છે. ૨૩ તીર્થકર, ૧૧ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ પણ આ જ આરામાં હોય છે. | વાસુદેવ પૂર્વભવમાં તપ સંયમનું પાલન કરતાં-કરતાં ઉનિદાન (નિયાણા) કરે છે અને આયુ પૂર્ણ થવાથી સ્વર્ગ કે નરકનો એક ભવ કરીને ઉત્તમ કુળમાં અવતરિત થાય છે. એમની માતાને સાત ઉત્તમ સ્વપ્ન આવે છે. જન્મ લઈને યુવાવસ્થાને પ્રાપ્ત કરીને રાજ્યસિંહાસન પર બેસે છે. વાસુદેવ પદની પ્રાપ્તિના સમયે સાત રત્ન ઉત્પન્ન થાય છે - (૧) સુદર્શન ચક્ર (૨) અમોઘ ખગ (૩) કૌમુદી ગદા (૪) પુષ્પમાલા (૫) અમોધ ધનુષ-બાણ શક્તિ (૬) કૌસ્તુભ મણિ અને (૭) મહારથ. વીસ લાખ અષ્ટપદોનું બળ એમના શરીરમાં હોય છે. વાસુદેવથી પહેલાં પ્રતિવાસુદેવ ઉત્પન્ન થાય છે. તે દક્ષિણાર્ધ ભરત ક્ષેત્ર પર રાજ્ય કરે છે. વાસુદેવ, પ્રતિવાસુદેવને મારીને એના રાજ્યના અધિકારી બને છે. વાસુદેવના ત્રણ ખંડો પર એકછત્ર રાજ્ય હોય છે. બળદેવ વાસુદેવના મોટા ભાઈ થાય છે. બળદેવની માતા ચાર ઉત્તમ સ્વપ્ન જુએ છે. બળદેવ વાસુદેવના પિતા એક જ હોય છે, પરંતુ માતા અલગઅલગ હોય છે. બંને ભાઈઓમાં અત્યંત પ્રેમ હોવાની સાથે સાથે રહે છે. દસ લાખ અષ્ટાપદોનું બળ એમના શરીરમાં હોય છે. વાસુદેવની આયુ પૂર્ણ થયા પછી એ બળદેવ સંયમ ધારણ કરીને આયુનો અંત થવાથી સ્વર્ગ કે મોક્ષમાં જાય છે. * હાડકાંઓની રચનાને સહનન કહે છે. એના છ ભેદ છે. + શરીરની આકૃતિને સંસ્થાન કહે છે, એના છ ભેદ છે. આમનું વર્ણન નામ કર્મના પ્રકરણમાં જુઓ. દૂ ચકવર્તીની ઋદ્ધિ ૩૮૫
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy