SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન તે પછી સં. ૧૮૬૦માં ઝવેરભાઈ નાનજીએ બંધાવેલું શ્રીઆદિનાથ ભગવાનનું મંદિર છે. વળી તેજ શાલમાં અમદાવાદના શેઠ નાનચંદ માણેકચંદ માણેકવાળાનું બંધાવેલું ધર્મનાથભગવાનનું મંદિર છે. ત્યારબાદ મોરબીવાળા પીતાંબરદાસ પદમશીનું સં. ૧૯૧૩માં બંધાવેલું મહાવીરસ્વામીનું મંદિર છે. આ બધા અઢારમા ઓગણીસમા શતમાં બંધાયેલાં કહેવાય છે. તેને ૧૯મી કે ૨૦મી સદીના પણ કહેવાય છે. વળી ખૂણે ખાંચરે જ્યાં જ્યાં જગામની ત્યાં ત્યાં નાની-નાની દેરીઓ પણ છે. તે પછી સં. ૧૬૭૫માં જામનગરના રાયસી શાહે કરાવેલ શ્રીશ્રેયાંસનાથ ભગવાનનું શિલ્પવિભૂષિત મંદિર છે. ઈશાન બાજુએ જોધપુરવાળા મનોરમલ્લજી જયમલ્લજીએ સં.૧૯૮૬માં કરાવેલું મોટું ચતું મુખ મંદિર છે. આ મંદિરને ચારદિશાએ મંડપ છે, તે મંડપના બધાએ થાંભલાને ગણતાં સે થાંભલા છે, આથી આ શતથંભીયું મંદિર કહેવાય છે. તેના થાંભલાઓ પર ગભારાની નજીકમાં સુંદર તેરણ છે. આપણી ભાષામાં તે કમાને છે. દક્ષિણ દિશાના મંડપની છતમાં થોડુંક સુઘડ કોતરકામ પણ છે. શિખર પણ શિલ્પના આધારે સુંદર કેરણીવાળું છે. વાઘણપોળના બધાએ મંદિરમાં સૌથી ઊંચું શિખર આ મંદિરનું છે. તેની નજીકમાં સં. ૧૬૭૫માં અમદાવાદના શેઠનું બંધાવેલું સંભવનાથ ભગવાનનું મંદિર છે. તેમજ રીખવદાસ વેલજીનું બંધાવેલુ સંભવનાથ ભગવાનનું મંદિર છે. ત્યારબાદ કપડવંજના શેઠાણી માણેકબાઈએ કરાવેલું ગષભદેવ ભગવાનનું મંદિર છે. તેમાં ઘણાએ પ્રતિમાજીઓ બિરાજમાન કરેલાં છે. આ બધા મંદિરના સમુહ પાછળ સત્તરમાં શતકમાં થયેલ દિગંબરનું મંદિર છે. શ્રીધનેશ્વરસૂરિજી શતથંભીયા મંદિરના નીચેના ભાગમાં શ્રી શત્રુંજયમાહાસ્યના રચચિતા શ્રીધનેશ્વરસૂરિજીની આરસની વિશાળ મૂર્તિ દેરીમાં બીરાજમાન છે. વાઘણપોળની ડાબી-જમણી બાજુના મંદિરમાં કોઈ શરતચુકથી નેંધવા રહી પણ ગયાં હોય. પોળીઓ અને લિંબડો વિીર વિક્રમશી પાલીતાણા શહેરમાં ભાવસાર જ્ઞાતિમાં વિકમશીનામને માણસ, તે ભાઈ-ભાભી ભેગો રહેતા હતા. (૧૦૦)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy