SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ દીધો છે. આ પ્રકારના ઔપચારિક સમ્યકત્વ મોહનીયને જ ક્ષપક જીવ ક્ષય કરે છે, તત્ત્વ શ્રદ્ધારૂપ જીવના ભાવને તે ક્ષીણ કરતા નથી. એ ઔપચારિક સમ્યકત્વ રૂપ સમ્યકત્વના પુગલ-પુંજનો ક્ષય કરવાથી વિશુદ્ધતમ ક્ષાયિક સમ્યકત્વ ઉત્પન્ન થાય છે. જેમ નેત્ર પર લાગેલા સ્વચ્છ અભ્રપટલના દૂર થવાથી મનુષ્યને શુદ્ધ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. સ્વચ્છ અપટલના સમાન સમ્યકત્વના મુદ્દગલ-પુંજ છે. તેના ક્ષીણ થવાથી શુદ્ધ દષ્ટિ તુલ્ય વિશુદ્ધ અને નિર્મળતર તત્ત્વ શ્રદ્ધાન પરિણતિ પ્રગટ થાય છે. જેમ પાણીથી ધોયેલ જળયુત કિંચિત્ ભીનું વસ્ત્ર તડકામાં સૂકવવાથી જળના સર્વથા ક્ષીણ થવાથી અધિક નિર્મળ થાય છે, તેવી રીતે સમકિત-મોહનીયના ક્ષીણ થવાથી વિશેષ શુદ્ધ સમ્યકત્વ પેદા થાય છે - અસમ્યકત્વ નહિ. જેમ મત્યાદિ ચાર જ્ઞાનના આવરણ અને કેવળ જ્ઞાનાવરણના ક્ષીણ થવાથી કેવળજ્ઞાન રૂપ વિશુદ્ધતમ ક્ષાયિક જ્ઞાન પ્રગટ થાય છે નહિ કે મત્યાદિ આવરણના ક્ષયથી જીવ અજ્ઞ બને છે. આ રીતે ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થવામાંથી બાધક કર્મ જે કે ક્ષાયોપશમિક સમ્યકત્વની સાથે વિદ્યમાન છે. એ કર્મોનો ક્ષય થવાથી ક્ષાયિક સમ્યકત્વરૂપ વિશિષ્ટ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે, નહિ કે સમ્યકત્વનો અભાવ જ થાય છે. ઉક્ત ભાવોને આચાર્યએ નિમ્ન ગાથાઓમાં વ્યક્ત કરી છે - निव्वलिय मयण कोद्दव-रूवं मिच्छत्तमेव सम्मतं । खीणं न तु जो भावो, सद्दहणालक्खणो तस्स ॥ सो तस्स विसुद्धयरो जायइ सम्मत्त पोग्गलक्खयओ । दिट्ठिव्व सुण्ह-सुद्धब्भ पटलविगमे मणूसस्स ॥ जह सुद्ध जलाणुगयं वत्थं सुद्धं जलक्खए सुतकं । . सम्मत्त सुद्ध पोग्गल परिक्खए दंसणं चेवं ॥ સમ્યક્ત્વ-પ્રાપ્તિની પૂર્વ ભૂમિકા અનાદિ મિથ્યાષ્ટિ જીવ જ્યારે વિભિન્ન યોનિઓમાં ભ્રમણરૂપ અનેક પ્રકારની ઘાટીઓ અને ચઢાણોને પાર કરે છે, ત્યારે ક્યાંક જઈને તેને દુર્લભ સમ્યકત્વ-રત્નની પ્રાપ્તિ થાય છે. સંશી, પર્યાપ્ત, મંદકષાયી, ભવ્ય, ગુણદોષના વિચારની યોગ્યતાથી યુક્ત, સાકાર ઉપયોગમાં વર્તમાન, જાગૃત અવસ્થાના અભિમુખ જીવ જ સમ્યકત્વ-પ્રાપ્તિના યોગ્ય હોય છે. ૫. લબ્ધિઓ : સમ્યકત્વ પ્રાપ્ત કરવાની પૂર્વ પાંચ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે - (૧) ક્ષયોપશમ-લબ્ધિ, (૨) વિશુદ્ધિ-લબ્ધિ, (૩) દેશના-લબ્ધિ, (૪) પ્રયોગ-લબ્ધિ અને (૫) કરણ-લબ્ધિ. આ પાંચના સ્વરૂપ નિમ્ન પ્રકારના છે : (૧) અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરતા કરતા કોઈ આત્માને કોઈ સમય એવો યોગ મળે છે કે તે જ્ઞાનાવરણીય આદિ અષ્ટ કર્મની અશુભ પ્રકૃતિઓના અનુભાગ(રસ)ને [ઓપશમિકાદિ સમ્યક્ત્વોનાં સ્વરૂપ છેતેઓ ૧૧૦)
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy