SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન કઈ શ્રાવકના વ્રતને ધારણ કરનાર=શ્રાવક વ્રતને ધારણ કરનાર એવા દશક્રોડને જમાડે તેના કરતાં પણ આ ગિરિરાજ પર ભક્તિભાવથી એક મુનિને દાન આપે તે તેનાથી તેને ઘણું જ લાભ થાય છે મહાન લાભ થાય છે. તેથી આ ગિરિરાજ મહાતીર્થ નામથી બોલાય છે. (ખમા૦૧૦) પ્રાયે એ ગિરિ શાશ્વત, રહેશે કાળ અનંત શંત્રુજય મહાતમ સુણી, નમો શાશ્વતગિરિ સંત ર૩ સિદ્ધા૦૧૧ (છઠ્ઠામહાગિરિ નામમાં પ્રાયે શાશ્વતાપણાનું વર્ણન કર્યું છે. એટલે તે વાત વિસ્તારથી અત્રે કહી નથી.) આ ગિરિ અનંતકાળ રહેશે એમ શ્રીધનેશ્વરસૂરિ મહારાજના રચેલા શ્રી શત્રુંજય માહાત્મ્યમાં છે. તેથી આ ગિરિ પ્રાયે શાશ્વત છે. માટે અગિયારમા શાશ્વતગિરિ નામથી કહેવાય છે. તેથી હે ભવ્ય ! એ શાશ્વતગિરિની આરાધના કરે. (ખામા૦૧૧) ગૌ, નરી, બાળક, મુનિ, ચઉ હત્યા કરનાર | યાત્રા કરતાં કાર્તિકી, ન રહે પાપ લગાર ૨૪ જે પદારા લંપટી, ચેરીના કરનાર ! દેવદ્રવ્ય, ગુરુદ્રવ્યના, જે વળી ચેરણહાર મારા ચૈત્રી, કાર્તિકી પૂનમે, કરે યાત્રા ઈણ ઠામ | તપ તપતાં પાતિક ગળે, તેણે દૃઢશક્તિ નામ રાસિદ્ધા૦૧૨ ગિરિરાજના મહિમાને વર્ણન કરતાં જણાવે છે કે–આ ગિરિના પ્રભાવે ગાય, સ્ત્રી, બાળક અને મુનિની હત્યા કરવાથી હત્યારે થયેલે એવો પાપી, કાતિકી જાત્રા કરીને પાપને નાશ કરે છે–પાપ રહિત થાય છે. દુનિયાના જે મહાપાપ જેમકે પરસ્ત્રીગમન કરનાર, ચોરી કરનાર, દેવના દ્રવ્ય ચેરી જનાર, ગુરુના દ્રવ્યને ચેરી જનાર, આવા આવા મહાપાપ કરનાર ચૈત્રી પૂર્ણિમાની તથા કાર્તિકી પૂર્ણિમાની, જે ભાવથી જાત્રા કરે, તે તપના પ્રભાવ વડે પિતાના પાતિક ગાળી=નાશ કરી નાંખે છે. આવી આવી ગિરિરાજની દઢશક્તિ છે તેથી તેનું દશકિત એવું નામ કહેવાય છે. (ખમા ૧૨) ભવ ભય પામી નીકલ્યા, યાવચા સુત જેહ ! સહસ મુનિશું શિવ વર્યા, મુક્તિનિલય ગિરિ તેહ પરછાસિ૦૧૩ થાવચ્ચ રાણીના પુત્રને ગુરુ મહારાજને સંજોગ મળી જાય છે. ગુરુ મહારાજ ધર્મોપદેશથી સંસારના ભવભ્રમણને ભયનું સવિસ્તાર ભયંકરપણું જણાવે છે. એટલે તેને વૈરાગી થાય છે. (૧૫૮)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy