SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્થાન પુસ્તકમાં આવી ગયા છે. બીજા અને ત્રીજા નંબરના દાદા અને પુંડરીક સ્વામીના લેખ તે પુસ્તક ઉપરથી લીધેા છે. નવા દરવાજાઓ કરતાં જે ખેાદકામ કર્યું તેમાંથી વસ્તુપાલ તેજપાલના એ લેખ.જે નીકળ્યા તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવણુ અંકના પહેલા ભાગમાં છપાયા છે તેની ઉપરથી લીધા છે. ( લેખાની લિપિ બાળમેાધ લેવાને બદલે અત્રે ગુજરાતી લીધી છે. ) પૂર્ણાંકાળમાં મ ંદિર વગેરેની કેવી રીતે રચના હતી અને વમાનમાં કેવી રીતે થઈ તે પણ આમાં બતાવ્યું છે. કેટલીક વાતા ઊલટ સુલટ કેવી થાય છે તે પણ આમાં જણાવ્યું છે. આવી રીતે આ ગ્રંથ તૈયાર કર્યાં છે. ગ્રંથના અંગે આર્થિક સહાયની કઈ એવી યેાજના ઘડવી જોઈએ કે જેથી સહાય મળે અને ગ્રંથનું કાર્ય થાય અને ગ્રંથ બહાર પડાય. આ યેાજના મુજબ સ. ૨૦૩૩ માં એક હેન્ડબીલ બહાર પાડયુ, અને આ ગ્રંથમાં શું શું લેવું છે તે જણાવ્યું. સાથે સાથે તે પણ જણાવ્યું કે સો રૂપિયાની સહાય કરનારનું નામ પુસ્તકમાં આપવું અને એક નકલ આપવી. આ યેાજનામાં ગ્રંથ છપાવવાને માટે આર્થિક સહાય મળી રહી છે. આભારઃ- પૂજ્ય સાધુસાધ્વીઓએ તેમજ ભાવિક શ્રાવકશ્રાવિકાઓએ અને શ્રીસ ધાએ સહકાર આપ્યા તેમનેા, તેમજ ફેટા લઈ આપનાર જગન્નાથભાઈ ના, ફોટોગ્રાફર ભાગીભાઈ ના અને પુસ્તકના માટે બધી રીતે ફેટા બ્લોકો અને તેનું પ્રિન્ટીંગ વગેરેની અનુકૂળતા કરી આપનાર ક્રીએટીવ પ્રીન્ટર્સ પ્રા. લિ. ના વ્યવસ્થાપક બચુભાઈ ચુનીલાલ શાહ તથા પ્રેસના માલિકના તેમજ પાલે ભાગ છાપી આપનાર શ્રીપાર્શ્વ પ્રિન્ટર્સ જશવંતલાલ ગિરધરલાલ શાહનેા, તથા શ્રીમાન્ વિનાદચંદ્ર વામનરાવ એઝા (આફ્રિકાના સાયન્સ રિટાયર્ડ પ્રિન્સીપાલ ) વલસાડવાળાને, તથા નવસારીના રિટાયર્ડ શિક્ષક રતિલાલ છગનલાલ શાહ કે જેમણે કેટલુક મેટર વાંચી આપ્યુ છે, અને આખા ગ્રંથ ઇંગ્લીશમાં પણ કરી આપ્યા છે, તેએ બધાના હું આભારી છું. ખરેખર આ ગ્રન્થ બહાર પાડવાના મુનિ પ્રમેાદસાગરજીને ખુબ ઉમ'ગ હતા. તેથી આ ગ્રંથ આરભાયા ને તેમના ઉમંગના આધારેજ પૂર્ણતાને પહોંચ્યા. તીનાથ શ્રીઆદીશ્વરદાદાની તા અંતર સહાયતા હાય જ તેમજ ધ્યાનસ્થસ્વત આગમાદ્ધારકશ્રીના પુણ્ય પ્રતાપે મેં અલ્પમતિ વાળાએ આ ગ્રંથ પૂર્ણ કર્યાં છે. આમાં ફોટાઓની વાત તે પૂર્વે જાણાવીગયા છીએ એટલે તે અત્રે કહેવી નથી. આ ગ્રન્થ લખવામાં જેમ્સ અગેન્સનુ શત્રુંજય, શ્રીશત્રુંજય માહાત્મ્ય (જૈનપત્રનુ કરેલું પ્રથમ ભાષાંતર), આત્મ રજન—ગિરિરાજ, શત્રુંજયનાભિનંદનજિદ્ધિારપ્રમ ધ, શત્રુંજયતીર્થાદ્વારપ્રબંધ, IV
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy