SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ માહાસ્ય શત્રુંજય ક૫ પર શુભશીલ ગણિકૃત વૃત્તિ છે. તેમાં તેના આરાધકની ઘણીજ કથાઓ આપેલી છે. વળી શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, શ્રીનાભિનંદન જીર્ણોદ્ધાર-પ્રબંધ શ્રી શત્રુંજય તીર્થોદ્ધાર રાસ, વિવિધ તીર્થક વગેરે પ્રૌઢ ગ્રન્થ પણ છે. તીર્થમાલાઓ, નવાણું પ્રકારી પૂજા, નવાણું અભિષેક પૂજા, સ્તોત્રો, સ્તુતિઓ, ચૈત્યવંદન, સ્તવન વગેરે મળે છે. તેમજ વીસમી સદિમાં રચાયેલી, નાની મોટી પુસ્તિકાઓ પણ મળે છે. અત્રે તો મોટે ભાગે શ્રી શત્રુંજય માહાસ્યને આધાર જ લે છે. (આટલા માટે શ્રી શત્રુંજય માહાસ્યનું જે ભાષાંતર જૈન પત્ર બહાર પાડ્યું છે તે લીધું છે. (ઈ.સ. ૧૯૧૭) શત્રુંજય અને જેમ્સ બસ એક વાત અત્રે જણાવવી જરૂરી છે કે પાશ્ચાત્ય વિદ્વાન જેમ્સ બર્ગેસ, શ્રી શત્રુંજય ગિરિરાજ, પવિત્ર છે એમ સમજતા હતા અને તેને જોઈને એના કેવા પવિત્ર વિચાર આવ્યા હશે તે તેના લખાણથી અને તેને બહાર પડાવેલ શત્રુંજય પુસ્તક ઉપરથી આપણે સમજી શકીશું. ઈ. સ. ૧૮૬લ્માં મુંબઈની યુરોપીયન કંપનીના સહકારથી (SYXES & DWYER, COMPANY Photographas, BOMBAY.) તેણે શત્રુંજય અંગેના અંગ્રેજી લખાણ અને ગિરિરાજના પિસ્તાલીસ ફેટા સાથે પુસ્તક બહાર પાડ્યું હતું. તેનું પુનર્મુદ્રણ ગુજરાત ગર્વમેન્ટ ઈ. સ. ૧૯૭૬માં કર્યું. તેના જ ઉપરથી, કલકત્તામાંથી નીકળતા ત્રિમાસિક જૈન જર્નલમાં, શ્રીમાન લલવાણીએ જેમ્સ બગેસને આભાર સ્વીકાર સહિત “શત્રુંજય પુસ્તક બહાર પાડ્યું. સો વર્ષ પૂર્વે તેને કેટલી પ્રતિકુળતા અને કેટલી અનુકુળતા હશે તે તે તે પિતે જ જાણે. કહેવું જોઈએ અને માનવું પડશે કે તેણે અથાગ પ્રયત્ન કરીને, તે પુસ્તક બહાર પાડ્યું છે. વર્તમાન કાળમાં, તેના જેટલા ફેટા મુકીને હજી સુધી કેઈએ પુસ્તક બહાર પાડ્યું નથી. ખરેખર, મને પ્રમાદમાં પડેલાને તે પુસ્તક જોઈને, શ્રી શત્રુંજય ગિરિરાજ દશન બહાર પાડવાને મને રથ થયે. જો કે મેં પૂર્વે તે તે પુસ્તક જોયું ન હતું પણ ભાવના થવાથી વિ. સં. ૨૦૨૬ માં મેં શેઠ આ. ક. ની પરવાનગી લેવા સાથે ૮૫ ફેટા પડાવ્યા હતા. આથી એ મારા મનોરથને સાર્થક કરવા હું તૈયાર થયે અને બીજા પણ થોડા ફેટા લેવડાવ્યા. શત્રુંજય, જૈન જનલને શત્રુંજય અંક અને શેઠ આ. ક. ની બહાર પાડેલ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટુંક પરિચય) એ બધાને ભેગા કરીને આ પુસ્તક બહાર પાડવા ઉદ્યમવંત થયા. સંસ્કૃત સાહિત્ય અને સ્થાપત્યની દૃષ્ટિને લક્ષ્ય બિન્દુમાં લઈને આ પુસ્તક તૈયાર કર્યું છે. શ૨
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy