SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત તે તીર્થેશ્વર પ્રણમીયે, સાધન પરમ પવિત્ર ૭૧ખમાળા જે આત્માને સાધના કરવી છે, તે આત્માને માટે આ ગિરિરાજ પરમ પવિત્ર સાધનાનું સ્થાન છે. સાધક એક ધ્યાનથી જે આ ગિરિરાજ પર એક ચિત્તે સાધના કરે છે તે સાધ્યને અચૂક પહોંચે છે. આવા પ્રેરક આ તીર્થેશ્વરને પ્રણામ કરીએ છીએ ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્રા તે તીર્થેશ્વર પ્રણમીયે, તસ હોય નિર્મળ ગાત્ર ૭૨ખમા પદચારી વગેરે છરી વાળે–પગપાળા સંઘ કાઢી જે સંઘપતિ થઈને ચતુર્વિધ સંઘ સાથે આ તીર્થ સંઘ લાવી ભાવે જે તીર્થયાત્રા કરે છે તેને આત્મા કર્મથી નિર્મૂળ થાય છે. એવા આ તીથેશ્વરને નમન હો ૭૨ા શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ તે તીર્થેશ્વર પ્રણમીયે, જેહને જશ અભંગ ૭૩ખમાવા જે ગિરિરાજના સંગથી આત્મિક ગુણોની રમણતા પ્રગટ થાય છે, અને જે ગિરિરાજને યશ અભંગ છે, તે તીર્થેશ્વરને નમન કરીએ ૭૩ રાયણ વ્યાખ સહામણો, જિહાં જિનેશ્વર પાય | તે તીર્થેશ્વર પ્રણમીયે, સેવે સુર નર રાય ૭ખમાળા આ ગિરિરાજ પર સેહામણું રાયણ વૃક્ષ છે. (જ્યારે જ્યારે શ્રીષભદેવ ભગવાન આ ગિરિએ પધારતા ત્યારે ત્યારે રાયણના વૃક્ષ નીચે સ્થિરતા કરતા) આવા આ રાયણ વૃક્ષ નીચે ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. તેથી આ રાયણ વૃક્ષને તેમજ પ્રભુનાં પગલાંને દેવેન્દ્રો, નરેન્દ્રો વગેરે સેવા પૂજા કરે છે, આવા આ ગિરિરાજને હે ભવ્ય! તમે પ્રણામ કરો જણા પગલાં પૂજે કષભનાં, ઉપશમ જેહને અંગ તે તીર્થેશ્વર પ્રણમીયે, સમતા પાવન અંગ ૭૫ખમાશે શ્રીષભદેવ ભગવાનનાં પગલાં પૂજતાં પવિત્ર એવી સમતા આત્મામાં પ્રગટ થયા છે, જ્યાં આવા પવિત્ર પગલાં છે, એવા આ તીર્થેશ્વરને હે પ્રાણીઓ! તમે નમે ૭૫ (૧૭૮)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy