SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી વાત એ છે કે વીતરાગ દશા તો દસમા ગુણસ્થાન પછી હોય છે. એના પહેલાંના બધાં ગુણસ્થાનોમાં રાગભાવ હોય છે. ચોથા ગુણસ્થાનમાં પણ રાગભાવ છે. જો ચોથા ગુણસ્થાનમાં નિશ્ચય-સમ્યગુદર્શન જ માનવામાં આવે છે, તો એ નિશ્ચય-સમ્યગદર્શન પણ રાગભાવમાં પ્રાપ્ત થાય છે અને રાગભાવમાં ધર્મ નથી તો નિશ્ચય-સમ્યગ્દર્શન પણ ધર્મ ન હોઈ શકે. કારણ કે ચતુર્થ ગુણસ્થાનમાં રાગની સત્તા છે. જો રાગની સત્તા હોવા છતાં ધર્મ હોઈ જ ન શકે તો સંવર પણ અધર્મની કોટિમાં આવશે. પાંચમા, છઠ્ઠા વગેરે ગુણસ્થાનોમાં વ્રત, મહાવ્રત, સમિતિ, ગુપ્તિ વગેરે સંવર હોય છે. ત્યાં રાગની સત્તા છે, તો શું સંવરને ધર્મ નહિ માનવાનો? તત્ત્વાર્થ સૂત્ર' જેવા સર્વમાન્ય ગ્રંથમાં આમ્રવના નિરોધને સંવર કહેવાયો છે - બનાવનરોથઃ સંવર?” - તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૧ स गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रै ॥ તત્ત્વાર્થ સૂત્ર, અ-૯, સૂત્ર-૨ હિંસા, જૂઠ, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહ વગેરે આસ્ત્રવોનો નિરોધ કરવો સંવર છે. આ સંવર ગુપ્તિ, સમિતિ, દશવિધધર્મ, અનુપ્રેક્ષા, પરિષહો પર વિજય અને ચારિત્ર દ્વારા થાય છે. ઉપર્યુક્ત સૂત્રમાં હિંસા વગેરેના નિરોધના ફળસ્વરૂપ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે સંવરધર્મ પ્રગટ થાય છે. પરંતુ ઉપર્યુક્ત ધારણાનુસાર આ સંવરધર્મને પણ હેય સમજીને છોડવો પડશે. કારણ કે આમાં પણ રાગ તો છે જ. જો જ્યાં રાગની સત્તા છે, ત્યાં ધર્મ નથી હોઈ શકતો, તો પછી “તત્ત્વાર્થ સૂત્ર” વગેરે સર્વસંમત ગ્રંથોમાં એને સંવર કેમ કહેવાય છે? જો આ વસ્તુતઃ સંવર નથી અને ઉપચરિત સંવર છે, તો એવા ઉપચારનું કથન સૂત્રકારે સ્વયં કેમ ન કર્યું? એકાંત-નિશ્ચયનયની દૃષ્ટિએ ઉપચાર અસભૂત છે મિથ્યા છે, તો ‘તત્ત્વાર્થ સૂત્ર'ના પ્રણેતા ઉમાસ્વાતિની સંવરની આ વ્યાખ્યા ઔપચારિક હોવાથી મિથ્યા જ લાગશે. સૂત્રકારે સંવરની જે પરિભાષા આપી છે, એમાં ક્યાંય ઉપચારનું કથન નથી. સૂત્રકાર જ્યારે કોઈ તત્ત્વની વ્યાખ્યા કે પરિભાષા કરે છે ત્યારે સદ્ભૂત કથન કરે છે. જ્યાં ક્યાંય પણ ઉપચારની વિવક્ષા થાય છે, ત્યાં “૩પવાર ' આ શબ્દ ઉલ્લેખિત થાય છે. તત્ત્વાર્થ સૂત્રનાં આ બે સૂત્રોમાં સંવરની પરિભાષા અને એનાં કારણ માત્ર બતાવ્યાં છે. અહીં ઉપચારની કોઈ ચર્ચા નથી કરવામાં આવી, પછી આ કથનને ઔપચારિક કેવી રીતે માની શકાય ? “તત્ત્વાર્થ સૂત્ર બધા જૈન સંપ્રદાયોને માન્ય છે. તત્ત્વાર્થ સૂત્ર'ના અધ્યાય-૬, સૂત્ર-૨૧માં સમ્યકત્વને દેવાયુના આસવનું કારણ કહ્યું છે - “સખ્યત્વે ચ” અર્થાતુ સમ્યગુદર્શનથી દેવાયુનો બંધ થાય છે. આ સૂત્રથી સ્પષ્ટ થાય છે કે સમ્યગુદર્શન પણ આસ્રવ અને બંધનું કારણ છે. ઉપર્યુક્ત એકાંત દૃષ્ટિના મતાનુસાર જેનાથી જરા પણ [ નિશ્ચય અને વ્યવહારનું રહસ્ય ૯૭
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy