SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાધાર્મિક અસુરોની પંદર જાતિઓ : પરમાધાર્મિક અસુરોની પંદર જાતિઓ છે, જેનાં નામ અને કામ આ પ્રકારે છે : (૧) અમ્બ : અસુર નારકી જીવોને આકાશમાં ઉછાળીને એકદમ નીચે પાડી દે છે. (૨) અમ્બરીષ નારકી જીવોના છરી વગેરેથી નાના-નાના ટુકડા કરીને સગડીમાં પકવવા યોગ્ય બનાવે છે. (૩) શ્યામ : જેમ સિપાહી ચોરને મારપીટે છે, તેવી રીતે આ નારકી જીવોને લાત મુક્કા અને ચાબુક વગેરેથી ખરાબ રીતે મારે-પીટે છે તથા કષ્ટકારી સ્થાનોમાં લઈ જઈને પટકે છે. (૪) શબલ જેમ સિંહ, બિલાડી અથવા કૂતરો પોતાના ભક્ષ્યને પકડીને, તેને ચીરીફાડીને માંસ કાઢે છે - આ રીતે પરમાધાર્મિક અસુર નારકી જીવને શરીરને ચીરી-ફાડીને માંસ બહાર કાઢે છે. (૫) ૨ ઃ બલિ માટે લાવેલ બકરીના માથા ત્રિશૂળથી છેદે છે અને શૂળોથી વીંધે છે, એ પ્રકારે આ અસુર નારક જીવોને છેદ-ભેદે છે. (૬) મહારુદ્ર જેમ કસાઈ માંસના ખંડ-ખંડ કરે છે, તે પ્રકારે આ જાતિના અસુર નારક જીવોના શરીરને ખંડ-ખંડ કરે છે. (૭) કાળ જેમ હલવાઈ ગરમ તેલની કઢાઈમાં પૂરી અને ભજિયા તળે છે, તેવી રીતે આ પરમધાર્મિક અસુર નારક જીવનું માંસ કાપી-કાપીને તેલમાં તળીને તેને જ ખવડાવે છે. (૮) મહાકાળ : જેમ ગીધ વગેરે પક્ષી મડદાના ક્લેવરનું માંસ ખેંચી-ખેંચીને ખાય છે, તેવી રીતે જ અસુર નારક જીવનું માંસ ચીપિયાથી ખેંચી-ખેંચીને તેને જ ખવડાવે છે. (૯) અસિપત્ર : જેમ યોદ્ધા સંગ્રામમાં તલવારથી શત્રુનો સંહાર કરે છે, તેવી રીતે આ અસુર તલવારથી નારકીઓના શરીરના તલના જેવા બરાબર નાના નાના ખંડ કરે છે. (૧૦) ધનુષ જેમ શિકારી કાન સુધી ધનુષને ખેંચીને બાણથી પશુને ભેટે છે, તેવી રીતે આ અસુર બાણોથી નારક જીવોના શરીરને ભેટે છે. (૧૧) કુંભ ઃ જેમ ગૃહસ્થ લીંબુને ચીરીને તેમાં મીઠું-મરચું વગેરે મસાલા ભરીને હાંડીમાં અચાર (અથાણ) નાંખે છે, તેવી રીતે આ અસુર નારક જીવને ચીરીને તેમાં મસાલા ભરી કુંભમાં પકવે છે. (૧૨) બાળકા : જેમ ભાડભૂંજા ગરમ રેતની કઢાઈમાં ચણા વગેરે ભૂંજે છે, તેવી રીતે આ પરમાધાર્મિક અસુર નારક જીવોને ગરમ રેતમાં ભૂંજે છે. (૩૪૨) 000000000000000 જિણધર્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy