SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન મારા કર્મને દેષ. પોતાના પતિનું સત્ય દેખાડવા ચંદ્રરાજાના પગ પેઈને પાણી તત્કાલ કુષ્ઠીને પાયું, અને તે તત્કાલ નિરેગી થયે. ગુણાવલીને જાણ એક રાત્રીએ ચંદ્રરાજાને ગુણાવલી યાદ આવી. મારી ગુણવલીનું શું થતું હશે? કુકડા સાથે છુટા પડતા મેં વચન આપ્યું છે કે મનુષ્ય થઈશ ત્યારે તુર્ત તને સમાચાર આપીશ. મારે તેને ભુલવી ન જોઈએ. પ્રભાતનું કાર્ય પરવારીને પત્ર લખ્યા. પોતાના વિશ્વાસુ માણસને બોલાવીને પત્ર આપીને કહ્યું કે–આ પત્ર મંત્રીને અને ગુણાવલીને આપજે. તારા આવ્યાના સમાચાર કેઈને જાણવા ન દઈશ. પરદેશના ગુલાબ કરતાં સ્વદેશને કાંટો વ્હાલે હેય. માણસ ગયે અને ખાનગી પત્ર આપ્યું. કુદરતી રીતે આભાપુરીમાં ખબર પડી ગઈ વીરમતી વેર લેવા તત્પર થઈ ફરતી ફરતી વાત વીરમતીએ જાણું. તેને અત્રે આવવા જ નહિ દઉં. ગુણાવલીને બોલાવી, મેં સાંભળ્યું છે કે કુકડે ચંદ્રરાજ થયો. તું અહીં જ રહેજે. હું જઈને તેને પુરો કરી આવીશ. ગુણાવલી બેલી તે માણસ કયાંથી થાય? માટે જે કરે તે વિચારજે. વીરમતીએ પિતાના દેવને બોલાવીને વાત કરી. દેવે કહ્યું હવે અમારાથી તેનું વિપરીત નહિ થાય. તેને તે હવે માન આપવું ઘટે. તેથી તે ઉલટી ગુસ્સે થઈમંત્રીને કહ્યું “રાજ સંભાળજે.” હું વિમલાપુરી જાઉં છું. દેએ આવીને ચંદ્રરાજાને સમાચાર પહેલેથી આપ્યા. આકાશ માર્ગે વીરમતી આવી. ચંદ્રરાજ લશ્કર સાથે બહાર નીકળ્યો. કહે કે માતાજી ગુસ્સો ન કરો. તેના કહેવાથી તે વધારે ગુસ્સે થઈ ચંદ્રરાજાએ બખ્તર પહેરેલ છે. વીરમતીએ તલવાર ફેંકી. તે ચંદ્રરાજાના બખ્તરને અડીને પાછી વળી અને વીરમતીને વિંધી નાખી. દેવતાઓએ ચંદ્રરાજા પર પુષ્પ વૃષ્ટિ કરી. વિમલાપુરીમાં ડંકા વગડાવ્યા. પ્રેમલા ખુશ થઈ. પ્રેમલા, ચંદ્રરાજા સાથે સુખ ભોગવે છે. વીરમતીના મરણના સમાચાર આભાપુરીમાં પહોંચી ગયા. ગુણવલી ઘણી ખુશ થઈ ગુણવલીને પત્ર ગુણાવલીએ પત્ર લખે. અને લખ્યું કે મારી બહેન પ્રેમલાલચ્છીનું સુખ સિદ્ધ કર્યું ખરૂં? પણ તે હજી ગુરી જીરીને દિવસે કાપું છું. (૫૦)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy