SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુંજય ગિરિરાજ દઈન સાકરવસહી આગળ ચાલતાં દરવાજો આવે. તે સાકરવસહીના દરવાજો. આ ટુક અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચ’દે સં. ૧૮૯૩માં બંધાવી છે. તેથી તેનુ નામ સાકરવસહી પડયુ છે. આમાં ત્રણ દેરાસર અને એકવીસ દેરીઓ આવેલ છે. મૂળ મ ંદિર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું છે. તે મૂળ નાયકજી ભગવાન પંચધાતુના છે. બીજી દેરાસર ચંદ્રપ્રભુનુ છે. તે શેઠ લલ્લુભાઇ જમનાદાસે સ’. ૧૮૯૩માં બંધાવ્યુ છે. ત્રીજી દેરું પદ્મપ્રભુનુ છે. તે શેઠ મગનલાલ કરમચંદે અંધાવ્યું છે. આ ટૂંકમાં ૧૪૯ પ્રતિમાજી છે. શ્રી નંદીશ્વર દ્વીપ યાને ઉજમફઈની ટુંક અમદાવાદના પ્રખ્યાત નગરશેઠ પ્રેમાભાઈના ફઈ ઉજમબાઈ હતા, તેમને આ ટૂંક બંધાવી એટલે ઉજમઈના નામથી ટુંક બેલાય છે. તેમને અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં આઠમા નંદીશ્વર દ્વીપ છે. જેમાં ચારે દિશામાં તેર તેર ડુંગરા થઇને બાવન ડુંગરા છે. તેની ઉપર ચૌમુખજી પધરાવ્યા છે. આથી અહિં' મધ્યમાં જમ્મૂદ્રીપ આવ્યા. તેની મધ્યમાં મેરુ આળ્યેા. આથી મધ્યમાં મેરુના ડુંગર મનાવી તેની ઉપર પ્રભુજી પધરાવ્યા છે. આથી આ મંદિર શ્રી નંદીશ્વરદ્વીપનું કહેવાય છે, આની પ્રતિષ્ઠા સ. ૧૮૯૩માં થઈ છે. મ ંદિરની બધી બાજુએ મનહર કાતરણિવાળી જાળી પાષાણની છે. આ ટુકને ફરતે કોટ છે. તેમાં શ્રીકુંથુનાથ ભગવાનનું અને શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. કુંથુનાથ ભગવાનનું દેરાસર ડાહ્યાભાઈ શેઠે બંધાવ્યુ છે. શાંતિનાથ ભગવાનનું દેરાસર પરસનબાઈએ બંધાવ્યુ છે. આ ટુંકમાં ૨૭૪ પ્રતિમાજી મહારાજ છે. હેમાવસહી શ્રીનંદીશ્વરના દહેરાસરથી ઉપર ચઢીએ એટલે શરૂઆતમાં એક નાનો કુંડ આવે છે. તેની જોડે હેમાભાઈ શેઠની ટુંક આવે છે. અમદાવાદના શાંતિદાસ શેઠના પૌત્રના પૌત્ર નગરશેઠ હેમાભાઇ એ સ. ૧૮૮૨માં આ ટુંક બંધાવી છે. અને તેની પ્રતિષ્ઠા સ. ૧૮૮૬માં થઈ છે. આમાં બધાં મળીને ચાર દેરાસર છે. ૪૩ દેરીઓ છે. મૂળ મંદિરમાં શ્રીઅજિતનાથ ભગવાન છે. આ દહેરાસર શેઠ હેમાભાઇ વખતચંદ ખુશાલચંદે બંધાવ્યુ` છે. સામે શ્રીપુ'ડરીકસ્વામીનું દેરાસર છે. એક ચૌમુખજી ભગવાનનું દેરું છે, તે સાકરચંદ પ્રેમચંદે બંધાવ્યું છે, તેની પ્રતિષ્ઠા સ’. ૧૮૮૮માં થઈ છે. બીજું ચૌમુખજીનું મંદિર શેઠ હેમાભાઈ એ બંધાવ્યુ છે. તેની પ્રતિષ્ઠા સ. ૧૮૮૬માં થઈ છે. આ ટુંકમાં ૩૨૩ પ્રતિમાજીએ છે. આ ટુકમાં મૂળ મંદિર ઉપર મોટા શિલાલેખ છે. તેની બારીમાંથી નીકળતાં મોટો કુંડ આવે છે. એ કુંડની ઉપર ખાડિયાર માતાનું સ્થાનક (૧૪૨)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy