SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ દેવકૂટ વક્ષકાર પર્વત છે. તેની પાસે બત્રીસમું ગંધિલાવતી વિજય છે. તેની રાજધાની આઉજલા છે. તેની પાસે મેરુનું ભદ્રશાળ વન અને ગંધમાદન પર્વત છે. ઉક્ત બધા વિજય કચ્છ વિજય સમાન છે. બધા પક્ષકાર પર્વત ચિત્રકૂટ પર્વતની સમાન છે, બધી નદીઓ ગ્રાહાવતી નદીની સમાન છે. આ મહાવિદેહ ક્ષેત્રનું વર્ણન છે. જંબુદ્વીપની ચારે બાજુ આઠ યોજન ઊંચી, નીચે બાર યોજન, મધ્યમાં આઠ અને ચાર યોજન પહોળી ત્રણ લાખ સોળ હજાર બસો સત્તાવીસ યોજન, ત્રણ કોસ, એકસો અઠ્ઠાવીસ ધનુષ, સાડાતેર આંગળથી કંઈક વધુ પરિધિ (ઘેરાવ)વાળો પરકોટ છે, તેની ચારે દિશાઓમાં ચાર દરવાજા છે. જેમના નામ આ પ્રકારના છે – (૧) પૂર્વમાં વિજય-ધાર (૨) દક્ષિણમાં વૈજયન્ત-દ્વાર (૩) પશ્ચિમમાં જયંત-દ્વાર (૪) ઉત્તરમાં અપરાજિત-દ્વાર છે. લવણ સમુદ્ર ઃ જંબુદ્વીપની પરકોટ(જગતી)ની બહાર, વલયની આકૃતિવાળા, ચારેબાજુથી જંબૂઢીપને ઘેરેલ બે લાખ યોજન વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. આ કિનારા પર બાલાગ્ર જેટલો ઊંડો છે, પરંતુ આગળ જવાથી પંચાણું હજાર યોજન પર એક હજાર યોજનની પહોળાઈમાં એક હજાર ઊંડાઈવાળો છે. પછી ઊંડાઈ ઓછી થવા લાગે છે અને ક્રમથી ઘટતી-ઘટતી ધાતકી ખંડની સમીપ બાલાગ્ર જેટલો જ ઊંડો રહી જાય છે. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રની સીમા પર સ્થિત હિમવાન પર્વતના બંને છેડા પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રમાં ફેલાયેલા છે. તેવી રીતે ઐરાવત ક્ષેત્રની સીમા પર સ્થિત શિખરી પર્વતના બંને છેડા પણ લવણ સમુદ્રમાં ફેલાયેલા છે. પ્રત્યેક છેડાને બે ભાગમાં વિભાજિત થવાથી કુલ મળીને બંને પર્વતોના આઠ ભાગ લવણ સમુદ્રમાં આવે છે. દાઢોની આકૃતિના હોવાને કારણે દાઢા કહેવાય છે. પ્રત્યેક દાઢા પર મનુષ્યોની આબાદીવાળા સાત-સાત ક્ષેત્ર છે. આ ક્ષેત્ર લવણ સમુદ્રમાં હોવાને કારણે અંત દ્વિપના રૂપમાં પ્રસિદ્ધ છે. આ અંતર્લીપ છપ્પન છે. આમાં યુગલિક મનુષ્ય રહે છે. જંબૂદ્વીપના પરકોટથી ત્રણસો યોજન આગળ ચાલવા પર ત્રણસો યોજનાના વિસ્તારવાળા (૧) રુચક (૨) આભાષિક (૩) વૈષાણિક (૪) લાગૂલિક નામના ચાર દ્વીપ છે. એની આગળ ચાર-ચારસો યોજન દૂરી પર ચાર-ચારસો યોજન વિસ્તારવાળા (૫) હયકર્ણ (૬) ગજકર્ણ (૭) ગોકર્ણ અને (૮) શખુલીકર્ણ નામના ચાર દ્વીપ છે. તેની આગળ પાંચસો યોજન જવાથી પાંચસો યોજન વિસ્તારવાળા (૯) આદર્શમુખ (૧૦) મેઢમુખ (૧૧) અયોમુખ (૧૨) ગોમુખ નામના ચાર દ્વિીપ છે. તેની આગળ છસો યોજન જવાથી છસો યોજન વિસ્તારવાળા (૧૩) યમુખ (૧૪) ગજમુખ (૧૫) હરિમુખ અને (૧૬) વ્યાઘ્રમુખ નામના ચાર દ્વિીપ છે. તેનાથી આગળ સાતસો યોજન આગળ જવાથી સાતસો યોજન વિસ્તારવાળા (૧૭) અશ્વકર્ણ (૧૮) સિંહકર્ણ (૧૯) અકર્ણ અને (૨૦) કર્ણ પ્રાવરણ નામના ચાર દ્વીપ છે. તેની આગળ આઠસો યોજન આગળ આઠસો યોજન વિસ્તારવાળા (૨૧) ઉલ્કામુખ (૨૨) મેઘમુખ (૨૩) વિભુખ અને (૨૪) અમુખ નામના ચાર દ્વીપ છે. આનાથી નવસો યોજન આગળ જવાથી નવસો યોજન વિસ્તારવાળા (૨૫) ઘનદત્ત (૨૬) લખુદન્ત (૨૭) ગૂઢદન્ત અને (૨૮) શુદ્ધદત્ત નામના ચાર દ્વીપ છે. આ બધા અઠ્યાવીસ જ દ્વીપ પરકોટથી તો ત્રણત્રણસો યોજન જ દૂર છે. પરંતુ દાઢોના વક્ર હોવાથી એ દ્વીપોની વચ્ચે આટલી દૂરી છે. (૩૦) OOOOOOOOOOOOOOX જિણધર્મોો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy