SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સૂર્યાવ-સૂર્ય કુંડના મહિમા તે દ્વેષથી મુનિને પીડા કરવા લાગ્યા. તેમણે રાઝને મારી નાંખ્યા. તે ઉજજયણી પાસે, વડની પોલાણમાં, મહાઝેરી સર્પ થયા. તે મુનિ આવીને વડ નીચે કાર્યાત્સ`માં રહ્યા. મુનિને જોતાં સપને દ્વેષ પ્રગયા. મુનિને દશ કરવા દોડયા. મુનિએ તપની શક્તિથી તેને મારી નાંખ્યા. તે દરિદ્ર બ્રાહ્મણને પુત્ર થયેા. મુનિ વિહાર કરતાં તે ગામમાં આવ્યા. ત્યાં બહાર મુનિ બેઠા. પેલા બાહ્મણ પુત્ર મુનિને જોઇને પૂના સંસ્કારથી મારવા ધસ્યા. લાકડીથી પ્રહાર કરતાં, તે બાહ્મણુ પુત્રને, ક્રોધથી મુનિએ મારી નાખ્યા. અકામ નિર્જરાથી કોઈક પુણ્યના ઉદયે કાશીમાં મહાબાહુ રાજા થયેા. રાજ્ય કરતાં એક વખત મહેલના ઝરુખામાંથી, સમતા સાગર મુનિને જોયા. મનમાં વિચાર આજ્યેા. સમતા સાગર મુનિને જોઇને મને કેમ પાપ બુદ્ધિ થાય છે ? તે વિચારતાં જાતિ સ્મરણ જ્ઞાન થતાં, પૂના પેાતાના પક્ષી, ભિલ્લુ, સિંહ, વ્યાધ્ર, રાઝ, સર્પ, બ્રાહ્મણ અને રાજા એમ ભવા જોયા, અને પૂના ભવામાં ત્રિવિક્રમ મુનિથી પાતે મરાયા, તે જોયું. આથી રાજાએ પેાતાના ભવાના અડધા શ્લોક લખ્યા અને જાહેર કર્યું કે—આ મારા અર્ધા લેાકને જે પૂરશે તેને લક્ષ સોનામહાર આપીશ. લેાભી સઘળા વિદ્વાનેા તે પુરવાના પ્રયત્ન કરે છે. કોઈથી તે શ્ર્લાક પૂર્ણ કરાતા નથી. તેવામાં ત્રિવિક્રમ મુનિ વિચરતા ત્યાં આવે છે. પેલા અર્ધા લેાકને સાંભળે છે, પોતાને જાતિસ્મરણ જ્ઞાન થાય છે. તેથી પોતે ઉત્તરા પૂરી આપે છે. જેણે આ સાતને ક્રોધથી હણ્યા છે, તેનું ખરેખર શું થશે ? મુનિએ પૂરી કરેલી સમશ્યા લઈને એક પામર દરબારમાં જાય છે, અને રાજાને કહે છે. રાજા વિચારે કે આ સમસ્યા આ પામથી પૂર્ણ ન થાય. રાજાએ તેને પુછ્યું. “હું વિદ્વાન આ સમશ્યા પૂરનાર કોણ છે? તે મને જલ્દી કહે.” તેણે રાજાના આગ્રહથી કહ્યું કે–આ શ્ર્લાકને પૂરનાર મુનિ જંગલમાં પધાર્યા છે. તેમને આ સમશ્યા પૂરી છે. (શ. મા. પૃ. ૮૦) આ વાત સાંભળીને, રાજા મુનિને મળવાની ઈચ્છા વાળા થયેલ, સૈન્ય સાથે વનમાં આણ્યે. પૂર્વ જન્મના જ્ઞાનથી, મુનિને વંદન કરી કહેવા-લાગ્યા કે મને મારા અપરાધની ક્ષમા આપે.. આપના પ્રતાપે આ રાજ્યને પામ્યા છું. આવું રાજાનુ વચન સાંભળી, મનથી મુનિએ ક્રોધ ઉપર કાબુ મેળવી રાજાને કહ્યું, કે ધિક્કાર મને છે કે મુનિ થવા છતાં પાપી એવા મે', અનેક તારા ભવામાં તારો નાશ કર્યાં. મેં મારું જ્ઞાનરુપ વૃક્ષ મૂળમાંથી ઉખેડી નાખ્યું. આમ રાજા અને મુનિ વાત કરે છે, ત્યાં આકાશમાં દુન્દુભિના નાદ થયા. આકાશમાં જોતાં, દેવાએ જણાવ્યું કે ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યાં છે. (૩૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy