SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા આ ટુંક ઘાઘા બંદરના શેઠ દીપચંદ કલ્યાણજીએ લાખા રૂપિયા ખર્ચીને સં. ૧૮૯૩માં બંધાવી છે. દીપચંદ શેઠનું હુલામણું નામ બાલાભાઇ હતુ. તેથી આ ટુંકને બાલાભાઇની ટુંક યાને માલાવસહી કહેવાય છે. ( ટુંકને વસહી નામથી પણ ખેલે છે એટલે કેાઈ જગાપર ટુંક તા કઈ જગાપર વસહી એવા પ્રયાગ થાય. ) તેમને મુંબઈમાં ગાડીપાર્શ્વનાથજીના દહેરાસરની બાજુમાં હજારાની ઉપજ વાળી મેાટી ચાલી બંધાવી હતી. આ શેઠનું નામ અલબેલી સુબાઈ નગરીમાં મશહુર હતું. મુંબાઈ ગાડીજીમાં એમ મનાય છે કે તેમના સમયમાં ઘાઘારીનુ... અગ્રેસરપણું હતું. આ ટુંકમાં મુખ્ય શ્રીઆદીશ્વર ભગવાનનું મંદિર સં. ૧૮૯૩માં તેમનું બંધાવેલું છે. તેમજ શ્રીપુ ંડરીકસ્વામીનું દેરાસર પણ તેમનું જ બંધાવેલું છે. સં. ૧૯૦૮માં મુંબાઈના શેઠ ફતેચંદ ખુશાલચંદનુ અ'ધાવેલુ. ચૌમુખજીનું મંદિર છે. તેની સામે કપડવણજના શેઠ મીઠાભાઇ ગુલાબચંદનું સ. ૧૯૧૬માં અંધાવેલુ શ્રીવાસુપૂજ્યસ્વામીનું મંદિર છે. વળી એક ઇલેારના શેઠ માનચંદ વીરચંદનું બંધાવેલુ. અજીતનાથ ભગવાનનું મંદિર છે. બીજી બાજુ એક પુનાવાળાનુ બંધાવેલુ શાંતિનાથ ભગવાનનું મંદિર છે. આ ટુંકમાં ૨૭૦ પાષાણુ મિંબ છે ધાતુના ૪૫૮ બિંબ છે. અને દેરીએ ૧૩ છે. મેાતીશા શેઠની ટુક ખાલાવસહીથી આગળ ચાલીએ એટલે મુંબાઈના શેઠ મેાતીચંદૅ અમીચંદની બંધાવેલી ટુંક આવે છે. સુંબાઈના શેઠ મેાતીચંદભાઈને ચીન, જાપાન, ઈંગ્લેન્ડ વગેરે જોડે ય વિક્રયના કરોડો રૂપિયાના વ્યાપાર ચાલતા હતા. ઘણાં વહાણેા પેાતાનાં હતાં. એક વખત વહાણુ ચીન તરફ જતું હતું, તેમાં દાણચારીનુ અફીણુ છે. એવો સરકારને વહેમ પડયા. આથી વહાનને પકડવા સ્ટીમલાંચ મૂકી. આ વાતની શેઠને ખબર પડી. તેથી શેઠે સંકલ્પ કર્યાં કે જો વહાણુ મચી જાય તે, તેની જે કાંઈ કુલ આવક થાય તે શ્રીશત્રુંજય તી ઉપર ખચી નાંખવી. પુણ્યયેાગે વહાણુ ખચી ગયું. આથી ૧૨ તેરલાખ રૂપિયાની જે રકમ હતી તે શ્રીશત્રુંજય ઉપર ખર્ચવા જુદી કાઢી. શેઠ તે માટે સિદ્ધગિરિરાજ ઉપર પધાર્યાં, અને ટુંક ખાંધવા જગા જોવા લાગ્યા. કોઈ જગા ટુંક બાંધવા જેવી ન દેખાઈ. પરંતુ દાદાની ટુંક અને ચૌમુખજીની ટુંક વચ્ચે મેટી ખીણુ કે જે કુંતાસારના ખાડો કહેવાતા હતા, તે દેખ્યા. આથી વિચાર કર્યાં કે આ ખીણુ પૂરીને તેની ઉપર ટુંક બાંધવી. જો ખાડો પુરાય તાજ સુંદર હુંક અંધાય. ખીણની ઉંડાઈ તા એવી હતી કે તે જોતાં આંખે અંધારાં આવી જાય. પણ શેઠે તે પૂરાવવી અને ટુંક બાંધવી જ, એવા નિણૅય કર્યાં. આથી દેશ પરદેશના મજુરા ખેલાવ્યા. ખાત મુહૂર્ત કર્યું. આ વખતે પાણી માટે એક હાંડાના ચાર આના આપવા પડતા હતા. આવી મહેનતને હીંમતથી ખીણુ પુરાઈ. પછી જ્યારે શ. ૧૯ (૧૪૫)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy