SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષજ્ઞથી ધર્મમાં ઉદ્યત રહેવું જોઈએ. જેથી ધર્મના પ્રભાવથી તથા પુણ્યોદયથી સંકટનો અંત થઈ શકે છે. આ રીતે ધર્મથી વિચલિત થનાર વ્યક્તિને સ્થિર બનાવવી એ સમ્યક્ત્વનું ભૂષણ છે. (૫) ભક્તિ : જિનશાસન, પ્રવચન અને સાધુ-શ્રાવક આદિ ગુણીજનોનો, અન્ય સમ્યક્ત્વી પુરુષોનો તથા રત્નાધિકોનો બહુમાનપૂર્વક આદર-સત્કાર કરવો, તેમના ગુણાનુવાદ કરવા સમ્યક્ત્વની ભક્તિ-સંજ્ઞક ભૂષણ છે. સમ્યક્ત્વી જીવ સમ્યક્ત્વનાં ઉક્ત પાંચ ભૂષણ - અલંકારોથી પોતાના સમ્યક્ત્વને વિભૂષિત અને સુશોભિત કરે છે. પાંચ લક્ષણ અસાધારણ ધર્મને લક્ષણ કહે છે. જેમ જીવનો અસાધારણ ધર્મ ઉપયોગ છે, તેથી એ જ એમનું લક્ષણ છે. એ પ્રકારે જે ગુણોના કારણ સમ્યક્ત્વ ઓળખી શકાય છે અથવા સમ્યક્ત્વીમાં જે ગુણ અવશ્ય હોય છે, તે સમ્યક્ત્વના લક્ષણ કહેવાય છે. તે લક્ષણ પાંચ છે. યથા - संवेगो चिअ उवसमं निव्वेओ तह य होइ अणुकम्पा । अत्थिक्क चिअ एए, सम्मत्ते लक्खणा पंच ॥ સમ્યક્ત્વ સ્વરૂપ (૧) શમ (૨) સંવેગ (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકાય - આ પાંચ સમ્યક્ત્વનાં લક્ષણ કહેવાયાં છે. (૧) શમ : સમ્યગ્દષ્ટિ જીવ અત્યંત તીવ્ર અનંતાનુબંધી ક્રોધાદિ કષાયોનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ કરી દે છે. આ કારણે તેનાં પરિણામોમાં પહેલાંના જેવી ઉગ્રતા રહેતી નથી. તે સમભાવનો અપૂર્વરસ ચાખતો રહે છે. સમ્યગ્દષ્ટિને એ દૃઢ વિશ્વાસ હોય છે કે કોઈ બીજી વ્યક્તિ તેનું કશું સારું-ખરાબ કરી શકતી નથી. જે કંઈ સારાં-ખરાબ પરિણામ સામે આવે છે, તે પોતાનાં સ્વયંનાં કર્મોનું ફળ છે, બીજા તો નિમિત્તમાત્ર હોય છે. આ વિવેક-બુદ્ધિના કારણે સમ્યગ્દષ્ટિ કોઈના પર દ્વેષ કરવો અથવા રાગ કરવો યોગ્ય સમજતા નથી. તે પોતાના સારા-ખરાબ માટે સ્વયંને જ જવાબદાર માને છે, તો પછી બીજાની પ્રતિ રોષ અને આક્રોશ કેવી રીતે કરી શકે છે ? આ કારણે સમ્યક્ત્વીને તીવ્ર કષાય હોતો નથી. તે સમભાવપૂર્વક કર્મોનાં શુભાશુભ ફળોને સહન કરે છે. તે સારી રીતે સમજે છે કે - स्वयं कृतं कर्म यदात्मना पुरा परेण दत्तं સમ્યક્ત્વના ૬૦ બોલ फलं तदीयं लभत्ते शुभाशुभम् । यदि लभ्यते स्फुटं स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥ અમિતગતિ દ્વાત્રીશિકા ૧૪૫
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy