SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન રામ અને ભરત બને ભાઈઓ હતા, લડાઈ વિગેરેના થયેલાં પાપો તેમના અંતરમાં ડંખતાં હતાં, એટલે તેમણે ત્રણ કેડીના પરિવાર સાથે સંયમ અંગીકાર કર્યો, તે પાપોને નાશ કરવા અનશન વગેરેને આશરો લીધે અને આ ગિરિ ઉપર સર્વ પાપોને નાશ કરીસર્વ કર્મોથી રહિત થઈ, મેક્ષ સુખને પામ્યા. આવા તીર્થેશ્વરને હે ભવ્યો! તમારા કલ્યાણ માટે પ્રેમથી પ્રણમે ૫૧ નારદ મુનિવર નિર્મળે, સાધુ એકાણું લાખ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પ્રવચન પ્રગટ એ ભાખ પરખમાળા (નારદ ઋષિને સ્વભાવ એ કે તેઓ વાતને એવી રીતે મૂકે કે લેકે ઝઘડી પડે, પણ નિર્મળ મનના એ ત્રષિ પછી તેમને શાંત પાડે, એમને ટિખિલ પ્રિય હોય છે, પણ તે બ્રહ્મચર્યમાં દઢ હોય છે, તેમાં લવલેશ પણ ખામીવાળા દેતા નથી, પણ છેલ્લે છેલ્લે આત્મા જાગે છે અને આરાધનાના પાયા પર ચઢે છે.) આવા નારદ મુનિવર એકાણું લાખની સાથે આ ગિરિવરે મેક્ષે ગયા. તેની શાખ શાસ્ત્રો પૂરે છે. આવા આ ગિરિવરને હે ભો! તમે ભક્તિથી નમસ્કાર કરે પરા શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડી આઠે કેડી તે તીર્થોવર પ્રણમીયે, પૂરવ કર્મ વિછેડી પ૩ખમા શ્રીકૃષ્ણ રાજાના પુત્રો શાંબ અને પ્રદ્યુમ્ન કુમારે આ ગિરિરાજ પર સાડી આઠ કોડની સાથે પૂર્વ કર્મને ક્ષય કરીને મેક્ષે ગયા. (એમની દેરી ભાડવા ડુંગર પર આવેલી છે.) આવા આ ગિરિવરને હંમેશાં તમે નમન કરે ૫૩ થાવસ્થા સુત સહસશું, અનશન રંગે કીધ | તે તીર્થેશ્વર પ્રણમીયે, વેગે શિવપદ લીધ ૫૪ખમાવો જ્યાં થાવસ્થા રાણીના પુત્ર હજાર મુનિવરની સાથે ભક્તિભાવ સાથે અનશન કરીને જલદી જલદી મોક્ષ પદને પામ્યા, તેવા આ તીર્થેશ્વરને હે ભાગ્યશાળિઓ ! તમે ભક્તિપૂર્ણ પ્રણામ કરે ૫૪ શુક પરિવ્રાજક વળી, એક સહસ્ત્ર અણગાર ! તે તીર્થેશ્વર પ્રણમીયે, પામ્યા શિવપુર દ્વાર ૫૫ખમા (૧૭૪)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy