SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશંત્રુજય ગિરિરાજ દર્શન - - - - - સિદ્ધાચલ સિદ્ધિ વય, ગ્રહી યુનિલિંગ અનંત આગે અનંતા સિદ્ધશે, પૂજે ભવી ભગવંત! ખમા ૭ શત્રુંજય ગિરિ મંડણ, મરૂદેવાને નંદ; યુગલાધર્મ નિવારણે, નમો યુગાદિ જિર્ણોદ, ખમા. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભેગ; વળી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સગ; ખમા ૯ દાદાના ગભારામાં રહેલા અન્ય પ્રતિમાજીનાં તેમજ મંડપમાં રહેલા મહાવીર ભગવાન વગેરે બધીએ પ્રતિમાજીનાં દર્શન કરીને આપણા ડાબા હાથ તરફના દરવાજેથી બહાર નીકળીએ છીએ. દાદાની યાત્રા કરનાર ત્રણ પ્રદક્ષિણ દે છે. તે આ પ્રમાણે – પહેલી પ્રદક્ષિણા અહીંથી પહેલી પ્રદક્ષિણા શરૂ થાય છે. બહાર નીકળતાં સામે સહસ્ત્રકુટ આવે છે. સહસકુટની રચના આમાં ૧૦૨૪ શ્રીજિનેશ્વર ભગવાનની પ્રતિમાઓ છે, તે આ પ્રમાણે – ૨૪. પાંચ ભરતક્ષેત્રે અને પાંચ એવતક્ષેત્રો એટલે દશ ક્ષેત્રો, તેની વર્તમાનકાળની વીસીએ એટલે ૨૪૦. ૨૪૦ તેવી જ રીતે તે દશ ક્ષેત્રોના ભૂતકાળની વીસીઓ એટલે ૨૪૦. ૨૪૦ તેવી જ રીતે તે દશ ક્ષેત્રોની ભાવી કાળની ગ્રેવીસીઓ એટલે ૨૪૦. ૧૨૦ ચોવીસે તીર્થકર ભગવંતના પાંચ પાંચ કલ્યાણકે એટલે ૧૨૦. ૧૬૦ પાંચ મહાવિદેહ ક્ષેત્રના ઉત્કૃષ્ટ કાળના તીર્થકરો ૩૨૫=૧૬૦. ૨૦ પાંચ મહાવિદેહ ક્ષેત્રના જધન્ય કાલે વિદ્યમાન ૪૫ ૨૦. ૪ શાશ્વતાજિન એમ. ૧૦૨૪ કુલ્લે પ્રતિમાજી મહારાજ થાય. આથી આ રચનામાં ચારે દિશામાં તે રીતે ગોઠવણી કરીને ૧૦૨૪ પ્રતિમાજી મહારાજ ગોઠવેલાં છે. સં. ૧૭૧૮ માં ઉગ્રસેનપુરના રહેવાસી વર્ધમાન શાહે આ સહકુટ મંદિર બનાવ્યું છે. તેને શિલાલેખ સહસ્ત્રકુટના આગળના બે સ્થંભ પર કંડારેલ છે. (૧૨૬)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy