SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ -૧ (સમ્યગદર્શનના ભેદ) તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યગુદર્શન છે, એ આગળનાં પાનાંઓમાં પ્રતિપાદિત કર્યું છે. જ્યાં વિશુદ્ધ તત્ત્વ શ્રદ્ધા પ્રગટ થઈ જાય છે ત્યાં મિથ્યાત્વમૂલક અંધકાર ક્યારેય થોભી શકતો નથી. પૂર્વમાં (પહેલા) એ પણ બતાવવામાં આવી ગયું છે કે જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેય જ્યારે સમ્યકત્વ સહિત હોય છે ત્યારે એમાં મોક્ષફળ પ્રદાન કરવાની શક્તિ હોય છે, કારણ કે સમ્યકત્વ રહિત જ્ઞાન, જ્ઞાન નથી અજ્ઞાન છે. સમ્યકત્વ રહિત ચારિત્ર, ચારિત્ર નહિ કુચારિત્ર છે અને સમ્યકત્વ રહિત તપ, તપ નહિ માત્ર એક પ્રકારનો કાયાક્લેશરૂપ કુતપ છે. પૂર્વ વર્ણનથી એ તો સ્પષ્ટ થઈ ગયું કે સમ્યગુદર્શનની ઉત્પત્તિ કેવી રીતે થાય છે? વાચક મુખ્ય ઉમાસ્વાતિએ પોતાના મૌલિકગ્રંથ “તત્ત્વાર્થ સૂત્રમાં પ્રતિપાદિત કર્યું છે - “તન્નસાથT માદા' - તત્ત્વાર્થ સૂત્ર, અ-૧, સૂ-૩ અર્થાત્ સમ્યગુદર્શનનો આવિર્ભાવ બે પ્રકારે થાય છે - એક નિસર્ગ અર્થાત્ સ્વભાવથી તથા બીજો અધિગમ અર્થાત્ અધ્યયન-શ્રવણ વગેરે પર નિમિત્તથી. સ્થાનાંગ સૂત્ર'માં સમ્યગુદર્શનના ભેદ બતાવતાં કહ્યું છે - 'सम्मदंसणे दुविहे पण्णत्ते, तंजहा-णिसग्गसम्मदंसणे चेव अभिगमसम्मदंसणे चेव ।' - સ્થાનાંગ સ્થાન ર, ઉદ્દે-૧, સૂત્ર-90 સમ્યગુદર્શનના બે ભેદ ઉત્પત્તિની ભિન્નતાને લઈને કરવામાં આવ્યા છે. જે સમ્યગુદર્શન બાહ્ય નિમિત્તોની અપેક્ષા ન રાખતાં સ્વયમેવ પ્રગટ થાય છે. એ નિસર્ગજ સમ્યગુદર્શન છે. જે સમ્યગુદર્શનની ઉત્પત્તિમાં બાહા નિમિત્તોની અપેક્ષા રહે છે અર્થાત્ જે વીતરાગ વાણી અને ગુરુના ઉપદેશ વગેરેના નિમિત્તથી પ્રગટ થાય છે એ અધિગમજ સમ્યગુદર્શન છે. નિસર્ગનો અર્થ છે - સ્વભાવ, પરિણામ અને અનિમિત્ત. જે સમ્યગુદર્શન સ્વભાવથી અર્થાત્ કોઈ બીજાના ઉપદેશ વગર સ્વયં આત્માનાં પરિણામોથી ઉભૂત થાય છે એ નિસર્ગ સમ્યગુદર્શન છે. બાહ્ય સંયોગો વગર અને નિમિત્તોના સ્વયં આત્મામાં જ સહજ રૂપથી જે સ્વરૂપ બોધની જ્યોતિ સળગે છે, જેનાથી સત્યદૃષ્ટિનો પ્રકાશ જગમગવા લાગે છે એ નિસર્ગ સમ્યગુદર્શન છે. એ જ્યોતિનું ઉપાદાન કારણ સ્વયં આત્મા છે. જ્યારે આત્માની ગતિ સંસારબંધનથી ઉપરત થાય, સહજભાવથી દિશા બદલીને મોક્ષની તરફ થવા લાગે છે ત્યારે આત્માની આ જ સ્થિતિને નિસર્ગજ સમ્યગુદર્શન કહેવાય છે. આ જ્યોતિને જગમગાવવામાં એ આત્માને એ જીવનમાં કોઈ ગુરુ કે શાસ્ત્ર વાણીનું અવલંબન નથી લેવું પડતું. એના અંતરંગથી જ સહજ રૂપથી એ જ્યોતિ પ્રજ્વલિત થઈ જાય છે. આનો અર્થ એ નથી કે એના પ્રગટ થવામાં કર્મોનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમની આવશ્યકતા નથી હોતી. ક્ષયોપશમાદિની અપેક્ષા તો હોય જ છે. આ ક્ષયપદમાદિ નિસગંજ સમ્યગદર્શનમાં બાહ્ય ( ૮૮ છે . આ જિણધમ્મો
SR No.023357
Book TitleJina Dhammo Part 01
Original Sutra AuthorN/A
AuthorNanesh Acharya
PublisherAkhil Bharatvarshiya Sadhumargi Jain Sangh
Publication Year
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy