SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવહારનય બે પ્રકારના છે - (૧) સભૂત-વ્યવહાર અને (૨) અસભૂત-વ્યવહાર. એક વિષયાશ્રિત વ્યવહાર સભૂત-વ્યવહાર છે અને પરદ્રવ્યાશ્રિત વ્યવહાર અસભૂત વ્યવહાર છે. ૩૫રિતસમૂતા - સુપરત – મેવતઃ | आद्यो द्विधा च सोपाधि-गुण-गुणिनिदर्शनात् ॥ એક દ્રવ્યાશ્રિત સભૂત-વ્યવહાર બે પ્રકારના છે - (૧) ઉપચરિત- ભૂત-વ્યવહાર અને (૨) અનુપચરિત-ભૂત-વ્યવહાર. સોપાધિક ગુણ-ગુણીના ભેદવાળું કથન ઉપચરિત-સભૂત-વ્યવહાર છે. જેમ કે “જીવ મતિજ્ઞાનરૂપ છે.” અહીં મતિજ્ઞાન જીવનું સોપાધિક સ્વરૂપ છે. કારણ કે એ કર્યાવરણ જનિત છે. આ સોપાધિક સ્વરૂપને માત્ર જ્ઞાનમય આત્મામાં ઉપચરિત કરવામાં આવ્યો છે, માટે એ ઉપચરિત-ભૂતવ્યવહાર છે. “કેવળજ્ઞાન યુક્ત આત્મા છે' આ કથન નિરુપાદિક ગુણયુક્ત ગુણીનો ઘાતક છે. કર્મરૂપ ઉપાધિથી રહિત હોવાના કારણે કેવળજ્ઞાન નિરુપાધિક છે. ગુણ-ગુણીના ભેદને કહેવાવાળા અનુપચરિત-સભૂત-વ્યવહાર છે. અસભૂત-વ્યવહાર બે પ્રકારના છે - (૧) ઉપચરિત અને (૨) અનુપચરિત. જેમ કે દેવદત્તનું ધન. અહીં દેવદત્ત એ ધનમાં અસંબદ્ધનો સંબંધ બતાવ્યો છે. પરંતુ આ સંબંધ કાલ્પનિક છે, માટે ઉપચરિત-અસભૂત-વ્યવહાર છે. જેમ કે “ઘીનો ઘડો લાવો' આ વાક્યમાં વ્રત અને ઘટનો સંબંધ ઉપચરિત નથી. કારણ કે ઘટમાં ઘી છે કે ભરેલું હતું. ઘીનો ઘડો (ઘીથી નિર્મિત ઘડો) વાસ્તવમાં હોતો જ નથી. માટે આ અભૂત-અનુપચરિત છે. નિશ્ચય અને વ્યવહારને લઈને અધ્યાત્મવાદીઓમાં અનેક પ્રકારની વિચારણાઓ અને ધારણાઓ પ્રચલિત છે. એના મર્મને ન સમજવાના કારણે આજકાલ વિવિધ પ્રકારના આગ્રહ દષ્ટિગોચર થઈ રહ્યા છે. કેટલાક તથા કથિત અધ્યાત્મવાદી (કાનજી સ્વામી વગેરે) એકાંત નિશ્ચયનયનું અવલંબન લઈને શુભભાવો પર સંવર રૂપ વ્રત-નિયમો પર જામેલી આસ્થાને ઉખાડવાનો કુપ્રયાસ કરી રહ્યા છે. તે નિશ્ચયનયના સોનેરી આવરણની પાછળ પોતાની સુવિધાવાદી સ્વચ્છંદ વૃત્તિને છુપાવવા માંગે છે. નિઃસંદેહ અશુભભાવની જેમ શુભભાવ પણ વિશિષ્ટ સ્થિતિમાં પહોંચ્યા પછી છૂટી જાય છે અને ત્યારે શુદ્ધભાવમાં આત્મા સ્થિત થઈ જાય છે. અશુભથી શુભભાવમાં (શુભ, શુભતર, શુભતમ) અને શુભભાવથી શુદ્ધભાવમાં પહોંચવું આત્માનો ઉદ્દેશ્ય અને લક્ષ્ય છે. આ ક્રમની ઉપેક્ષા નથી કરી શકાતી. જે આ ક્રમની ઉપેક્ષા કરવાનું સાહસ કરે છે, એ સાધનાથી નીચે પડી જાય છે. મુક્તિમહેલની સીડીઓ પર ચડતાં સાધકે આ ક્રમ ધ્યાનમાં રાખવો જોઈએ. સર્વપ્રથમ સાધકે પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ. એ લક્ષ્યને નિર્ધારિત કરતા એને આત્માના શુદ્ધ સત્-ચિત્ત-આનંદમય, કર્મકલંક-મુક્ત અને અનંત જ્ઞાનદર્શનમય સ્વરૂપને (૯૪) OOOOOOOOOOX જિણધો]
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy