SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા દ્રાવિડ અને વારિખલ્લ મુનિઓ પ્રભુના ધ્યાનમાં લીન થઈ અંતે માસિક સંખના કરીને દશક્રોડ મુનિઓ સાથે “કાર્તકી પૂર્ણિમાને દિવસે મોક્ષે ગયા. આથી કાર્તિકી પૂર્ણિમાને મહિમાને દિવસ થયે તે જણાવનારી આ દેરી છે. ૨. અતિમુક્તક મુનિ પોઢાલપુરમાં વિજયરાજાની શ્રીમતી રાણીના અતિમુક્તકકુમાર હતા. છ વર્ષની ઉંમરે મહાવીર ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી હતી. એક વખત ગામ બહાર સાધુઓ સાથે દિશાએ-જંગલ જવા ગયા હતા. છોકરાઓને કાગળની નાવડી તરાવતાં જોઈ બાળસ્વભાવથી કાછલીને પાણીમાં તરાવવા લાગ્યા. સાધુઓએ જોયા. એટલે કહ્યું કે આતે અપકાયની વિરાધના કરી. બહુ પાપ લાગ્યું. તેની આલેચના કરતાં પ્રભુ પાસે ઈરિયાવહી કરતાં “પણુગદગ” પદના ધ્યાનમાં ક્ષપકશ્રેણીએ ચઢીને કેવળી થયા. ક્રમે આ ગિરિરાજ પર મોક્ષે ગયા. ૪. નારદમુનિ તેમને સ્વભાવ કજીયા પ્રિય, પણ બ્રહ્મચર્યમાં અગ. દ્વારકા નગરી અને યાદવોના નાશના સમાચાર જાણીને તેમને આત્મા કકળી ઉપૂ. પિતાની અવિરતિપણાની નિંદા કરતા તેમને અનશન કર્યું. શુકલધ્યાનની ધારાએ ચઢ્ઢયા, ક્ષપકોણ માંડી, કેવળ જ્ઞાનપામી મેક્ષે ગયા. આવી રીતે અવસર્પિણીમાં એકાનુ લાખ મુનિ સાથે નારદમુનિ સિદ્ધિ પદને આ ગિરિરાજ પર પામ્યા. ઉપર જણાવી ગયેલી તે દેરી સહિતના ચોતરા પર દ્રાવિડ વારિખિલને કા. સુ. ૧૫ના મક્ષ મહિમા બતાવવા તે દિવસે ત્યાં તાંસા વાગે છે. જુના રસ્તે એક વિસામો શેઠ હઠીસીંગ કેસરીસંગે બંધાવેલું છે. મુંબાઈવાળા સુરતી માસ્તર તલકચંદ માણેકચંદ તરફથી ત્યાં પરબ હતી. આગળ ચાલતાં હીરાબાઈને કુંડ આવે છે. તેનાથી આગળ ચાલતાં બાવળ કુંડ આવે છે. આ કુંડ સુરતવાળા ભુખણદાસે બંધાવ્યું છે. આને ભુખણદાસને કુંડ પણ કહે છે. અહીં પાણીની પરબ પણ છે. ત્યાંથી આગળ ચાલતાં આગળ ઓટલા પર એક દેરી આવે છે. તેમાં ૧ રામ, ૨ ભરત, ૩ થાવચ્ચ, ૪ શુકપરિત્રાજક અને ૫ શેલકાચાર્યની એમ પાંચ મૂર્તિઓ ઉભી છે. ૧-૨. રામ ભરત રામ અને ભરત દશરથ રાજાના પુત્ર હતા. તેઓએ ગુરુમહારાજ પાસે પોતાને પૂર્વભવ સાંભળે. એટલે વૈરાગ્ય જાગ્યે. દીક્ષા અંગીકાર કરી શ્રીશંત્રુજય ગિરિરાજ પર અનસન કરી કોડમુનિ સાથે મેક્ષે ગયા. (૧૯)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy