SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દઈન ૧. તેના પાંચમા · સેલગ’ અધ્યયનમાં શત્રુંજય ’ પર્યંતના ‘ પુ‘ડરીક ’ ગિરિના નામથી એ ઠેકાણે ઉલ્લેખ છે. ૨. શુક અનગાર સામાયિક વગેરે ચૌદ પૂના અભ્યાસ કરી સયમપૂર્વક ગામે ગામ વિહરવા લાગ્યા. થાવચ્ચાપુત્ર પણ નીલાશેાક ઉદ્યાનથી નીકળી પેાતાના પિરવાર સાથે પુ'ડરીક ગિરિ ઉપર ગયા. તથા ત્યાં પેાતાનું શેષ જીવન પૂરૂ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. 3. ત્યારબાદ શુક મુનિ પેાતાના પરિવાર સાથે સેલકપુરના સુભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળી ગામે ગામ ફરતા · પુંડરીક ' ગિરિ ઉપર આવીને રહેવા લાગ્યા. ૪. પંથકનું વચન સાંભળતાં જ સેલક સચેત થયા અને વિચારવા લાગ્યા કે જે વિષય વિલાસાને છોડવા હું કટિબદ્ધ થયેલા, તેમાં જ હું પાછો સપડાયા છું, અને શિથિલ થઈ ને એક સ્થાને જ પડી રહ્યો છું. મારૂ' તીવ્રતપ કે સ્વાદે'દ્રિયના જયની મારી ઉગ્ર સાધના કયાં? અરેરે! આ શું થયું ? આમ વિચારી સેલગે વાપરવા આપેલાં સેજ, સથાર, પીઠ અને ફલક તેમના માલિકને પાછાં સોંપી દઈ, ખીજે દિવસે જ એ સ્થાન છેડી પથક સાથે વિહાર કરી જવાના નિશ્ચય કર્યાં, બહાર ગયેલા શિષ્યાએ સેલકના સંકલ્પ જાણ્યા એટલે તેઓ પણ તેની સાથે રહેવા પાછા આવ્યા. તે બધાએ પુ ડરીક ગિરિ ઉપર જઇને પેાતાનું શેષ જીવન વ્યતીત કર્યુ. ૫. તેના સેલમા અવરકકા અધ્યયનમાં શત્રુ'જય ગિરિના આ પ્રમાણે ઉલ્લેખ છે. ત્યાં યુધિષ્ઠિર સિવાયના ચાર અનગારેએ નગરમાં ભિક્ષા લઈને આવતાં સાંભળ્યું કે અરિષ્ટનેમિ અર્જુન ઉજ્જય ત શૈલના શિખર ઉપર જઈને મેક્ષ પામ્યા છે. એટલે તેમણે પાંચે જણે ભેગા થઈને શત્રુંજય ગિરિ ઉપર જવાના વિચાર કર્યાં. તેમણે આણેલે આહાર ચેાગ્ય સ્થળે પરવી દ્વીધા અને તે પહાડ ઉપર જઈને તેઓ તપ કરતા રહેવા લાગ્યા. તથા તપ, સંયમ, ત્યાગ, અનાશિકૃત વગેરે ગુણાને સંપૂર્ણપણે ખીલવીને કાળ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. ૬. દ્રૌપદી આર્યાં પણ શુદ્ધ ભાવે બહુ સમય સુધી સંયમને પાળતી બ્રહ્મ દેવલેાકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી મહાવિદેહમાં જન્મ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. અંતકૃદશામાં પણ બીજા અધિકારો હશે પણ તે હું મેળવી શકયા નથી. શત્રુ ંજય ગિરિરાજનુ સારાવલીપયન્તામાં વણુ છે, એમ સ્તવન વગેરેમાં આવે છે, પણ તે છપાયે કે ન છપાયે તે ખ્યાલ મને નથી. છપાયા હાય તે તે મે જોયા નથી અને હસ્તલિખિતમાં જોવા પ્રયત્ન કર્યાં નથી. જ્ઞાતાજીનું મૂળ સૂત્ર અત્રે લીધું નથી. Bસારાવલી પયન્નાની વાત સ્તવનેામાં આવે છે પણ મે તે ગ્રંથ જોયા નથી એટલે તેના ઉલ્લેખ કર્યો નથી. (૨૦૮)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy