SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સૂક્ષ્મ એકેન્દ્રિય ઃ સૂમ નામ કર્મના ઉદયથી જે જીવોના શરીર ચર્મચક્ષુઓથી જોઈ શકાતા નથી, તે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ છે. આ સૂક્ષ્મ જીવ ચતુર્દશ રજુ (દોરડું) પ્રમાણક્ષેત્રમાં - સંપૂર્ણ લોકમાં સર્વત્ર વ્યાપ્ત છે. આ લોકમાં કોઈ એવું સ્થાન નથી જ્યાં સૂક્ષ્મ જીવ ન હોય. તે એટલા સૂક્ષ્મ છે કે પર્વતની કઠોર ચટ્ટાનથી પણ આરપાર થઈ જાય છે. તે કોઈના મારવાથી પણ મરતા નથી. વિશ્વની કોઈ પણ વસ્તુ તેનો ઘાત-પ્રતિઘાત કરી શકતી નથી. પૃથ્વીકાય, અપૂકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિ આ સૂક્ષ્મ જીવ છે. તેનું આયુષ્ય અંતર્મુહૂર્ત પ્રમાણ છે. વનસ્પતિના સૂક્ષ્મ જીવોને સૂક્ષ્મ નિગોદ કહે છે. નિગોદનો અર્થ છે - સાધારણ વનસ્પતિકાયનું શરીર. નિગોદના સ્વરૂપને સમજવા માટે વિચારીએ. સોયની અણી/અગ્રભાગ પર આવનાર ડુંગળીના એ અંશમાં અસંખ્ય-અસંખ્ય પ્રતર હોય છે. એમાંથી એક-એક પ્રતરને લેવામાં આવે તો એક-એક પ્રતરમાં અસંખ્ય-અસંખ્ય શ્રેણીઓ હોય છે. એમાંથી એક-એક શ્રેણીને લેવામાં આવે તો તે એક-એક શ્રેણીમાં અસંખ્યઅસંખ્ય ગોલક હોય છે. એમાંથી એક-એક ગોલકને લેવામાં તો એક-એક ગોલકમાં અસંખ્યઅસંખ્ય-શરીર હોય છે. એમાંથી એક-એક શરીરને લેવામાં આવે તો એક-એક શરીરમાં અનંત-અનંત જીવ હોય છે આવા જીવોને નિગોદ કહે છે. તે સૂક્ષ્મ પણ હોય છે અને બાદર પણ. એમાં જ અવ્યવહાર રાશિમાં જીવ પણ રહે છે. ઉપર્યુક્ત સ્વરૂપમાં પ્રતર, શ્રેણીઓનો અને ગોલકને કાલ્પનિક દૃષ્ટિથી ક્રમશઃ પ્રતર કાગળના પાના, શ્રેણીઓ-લાઇનો અને ગોલકો, અક્ષરોના રૂપમાં સમજી શકાય છે. બાદર નામ કર્મના ઉદયથી જે જીવોનું શરીર અનેકને મળવાથી ચર્મચક્ષુથી દેખી શકાય છે, તે બાદર એકેન્દ્રિય જીવ છે. પાંચ સ્થાવરકાયના ભેદથી એના પાંચ ભેદ છે. આ લોકના નિયત ભાગમાં જ હોય છે, સર્વત્ર નથી. બાદર વનસ્પતિના બે ભેદ છે - પ્રત્યેક સાધારણ, બાદર સાધારણ, વનસ્પતિકાયને બાદર નિગોદ પણ કહે છે. એમાં પણ અનંત જીવ હોય છે. આ બધા એક સ્પર્શન ઇન્દ્રિયવાળા હોય છે, તેથી તે એકેન્દ્રિય જીવ કહેવાય છે. બાદર-સાધારણ વનસ્પતિ કાપવાથી કપાય છે, મારવાથી મરે છે. વેદન, ભેદન આદિ ક્રિયાઓ દ્વારા એનું હનન થાય છે. આ અવસ્થા પૃથ્વીકાય વગેરે પાંચ સ્થાવરોમાં સમજવી જોઈએ. આગમની આયુષ જઘન્યતઃ અંતર્મુહૂર્ત હોય છે, અને ઉત્કૃષ્ટ ભિન્ન-ભિન્ન પ્રકારનું હોય છે. જે અન્ય સ્થળથી જ્ઞાતવ્ય છે. દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોને વિકસેન્દ્રિય કહે છે. પયપ્તિનું સ્વરૂપઃ આત્માની એક શક્તિ-વિશેષને પર્યાપ્તિ કહે છે. તે શક્તિ પુગલોને ગ્રહણ કરે છે અને તેમને શરીર, ઇન્દ્રિયાદિના રૂપમાં પરિણત કરે છે. જીવ પોતાની ઉત્પત્તિસ્થાન પર પહોંચીને પ્રથમ સમયમાં જે પુગલોને ગ્રહણ કરે છે અને તદન્તર પણ જે પુગલોને ગ્રહણ કરે છે, તેને શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનના રૂપમાં પરિવર્તિત કરે છે. પુદ્ગલોને આ રૂપમાં પરિણત કરવાની શક્તિ જ પર્યાપ્તિ કહેવાય છે. [ જીવના ભેદ ) TOOOOOOOOOOOOOO (૩૧૫)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy