SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ JBBBBBBBE પ્રકરણ-૧૬ સુ પટ જીહારવાની પ્રથા દર વરસે ચાતુર્માસ દરમિયાન સાધુ, સાધ્વી એક સ્થળે સ્થિરતા કરે છે, અને ચાતુર્માસમાં આરાધનાના લાભ સંઘને પણ મળે છે. ચાતુર્માસ પૂરું થાય એટલે ગિરિરાજ શ્રીશત્રુ ંજયના દનની છૂટ થાય છે. તેથી કારતક સુદ પુનમના દિવસે ચાતુર્માસનું પરિવર્તન કરાવવામાં આવે છે. અને તે તે ગામના ચતુર્વિધ સંઘ ગામની બહાર યેાગ્ય સ્થળે શ્રીશત્રુંજય ગિરિરાજના પટ બાંધી તેનાં દર્શીને નીકળે છે. મુળ હેતુ તેા શ્રીગિરિરાજની યાત્રા કરવાના હોય છે, પણુ જ્યારે એ શક્ય ન હેાય ત્યારે ગિરિરાજને જુહારવાના બહાને ગામ બહાર પટ બાંધી, ત્યાં કે ૧૦૮ ચૈત્યવદન અને ખમાસમણાં દેવામાં આવે છે. પટ જીહારતી વખતે કાઈ ૨૧ ખમાસમણાં દે છે. આ પટ જુહારવાની પ્રથા કેવી રીતે શરૂ થઇ તેના ઉલ્લેખ કઇ જગ્યાએથી મને મળયા નથી; પણ અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજી પાસે શાંતિદાસ શેઠ (પેઢીના વહીવટદાર)ના વખતના સં. ૧૬૭૯ ના પટ હજુ વિદ્યમાન છે. જાણવા પ્રમાણે આ પટને અમુક ભાગ માગ’ના તાજેતરના અકમાં છપા છે. આ ઉપરાંત સુરતમાં એક પાટિયા પર ૧૦૦૮ ફૂટના એક પટ ચીતરેલા સ ́વત ૧૭૮૦ ના મેાજુદ છે. આ પરથી પટ જીહારવાની પ્રથા ઘણી પ્રાચીન છે એમ કહી શકાય. (વળી સુરતના સૈયદપૂરામાં શ્રીન'દીશ્વરદ્વીપનું દેરાસર છે. ત્યાં લાકડાની નંદીશ્વરદ્વીપની અપૂર્વ રચના છે. આ રચના શ્રાવણ સુદ આઠમથી ભાદરવા સુદ ૮ સુધી ગોઠવવામાં આવે છે. અને તે વખતે ડુંગરા પર પ્રતિમાજી પધરાવવામાં આવે છે. વળી ત્યાં મંદિરના માળ પર (૨૦૦)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy