SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પ્રાપ્તિનું કારણ શ્રીસિદ્ધગિરિ તીર્થ છે, એમ જાણે પ્રભુને વંદન કરવા આવ્યા. ત્યાં પ્રભુએ તે દેવને મયૂરદેવ કહીને બોલાવ્યો. ત્યારે ઈન્ડે પૂછયું કે, “હે સ્વામી! આ મયૂરદેવ કોણ? પ્રભુએ કહ્યું કે, આ અહિં તીર્થ ઉપર દેશના સાંભળી શાંત થયે હતું અને જીવવધ ત્યજી દઈ અનશનવ્રત લીધું હતું. આ તીર્થના પ્રભાવે મયૂરતિયચના ભવમાંથી ચોથા દેવલોકમાં દેવ થયો છે. અને આવતા ભવમાં આ તીર્થ ઉપર સિદ્ધિપદને પામશે. (રાયણના પગલાની દેરીની બાજુમાં ગોખલામાં મયૂર કરે છે એ મને ખ્યાલ છે– સંપાદક) (૩) સિંહ પ્રતિષ્ઠાનપુર નગરમાં એક બ્રાહ્મણ દિન-પ્રતિદિન હિંસામય યજ્ઞ કરાવતે હતે. એક વાર યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યાં કઈ મુનિએ કહ્યું કે “ભરત મહારાજાએ ધર્મમય વેદ રચેલા છે, તે વેદના અર્થને બદલીને આ પેટભરૂ હિંસા કરી અનર્થ કરી રહ્યો છે?” મુનિના વચને સાંભળી આ બ્રાહ્મણ મુનિને મારવા જતાં વચમાં યજ્ઞસ્તંભ સાથે અથડાઈ મરણ પામે. મુનિના દર્શનથી સિદ્ધગિરિ તીર્થસ્થાનમાં સિંહ થયો. એક વાર શ્રી શાંતિનાથ ભગવાન ધ્યાનસ્થ રહેલા છે, ત્યાં પેલે સિંહ આવ્યો. પ્રભુને મારવા માટે એકદમ કુદ્યો, પણ વચમાં પટકાઈ પડે. આમ વારંવાર વચમાં પછડાવાથી સિંહ વિચારવા લાગ્યો કે “વચમાં કેઈ નથી છતાં હું ફાળ કેમ ચૂકી જાઉં છું. નકકી આ કઈ મહાન પુરુષ લાગે છે.” આમ વિચારતાં પૂર્વભવનું સ્મરણ થઈ આવ્યું. ત્યાં પ્રભુએ તેને પ્રતિબંધ કર્યો અને કહ્યું કે, તે પૂર્વભવમાં પાપ કર્મો કર્યા તેથી તે તિર્યંચગતિમાં ઉત્પન્ન થયે છે. હાલમાં તીર્થકરનું સાનિધ્ય મળવા છતાં અતિરેષ કરીને નરકની માતા તુલ્ય હિંસાને કેમ હજુ આચરે છે? પૂર્વભવમાં મુનિને મારવા જતાં તત્કાલ તને મરણ તુલ્ય ફળ મળ્યું, માટે જીવહિંસા છોડી દે અને દયામય ધર્મને આચર, ખેદ પામ્યા વગર આ તીર્થની આરાધના કર, તીર્થના પ્રભાવે તને દેવગતિ મળશે અને એક અવતારે તારે મેક્ષ થશે. આવી પ્રભુની વાણી સાંભળતાં સિંહ પ્રભુનું ધ્યાન કરવા લાગ્યો અને મુનિના જે શાંત ચિત્તવાળે થયો. આયુષ્યના અંતે શુભ ભાવમાં મરણ પામી દેવેલેકમાં ગયે. ત્યાંથી મનુષ્ય જન્મ પામી મેક્ષમાં જશે. (૪) હંસ કેટલાક મુનિવર શ્રીસિદ્ધગિરિજી તરફ વિહાર કરી રહ્યા હતા. કેઈ જંગલમાં તરફડતે (૫૬)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy