SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન થાય છે. રસ્તામાં શેત્રુંજી નદી આવે છે. અત્યારે આ નદી પર બંધ બંધાય એટલે આ બાર ગાઉની યાત્રા ખેરવાઈ ગઈ છે. પણ બંધ બંધાયો તે પહેલાં યાત્રાળુ પાલીતાણાથી નીકળી ભંડારીયાના દર્શન કરી કદાબગિરિ ચડી ગિરિ ઉપર પગલાના દર્શન કરતા, ત્યાં શ્રીઆદીશ્વર ભગવાનનાં પગલાંના દર્શનનો લાભ પણ મળતું. અહીં ચૈત્યવંદન કરીને નજર ફેંકીએ તે શ્રી શત્રુંજય ગિરિનું દ્રશ્ય ખૂબ મહર લાગે છે. ગઈ ચોવીસીના બીજા નિર્વાણિ તીર્થકર ભગવંતના કદમ્બ નામે એક ગણધર હતા. તેમણે એક કરોડ મુનિઓ સાથે અનશન કરેલું અને આ સ્થળે મોક્ષે ગયેલા તેથી આ સ્થળ કદમ્બગિરિ નામે ઓળખાય છે. વર્તમાન સમયમાં પૂ. આચાર્ય વિજ્યશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજે ગામમાં એક મોટું. મંદિર બંધાવ્યું છે. વળી અહીં ઉપાશ્રય-ધર્મશાળા અને ભજન શાળા છે. આણંદજી કલ્યાભુજીની પહેલાની ધર્મશાળા પણ અહીં છે. કબગિરિ પર જતાં વચ્ચે અનેક મંદિરે પૂ. આચાર્યશ્રીએ બાંધેલાં નજરે પડે છે. વાવડી પ્લેટમાં પણ એક દેરાસર બાંધેલું છે. યાત્રાળુઓ સેવા પૂજાને લાભ લે છે. તેમને ભાથું મળે છે. યાત્રાળુઓ કદમ્બગિરિના દર્શન કરી ચેક આવતા. તેઓ ધર્મશાળામાં મુકામ કરી શેત્રુંજી નદી ઊતરીને હસ્તગિરિ પર ચડતા અને ચૈત્યવંદન કરતા. ચેક ગામમાં દેરાસર તથા વિશાળ ધર્મશાળા હતી. ત્યાં યાત્રાળુઓ જમીને વિસામે કરતા. ભરત ચક્રવતીને હાથી આ તીર્થમાં જ આરાધના કરી મરણ પામી સ્વર્ગ ગયો છે. તે હાથીએ એકવાર સ્વર્ગમાંથી નીચે ઊતરી ભરત મહારાજાને નમસ્કાર પૂર્વક જણાવ્યું કે આ તીર્થના પ્રભાવે મને દેવગતિ પ્રાપ્ત થઈ છે. આથી આ તીર્થ હસ્તગિરિ તરીકે ઓળખાય છે. આ ગિરિપર શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. અહી યાત્રાળુઓ ત્યવંદન કરી બીજે દિવસે પ્રયાણ કરી પાલીતાણા પહોંચે છે. એટલે એમની બાર ગાઉની યાત્રા પુરી થઈ કહેવાય છે. હલમાં શેત્રુજીનદીના કાંઠા પર આવેલ બંધના કાંઠે એક મંદિર અને ધર્મશાળા આમ પૂ. આ. વિજયશ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી બંધાયું છે. અહીં દર્શન કરી યાત્રાળુઓ શેત્રુંજી નદી ઓળંગી ભંડારીયા થઈ કદાબગિરિની યાત્રાએ જાય છે અને પછી પાલીતાણા પાછા ફરે છે. પણ બંધ થતાં બાર ગાઉની પ્રદક્ષિણા થતી નથી. હસ્તગિરિની યાત્રા થતી ન હોવાથી આ સ્થળને ઉદ્ધાર કરવા પ્રયત્ન થઈ રહ્યો છે. હાલમાં પાલીતાણાથી સીધે રસ્તે હસ્તગિરિ જવાય છે. (૧૯૨)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy