SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન નમિ નેમિ જિન અંતરે મ અજિત શાંતિ સ્તવ કીધ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, નંદિષેણ પ્રસિદ્ધ ૮૧ખમાળા જહાં એકવીશમા નમિનાથ ને બાવીશમાં નેમિનાથ ભગવાનના અંતરે નંદિષેણ ત્રષિએ શ્રી અજિત શાંત સ્તવ કર્યું તે પ્રસિદ્ધ છે. આવા આ તીર્થરાજને ભાવથી પ્રણામ કરીએ ૮૧ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કઈ લાખ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જ્ઞાન અમૃતરસ ચાખ ૫૮૨ખમા જે તીર્થરાજમાં ગણધર, મુનિઓ, ઉપાધ્યાય વગેરે લાખોએ જ્ઞાન અમૃત રસને ચાખે છે, એવા આ તીર્થરાજને હું ભાગ્ય શાળીઓ ! ભાવથી આરાધે પરા નિત્ય ઘંટા ટંકારવે, રણે ઝલ્લરી નાદ | તે તીર્થેશ્વર પ્રણમીયે, દુંદુભિ માદલ વાદ ૫૮૩ખમાશે જેના પર હમેશાં ઘંટારવ, ઝલ્લરીનાદ, દુર્દભિનાદ, માઈલ નાદ રણઝણે છે, તેવા આ તીર્થેશ્વરને હમેશાં પ્રણામ કરે ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધે પ્રથમ ઉદ્ધાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, મણિમય મૂરતિ સાર ૫૮૪ખમાળા (અઢાર કેડાછેડી સગરેપમના સમય પછી) આ ગિરિ પર શ્રીભરતચક્રવર્તીએ પહેલે ઉદ્ધાર કરાવ્ય-મંદિર બંધાવ્યા અને શ્રી આદીશ્વર ભગવાનની મણિમય મૂતિને સ્થાપન કરી, આવા આ ગિરિરાજને હમેશ વંદન હો ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર તે તીર્થેશ્વર પ્રણમીય, અક્ષય સુખ દાતાર ૮૫ખમા H શ્રી અજિતનાથની શાંતિનાથની દેરી ભાવસારની ટૂંક તરફથી નીચે ઉતરતાં આવેલી છે. વળી છે ગાઉની પ્રદક્ષિણામાં જઈએ ત્યારે ચિલણ તલાવડી પર પણ શ્રી અજિતશાંતિનાથની દેરી આવેલી છે. આને માટે એક દંત કથા એવી છેકે–જે આ દેરીઓ સામસમી હતી તે નંદિણ ઋષિએ અજીત શાંતિ સ્તવન કર્યું, જેથી દેવ માયાથી તે એક બીજાની બાજુમાં થઇ-એક લાઇનમાં થઈ ગઈ. (૧૮૦).
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy