SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ CE પ્રકરણ–૨૦ મું શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનો વહીવટ ગિરિરાજ શ્રી શત્રુંજયના આશરે ચાર વર્ષ પહેલાંના વહીવટ સંબંધી જે છૂટીછવાઈ અને આછી-પાતળી વિગતે મળે છે, તે ઉપરથી કંઈક એવું તારણ નીકળી શકે છે કે, જે વખતે જે શહેર ગુજરાતનું પાટનગર હોવાનું ગૌરવ ધરાવતું હતું, તે વખતે મોટે ભાગે એ શહેરને શ્રીસંઘ શ્રી શત્રુંજય તીર્થને વહીવટ સંભાળવાની જવાબદારી વહન કરતે હતે. અને આ તીર્થને વહીવટ સંભાળ એ મેટા પુણ્યનું તથા ગૌરવનું નિમિત્ત લેખાતું હતું. એટલે જેમના ઉપર આ જવાબદારી આવી પડતી હતી, તેઓ ખૂબ ઉલ્લાસથી એને પૂરી કરતા હતા. પાટણ અને ધોળકાના સંઘને વહીવટ આ રીતે સોલંકી કાળમાં શ્રી શત્રુંજય તીર્થને વહીવટ તે વખતના ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણના સંઘના હાથમાં હતું. જપારે વાઘેલા રાજ્યશાસનમાં મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળના સમયમાં પાટણના બદલે ધવલક્કપુર (વર્તમાન ધોળકા) ગુજરાતની રાજધાની બન્યું ત્યારે, આ મહાતીર્થને વહીવટ ધોળકાના સંઘે-ખાસ કરીને મંત્રી વસ્તુપાલ તેજપાલન બંધુ બેલડીએ સંભાળ્યું હોય એ અણસાર સાહિત્યમાંથી (પુરાતનબંધસંગ્રહ પૃ. ૬૪માં સુચવાયેલ એક કથા ઉપરથી) મળે છે. ૧ “શ્રી તીર્થાધિરાજ શત્રે જય ઉપર થયેલ પ્રતિષ્ઠાને અહેવાલ’ પુસ્તકમાં આપ્યા પ્રમાણે આ. ક. પેઢીને અધિકાર આપ્યો છે. (૨૧૩)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy