SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહામ્ય ફળ આપે તેવી પવિત્ર માટી અહીં છે. આદીનાથ ભગવાનની પૂજા માટે કુદરતી રીતીએ અહીં મૂલ્યવાન રત્ન વિગેરે થાય છે. દેવેએ પૂજા કરેલા ચોવીસ તીર્થકરે સેરઠમાં વિચર્યા હતા. ચક્રવર્તિઓ, વાસુદેવ, બળદે, વગેરે શ્રેષ્ઠ પધારેલા છે. જ્યાં અનેક મુનિઓ સિદ્ધિ પદને વરેલા છે. દુમિનેને નાશ કરનાર, દાતાર પૂજ્યવાન, સમદષ્ટિવાલા, પ્રસન્ન મુદ્રાવાળા ડાહ્યા ગુણવાલા રાજાઓ થયા છે. મનુષ્ય પોતાની સ્ત્રીમાં સંતોષ માનનાર, સ્ત્રીઓ પોતાના પતિમાં સંતોષ માનનાર, નિર્લોભિ વગેરે ગુણોવાળા મનુષ્ય અત્રે વસે છે. ઐશ્વર્યવાળા ક્ષત્રિયે પણ અત્રે છે. સુંદર ગાયો, ભેંસો બંધન રહિત ફરી શકે છે. નિર્ભયપણે તિર્યો અહીં રહી શકે છે. ધનવાન લાકે નગરમાં વસે છે. આવા સેરઠ દેશના, માથાના મુકુટ સરખો આ શ્રી શત્રુંજય ગિરિવર છે. તે ગિરિરાજને સંભાળવાથી પણ અનેક પાપ નાશ પામે છે, અને કેવળજ્ઞાન થાય છે. હે ઈન્દ્ર? સિદ્ધાચલન જેટલું મહિમા કેવળજ્ઞાનથી જાણે છે તેટલો જીભે બેલી શકાતા નથી. મોઢે થોડો જ કહેવાય છે. જેમ બેબડે માણસ સાકર ખાવા છતાં તેના રસને કહી શક્ત નથી. ત્રણે લેકના તેજના ધામરૂપ, આ ગિરિરાજના નામ સ્મરણ માત્રથી પણ પાપ નાશ પામે છે. શત્રુજ્ય, પુંડરિક, સિદ્ધાચલ વગેરે ઘણું સુખને આપનારાં આ ગિરિના ૧૦૮ નામ છે. તે નામનું સવારમાં સ્મરણ કરનારની સઘળી પીડાઓ ટલી જઈ, સંપત્તિ મળે છે. આનું યુગના આરંભમાં સિદ્ધાચલ નામ હતું. શત્રુંજયનાં દર્શન થવાથી, બધા તીર્થ ભેટયાનું ફળ મળે છે. કર્મભૂમિમાં જુદા જુદા ઘણા તીર્થો છે. પણ સઘળા પાપને નાશ કરનારું સિદ્ધાચલ જેવું બીજું તીર્થ નથી. તીર્થદર્શનમાં ફળની વૃધિ કુતીર્થમાં કરેલા દાનાદિથી દસગણું પુણ્ય જંબૂવૃક્ષે થાય છે. તેનાથી ધાતકી ચૈત્યમાં હજારગણું, તેથી પુષ્કર વગેરે કરતાં દસહજારગણું. વૈભાર, સંમેતશિખર, વૈતાઢય, મેરુમાં દસલાખગણું, રેવતાચલ અષ્ટાપદે, કેટગણું અને બધાથી અનંતગણું ફળ શત્રુંજયના દર્શન વડે પ્રાપ્ત થાય છે. જે ફળ આ ગિરિની સેવાથી મળે છે તે વચન અગોચર છે. (શ. મા. પૃ. ૩૩) ગિરિરાજનું પ્રમાણ આ અવસર્પિણીના પહેલે આરે એંસી, બીજે સિત્તેર, ત્રીજે સાઈઠ, એથે પચાસ, પાંચમે બાર જન અને છટૂઠે આરે સાત હાથ જેટલા પ્રમાણવાલે આ ગિરિ હોય છે. અવસપણીમાં (૧૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy