SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ તીર્થ પર સ્થિરતા કરે. આથી શ્રી પુંડરીક ગણધર પિતાના પરિવાર સાથે સ્થિરતા કરે છે. અને છેલ્લે એક માસનું અણસણ કરીને પાંચકોડી મુનિની સાથે ચૈત્રી પૂર્ણિમાના દિવસે મેક્ષે જાય છે. આ કારણથી આ ગિરિરાજનું પુંડરીક ગિરિરાજ એવું નામ પડે છે. માટે જ સવારે ઊઠીને મન, વચન, કાયાથી તે ગિરિરાજનું ધ્યાન કરવું જોઈએ. (ખમા૦૨) વીસ કોડીશું પાંડવા, મેક્ષ ગયા ઈણે ઠામ | એમ અનંત મુકૃત ગયા, સિદ્ધક્ષેત્ર તેણે નામ લા (સિદ્ધા૦૩) પાંડવો અને કૌરવો કાકા કાકાના ભાઈઓ, મહાભારતના ભયંકર યુદ્ધમાં ઊતર્યા. ભયંકર સંગ્રામ થયે. મહાશિલા કંટક અને રથમૂશળ વગેરે ભયંકર સંગ્રામ થયા. અસંખ્યજનને સંહાર થયે. અંતે પાંડવો જીત્યા. રાજવી થયા. પણ અંતરમાં કરેલે સંહાર ડંખી રહ્યો છે. અંતે રાજ્ય વ્યવસ્થા કરે છે. આ બાજુ જરાકુમારના બાણથી શ્રીકૃષ્ણના મરણને જાણે છે. આત્મા કકળી ઊઠે છે. એટલે સંયમ માટે તૈયાર થાય છે. વીસકોડની સાથે પાંચ પાંડવો કુંતીમાતા અને દ્રૌપદી સંયમ અંગીકાર કરે છે. પાંડવો સંયમ અંગીકાર કર્યા પછી અભિગ્રહ કરે છે કે “પ્રભુ નેમિનાથ ભગવાનને વંદન કર્યા, પછી જ આહાર પાણી લેવા. ત્યાર પછી સમાચાર મળે છે કે શ્રી નેમિનાથ ભગવાન ક્ષે પધાર્યા, એટલે એમને અભિગ્રહ આહાર પાણી ન લેવાનું હતું તે તે હવે કાયમ રહ્યો. એટલે એમને ગિરિરાજ ઉપર અનશન અંગીકાર કર્યું, એવી રીતે એ તીર્થ ઉપર અનંતા ક્ષે ગયા છે. આથી આ ગિરિનું નામ સિદ્ધક્ષેત્ર એવું પણ પતૃયું. (ખમા૦૩) અડસઠ તીરથ હાવતાં, અંતરંગ ઘડી એક | તુંબી જલ સ્નાન કરી, જાગે ચિત્ત વિવેક ૧ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલ ધામ | અચલપદે વિમલા થયા, તણે વિમલાચલ નામ ૧૧ાસિકા ચંદ્રશેખર વગેરે રાજાઓ, દુનિયામાં કહેવાતાં અડસઠ તીર્થમાં શુદ્ધિને માટે કર્યા અને આ તીર્થે નહાતાં અંતરંગ ઘડી એક એવી આવકે એક તુંબડી પાણીથી નહાતાં આત્મામાં વિવેક જાગ્યો અને તે વિવેક જાગતાં અચલ એવાં કર્મના કઠિન મળને ચલાયમાન કર્યો અને આ અચલ= પર્વત ઉપર પોતે જે નિર્મળતા કમની કરવા માંગતા હતા, તે નિર્મળતા પ્રાપ્ત કરી ને મે ગયા, આથી આ તીર્થનું વિમલાચલ એવું નામ પડ્યું, (ખમા૦૪) (૧૫૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy