SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ વાયુ (૯) ભ્રમર વાયુ (ચક્કર ખાનાર વાયુ) (૧૦) ચાર ખૂણામાં ફરનાર મંડલ વાયુ (૧૧) ગુંડલ - ઊંચો ચઢનાર વાયુ (૧૨) ગુંજન કરનાર વાયુ (૧૩) વૃક્ષ વગેરેને ઉખેડી નાખનાર ઝંઝા વાયુ (૧૪) શુદ્ધ વાયુ (ધીરે-ધીરે ચાલવાવાળો) (૧૫) ઘનવાયુ (૧૬) તનુવાયુ (ઘનવાયુનતનુવાયુ) નરક અને સ્વર્ગની નીચે છે. જ્યાં જ્યાં પાણી પોલાર છિદ્ર છે ત્યાં સર્વત્ર વાયુ છે. આ પ્રકારે અનેક પ્રકારના વાયુકાય છે. વનસ્પતિકાય ? (વયાવચ્ચ થાવરકાય)ના પ્રમુખ રૂપથી છ ભેદ છે - (૧) સર્વ લોકમાં વ્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાય (૨) લોકના દેશ વિભાગમાં રહેનાર બાદર-વનસ્પતિકાય. બાદર વનસ્પતિના બે ભેદ છે : પ્રત્યેક શરીર (જેના એક શરીરમાં એક જીવ છે) (અને સાધારણ શરીર (જેના એક શરીરમાં અનંત જીવ છે.) આ પ્રકારે સૂક્ષ્મ, પ્રત્યેક અને સાધારણના અપર્યાપ્ત અને પર્યાપ્તના ભેદથી વનસ્પતિકાયના છ ભેદ થઈ જાય છે. વનસ્પતિકાયના વિશેષ ભેદ આ પ્રકાર છે : પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ છે - (૧) વૃક્ષ (૨) ગુચ્છા (૩) ગુલ્મ (૪) લતા (૫) વલી (૬) તૃણ (૭) વલ્લયા (૮) પવયા (૯) કુહણ (10) જળવૃક્ષ (૧૧) ઔષધિ અને (૧૨) હરિતકાય - આમાંથી વક્ષના બે ભેદ છે - (૧) બીજવાળા અને ઘણા જીવવાળા. આંબળા, કેરી, જાંબ વગેરે એક બીજવાળા છે. જામફળ, સીતાફળ, દાડમ, લીંબુ, ટીમરુ વગેરે ઘણાં બીજવાળા છે. તુલસી જવાસા, પુંવાડા વગેરે છોડ ગુચ્છ કહેવાય છે. જૂહી, કેતકી, કેવડો, ગુલાબ વગેરે વિવિધ ફૂલોવાળા વૃક્ષ ગુલ્લક કહેવાય છે. નાગલતા, પર્મલતા, ચંપકલતા વગેરે જમીન પર ફેલાઈને ઉપર જનારી વનસ્પતિ લતા કહેવાય છે. તુરિયા, કાકડી, કારેલા વગેરે વેલ વલ્લી કહેવાય છે. ઘાસ, દૂબ, ડાભ વગેરે તૃણ કહેવાય છે. સોપારી, ખજૂર, નારિયેળ, તમાલ વગેરેના વૃક્ષ જે ઉપર જઈને ગોળાકાર બને છે, તેને વલ્લયા વનસ્પતિ કહે છે. શેરડી, બૅત, વાંસ જેના મધ્યમાં ગાંઠ હોય તે પવયા કહેવાય છે. જમીન ફાડીને બહાર આવનાર કુકુરમુત્તા વગેરેને કુહણ કહે છે. કમળ, શિંગોડા, શેવાળ વગેરે પાણીમાં ઉત્પન્ન થનારી વનસ્પતિને જળવૃક્ષ કહે છે. ચોવીસ પ્રકારના ધાન્યને ઔષધિ કહે છે - (૧) ઘઉં (૨) જવ (૩) જુવાર (૪) બાજરી (૫) શાલિ (૬) વરટી (૭) રાળ (૮) કાંગની (૯) કોદ્રવ (૧૦) વરી (૧૧) મણી (૧૨) મક્કી (૧૩) કુરી (૧૪) અલસી- આ ચૌદ પ્રકારના લતા ધાન્ય કહેવાય છે. કારણ કે એમની દાળ બનતી નથી. (૧) તુવેર (૨) મઠ (૩) અડદ (૪) મગ (૫) ચોળા (૬) વટાણા (૭) તેવડા (૮) કુલત્થ (૯) મસૂર અને (૧૦) ચણા - આ દસ પ્રકારના ધાન્ય કઠોળ છે. કારણ કે તેની દાળ બને છે. આ ચોવીસ પ્રકારના ધાન્ય ઔષધિ કહેવાય છે. મૂળાની ભાજી, મેથીની ભાજી, બથવાની ભાજી વગેરે અનેક પ્રકારની ભાજી રૂપ વનસ્પતિ હરિતકાય કહેવાય છે. ઉક્ત બધી પ્રત્યેક વનસ્પતિના ભેદ છે. પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પત્તિ સમય અનંત જીવ મેળવી શકાય છે. જ્યાં સુધી વૃક્ષની સાથે સંલગ્ન રહેવા છતાં પણ તેનામાં જેમ-જેમ સખ્તતા આવતી જાય છે તેમ-તેમ તેમાં અસંખ્યાત-સંખ્યાત જીવ રહે છે. પરિપક્વ થવાથી જેટલા બીજ છે તેટલા જીવ રહે છે. [મધ્ય લોક DOOOOOOOOOOOOOO ૩૬૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy