SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રસિદ્ધગિરિસ્તવઃ ઉપાયં શ્રાદ્ધાનાં નિબિડતરકમ પહયે, ઉપપૃધ્યેયં તચરમભવવદ્દોષદલનમ છે રપા (ભાષાંતરકાર- સ્વ. ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમાણિયસાગરસૂરીશ્વરજી) સિદ્ધગિરિરાજને દુર્ભ કે અભવ્ય નજરે જોતા નથી, આવા અગણિત પ્રભાવશાલી ગિરિરાજનું શ્રેષ્ઠ યતિઓ ધ્યાન કરે છે. ૧ પ્રવપક્ષ-અહિં કેટલાક કહે છે કે, તેવા પ્રકારના (અભવ્ય-દુર્ભવ્યાદિ) છે સિદ્ધગિરિને ભાવથી જોતા નથી. જે કે-હરિભદ્રસૂરિજીએ અભવ્યના ચિહમાં આ કહ્યું નથી પરા પણ તેમણે આત્માર્થિપણને નિષેધ યત્નથી કર્યો છે. આથી દ્રવ્યથી ન જુએ એમ નહિ પણ ભાવથી ન જુએ. ૩ (ભાવથી ન જુએ એમાં બીજું પણ કારણ છે) આચારાંગ સૂત્રમાં ભવ્યતાને જણાવનાર ભવ્યાભવ્યતાને સંશય કહે છે, ત્યાં પુંડરીક ગિરિનું દર્શન નથી કહ્યું. ૪ તેમજ “આને (અભવ્યાદિને) ભાવથી દર્શન થયું છે” આવું ગુરૂગમથી કે આગામથી સાંભળવામાં પણ આવ્યું નથી. આથી આનું (સિદ્ધગિરિનું) ભાવથી દર્શન આસનભવ્યતાને જણાવે છે. (અર્થાત્ અભવ્યાદિકને ભાવથી દર્શન ન હોય.) પાપા ઉત્તરપક્ષ-આ બરાબર નથી, કારણ કે–તેને (અભવ્યાદિકને) અન્ય તીર્થ કે જિનપ્રતિમાનું ભાવથી દર્શન સંભવતું નથી; (તે પછી) સિદ્ધગિરિની તે વાત જ ક્યાંથી? દા (કદાચ એમ માને) આને (સિદ્ધગિરિને) મહિમા નહિ થાય! અન્યત્ર (દર્શનમાં ) વિશેષણને આશ્રય કરવાથી (એટલે દર્શનનો મહિમા થશે.) વળી અભવ્યને (તેમ) મોક્ષની ઈચ્છા જ નથી. તે જ આનું (સિદ્ધગિરિના અદર્શનનું) કારણ છે. aછા ઉત્તમ ગુરૂઓ સિદ્ધગિરિનું મુખ્ય શિખર રૈવતગિરિ કહે છે, જ્યારે રૈવતગિરિ જેવા છતાં પાલક વડે ભવ્યતા પ્રાપ્ત કરાઈ નહિ ૮ અભિયુક્ત પુરૂએ (પૂર્વાચાર્યોએ) સંબોધમાં (જાણવામાં) લક્ષણે ઉપલક્ષિત કર્યા છે, (ઓળખવા ચિહો કહ્યાં છે.) પણ તમારે માન્ય (કહેલો) ભવ્યાભવ્યત્વને સંશય નથી કહ્યો છે (ત્યાં કહેલ સંશય ભવ્યતાનું ચિહન નથી પણ આગળ કહેશે તેમ મેહ દૂર કરવા માટે કહ્યો છે.) (આત્માર્થિપણું ભવ્યને હેય તેથી) આત્માર્થિપણાથી દર્શન કરનારને આસન્નભવ્યતા સારી રીતે હોય એ સિદ્ધાંતકારોએ સ્વીકાર્યું છે, તેમાં વિવાદ નથી. પ૧ના (૨૨૩)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy