SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ અંગપ્રવિષ્ટ-શ્રુતજ્ઞાનનાં ભેદો સંક્ષેપની અપેક્ષાથી શ્રુતજ્ઞાનના બે ભેદ છે - (૧) અંગપ્રવિષ્ટ અને (૨) અંગબાહ્ય. તીર્થકર ભગવાન દ્વારા ઉપદિષ્ટ દ્વાદશ અંગ રૂ૫ શ્રતને અંગ-પ્રવિષ્ટ શ્રત કહે છે. એના બાર ભેદ આ પ્રકાર છે : (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૬) જ્ઞાતા ધર્મ કથાંગ (૭) ઉપાસક દશાંગ (2) અંતકૃશાંગ (૯) અનુત્તરૌપપાતિક દશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક (૧૨) દૃષ્ટિવાદ. તીર્થકર દેવોના ઉપદેશ ઉપર્યુક્ત દ્વાદશાંગોમાં સંકલિત છે. તેથી વીતરાગ-વાણીને દ્વાદશાંગી' કહેવાય છે. એમાંથી દષ્ટિવાદ અંગ સ્મૃતિ-દોષથી વિચ્છિન્ન થઈ ગયું છે. આ બાર અંગોને અંગપ્રવિષ્ટ-શ્રુત કહેવામાં આવે છે.* ઉપર્યુક્ત દ્વાદશાંગીના આધારે નિર્મિત, વિશિષ્ટ પ્રતિભા સંપન્ન આચાર્યો દ્વારા વિરચિત શ્રતને અંગબાહ્ય-શ્રુત કહેવામાં આવે છે. અંગબાહ્ય-શ્રુત અનેક પ્રકારના છે. જે અંગબાહ્યશ્રુત દ્વાદશાંગી વિપરીત નથી હોતા, એ જ પ્રમાણભૂત હોય છે. અન્ય વિવક્ષાથી શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ બતાવવામાં આવ્યા છે. જેમ કે નંદીસૂત્રમાં કહ્યું છે - सुणाणपरोक्खं चोद्दसविहं पण्णत्तं तंजहा-अक्खर-सुयं, अणक्खरसुयं, सण्णिसुयं, असण्णिसुयं, सम्मसुयं, मिच्छासुयं, साइयं, अणाइयं, सपज्जवसियं, अपज्जवसियं, गमियं, अगमियं, अंगपविलु, अणंगपविटुं । નંદીસૂત્ર ગાથા-૩૮ અર્થાતુ - શ્રુતજ્ઞાન પરોક્ષ ચૌદ પ્રકારના છે. જેમ કે - (૧) અક્ષરકૃત (૨) અનરશ્રુત (૩) સંજ્ઞીશ્રુત (૪) અસંજ્ઞીશ્રુત (૫) સમ્યકશ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકૃત (૮) અનાદિબ્રુત (૯) સપર્યવસિત શ્રત (૧૦) અપર્યવસિતશ્રુત (૧૧) ગમિકશ્રુત (૧૨) અગમિકશ્રુત (૧૩) અંગ-પ્રવિષ્ટશ્રત (૧૪) અનંગ-પ્રવિષ્ટશ્રુતન (૧) અક્ષરદ્યુત અક્ષર શબ્દ “ક્ષરસંઘને ધાતુથી બન્યો છે. “ર ક્ષતિ ન રત્નતિ, અનુપયોfપ ન પ્રવ્યવતે રૂક્ષરમ” જે અનુપયોગ દશામાં પણ ચલિત થતો નથી - એમ જ રહે છે એ અક્ષર છે. આ વ્યુત્પત્તિ અનુસાર જીવનું જ્ઞાન પરિણામ અર્થાત્ ચેતના સ્વભાવ અક્ષર છે. નૈગમાદિનય અનુસાર આ કથન સમજવું જોઈએ. ઋજુસૂત્રાદિ શુદ્ધનયની અપેક્ષાથી જ્ઞાનાક્ષર છે, અક્ષર નથી, કારણ કે શુદ્ધનય ઉપયોગના હોવાથી જ જ્ઞાન થવું માને છે. એમનું મંતવ્ય છે કે જો અનુપયોગ દશામાં પણ જ્ઞાન હોય તો ઘટ વગેરે અચેતન વસ્તુઓમાં પણ જ્ઞાન હોવું જોઈએ. બીજી વાત એ છે કે શુદ્ધનયોની દૃષ્ટિમાં બધા પર્યાય ઉત્પાદ-વ્યયવાળી હોય છે. કોઈ પર્યાય-અક્ષર નિત્ય નથી હોતો. જ્ઞાન પણ પર્યાય દૃષ્ટિથી ઉત્પાદ-વ્યય સ્વભાવવાળો હોવાથી ક્ષર છે - અક્ષર નથી. (૧૯૮ છેઆ છે. જેમાં જિણધમો)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy