SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અંગ છે. સમ્યગુદૃષ્ટિ અને સાધર્મિકના સગુણની પ્રશંસા કરવાથી સગુણોના પ્રતિ પ્રમોદભાવ અને આકર્ષણ થાય છે. અને બીજામાં પણ સગુણોના પ્રતિ અભિરુચિ પ્રગટ થાય છે, જેમ કે એક દીપકથી બીજો દીપક પ્રગટે છે, તેવી રીતે સગુણોની પ્રશંસાથી સદ્ગણી બનવાની પ્રેરણા અન્ય લોકોને પણ મળે છે. પરંપરાથી આ સગુણોના વિસ્તારનું કારણ બને છે. જે બીજાના ગુણોને પ્રમોદ દૃષ્ટિથી જુએ છે, તે સ્વયં પણ ગુણોથી પરિપૂર્ણ થઈ જાય છે. ગુણદેષ્ટિથી જોનાર વ્યક્તિ સ્વયં ગુણોનો આકાર બની જાય છે. તે એક મનોવૈજ્ઞાનિક સત્ય છે. તેથી ગુણીજનોના ગુણાનુવાદ દ્વારા તેમને પ્રોત્સાહિત કરવું ઉપવૃંહણ નામના દર્શનનો આચાર છે. (૬) સ્થિરીકરણ ? કોઈ વ્યક્તિ પરિસ્થિતિના કારણે સંકટ આવી પડવાથી અથવા ચિત્તમાં વિક્ષોભ પેદા થવાથી સત્યધર્મથી ચલાયમાન થતો હોય તો તેને વિવિધ ઉપાયોથી સત્યધર્મમાં સ્થિર કરવો સ્થિરીકરણ નામના દર્શનનો આધાર છે. વ્યક્તિ અનેક વાર પરિસ્થિતિઓના ચક્કરમાં ફસાઈ જાય છે ત્યારે અથવા અન્યના સંસર્ગના કારણે તે શુદ્ધના પ્રતિ શંકાશીલ બનીને ડામાડોળ થઈ જાય છે. એવા સમયમાં સમ્યગુષ્ટિ જીવનું કર્તવ્ય છે કે તે પોતાના સાધર્મિકને યથોચિત સહાયતા આપીને તેની ધર્મશ્રદ્ધાને સ્થિર બનાવે, એ અસ્થિર બનેલ વ્યક્તિને સાંતવના આપીને, શિતશિક્ષા આપીને અથવા શાતા ઉપજાવીને પુનઃ ધર્મના પ્રતિ શ્રદ્ધાશીલ બનાવવી, સ્થિરીકરણ નામનો દર્શનાચાર છે. (૩) વાત્સલ્ય : સાધર્મિકજનોના પ્રતિ પ્રીતિભાવ રાખવો વાત્સલ્ય છે. જેમ ગાય પોતાના વાછરડા પ્રતિ પ્રીતિ રાખે છે અથવા માતા પોતાના સંતાન પ્રતિ પ્રીતિ રાખે છે, તેવી રીતે જ સાધર્મિક ભાઈ-બહેનોના પ્રતિ પ્રીતિ રાખવી વાત્સલ્ય નામનો દર્શનાચાર છે. જો કોઈ સાધર્મિક ભાઈ-બહેન કોઈ પ્રકારના સંકટમાં પડે તો રોગી હોય, વૃદ્ધ હોય, અસમર્થ હોય, પોતાનો યોગક્ષેમ (નિર્વાહ) કરવામાં મુશ્કેલી અનુભવતો હોય, તો તેને પોતાની શક્તિ અનુસાર શાતા ઉપજાવવી, વાત્સલ્ય ભાવનું પ્રતીક છે. સંઘની દૃષ્ટિથી આ દર્શનાચારનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે સાધર્મિક ભાઈ-બહેનોના આધાર પર જ સંઘનો પ્રાસાદ ઊભો હોય છે. જો સાધર્મિક ભાઈ-બહેન દુર્બળ છે, તો તેના આધાર પર ઊભો થયેલ પ્રાસાદ ઢીલો થઈ જાય છે, સંઘ કમજોર થઈ જાય છે, તેથી સંઘને મજબૂત, સ્થિર અને સુસંગઠિત રાખવા માટે વાત્સલ્ય નામના દર્શનાચારનું પાલન પોતાની મર્યાદાનુસાર મુમુક્ષુએ અવશ્ય કરવું જોઈએ. (૮) પ્રભાવના વીતરાગ દેવનો ધર્મ સ્વયંના ગુણોથી જ પ્રભાવપૂર્ણ હોય છે. પછી પોતાના વિશિષ્ટ ગુણોથી દુષ્કર ક્રિયા, વતાચરણ, અભિગ્રહ, વ્યાખ્યાન શૈલી, કવિત્વ શૈલી અને વિદ્વત્તા આદિથી ધર્મના પ્રભાવમાં વૃદ્ધિ કરવી અને ધર્મ પર લાગેલા મિથ્યા આક્ષેપોનું પ્રભાવપૂર્ણ ઢંગથી ખંડન કરવું પ્રભાવના નામનો દર્શનાચાર છે. ધર્મની પ્રભાવના કરવાથી બીજા લોકોમાં ધર્મ પ્રતિ અનુરાગ પેદા થાય છે અને તે પણ તેનું આચરણ કરવા માટે પ્રેરણા પ્રાપ્ત કરે છે. સમ્યગુષ્ટિ જીવનો એ પ્રયત્ન હોવો જોઈએ કે તે સમ્યગુધર્મનો અધિકથી [ઓપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છે ૧૨૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy