SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા પાલીતાણું પુર ભલું, સરવર સુંદર પાળ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, જાયે સકલ જંજાળ ૩૭ખમાળા આ ગિરિરાજના નજીકમાં, પૂર્વમાં સુંદર સરોવર બાંધેલું હતું, જે વર્તમાનમાં કાળબળે લુપ્ત થયું છે.) એ સરેવર નજીક પાદલિપ્તપુર સુંદર પાલીતાણું નગર આવેલું છે. આવા આ ગિરિરાજના સેવનથી સંસારિક બધી જાળ જંજાળ નષ્ટ થાય છે. ૩છા મનમેહન પગે ચઢે, પગ પગ કર્મ અપાય છે તે તીર્થેશ્વર પ્રણમયે, ગુણ ગુણી ભાવ લખાય ૩૮ખમાળા આ ગિરિરાજ પર ચઢવાને માટે રસ્તાઓ જુદા જુદા છે. (પણ વર્તમાનમાં ભક્તો વિશેષ કરીને પાલીતાણા તરફથી ગિરિરાજ પર ચઢે છે.) ગિરિરાજ પર ચઢતાં પરિણામની ધાર વધે છે. એટલે પગલે પગલે કર્મને નાશ થાય છે. આથી ગુણ અને ગુણી ભાવનું એકપણું થાય છે. આવા પ્રભાવ વાળા તીર્થેશ્વરને પ્રણામ કરે ૩૮ જેણે ગિરિ રૂખ સહામણાં, કુંડે નીર્મળ નીર | તે તીર્થેશ્વર પ્રણમીયે, ઉતારે ભવસિંધુ-તીર ૩૯ખમા આ તીર્થ ઉપર મનહર વૃક્ષો આવેલાં છે. તેમજ જગે જગેએ નીર્મળ પાણીવાલા કુંડે બાંધેલા છે. એવા ગિરિરાજને નમન કરતાં, તે નમન કરનારને સંસાર સાગરમાંથી તારે છે ૩૯ મુક્તિમંદિર સપાન સમ, સુંદર ગિરિવર પાજ ! તે તીર્થેશ્વર પ્રણમીયે, લહીયે શિવપુર રાજ ૪૦ ખમાવ્યા (કવિ કલ્પના કરી બતાવે છે કે, મહેલમાં ઉપર ચઢવાને માટે દાદર–પગથિયાં જોઈએ એ રીતે મિક્ષરૂપી મંદિર-મહેલમાં જવાને માટે જ જાણે ના હોય શું તેમ અહીં રસ્તાઓ આવેલાં છે. તેથી આ તીર્થેશ્વરને નમ ન હો ૪૦ કર્મ કેટી અઘ વિકટ ભટ, દેખી જે અંગ તે તીર્થેશ્વર પ્રણમીયે, દિન દિન ચઢતે રંગ ૪૧ખમાળા કેટી કર્મરૂપી પાપના ભયંકર ભટોના અંગ આ ગિરિને જોઈને જ ધ્રુજી ઉઠે છે, અને જીવ દિવસે દિવસે ભાવમાં ચઢતે જાય છે, તેથી આ તીર્થેશ્વરને હંમેશ પ્રણામ કરીએ ૪૧ (૧૭૧)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy