SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન કરમાશા ધર્મ આરાધનામાં સવાર સાંજ પ્રતિક્રમણ, ત્રિકાળ દેવપૂજા, મધ્યાહ્ન વખતે અષ્ટપ્રકારી પૂજા, અનુકંપા દાન, સાધર્મિક ભક્તિ નિયમિત કરતા. પર્વના દિવસોમાં પૌષધ વગેરે કરતા. વ્યાપારમાં ધર્મ અને નીતિ ચૂક્તા નહિ. દાનાદિ કાર્યો પણ નિરંતર કરતા. પુણ્યયોગે કરમાશા થોડા વર્ષોમાં કરોડો રૂપિયાના માલિક બન્યા. હજાર કુટુંબોને સહાય કરી સુખી બનાવ્યા. યાચકને વિષે કલ્પવૃક્ષ સમાન ઈચ્છિત દાન આપનારા બન્યા. ચાવડા વંશમાં પ્રસિદ્ધ રાજા વનરાજે વિ. સં. ૮૦૨ માં પાટણ વસાવી ગુજરાતની રાજધાની કરી હતી, ત્યારબાદ પાટણની ગાદીએ યોગરાજ, ક્ષેમરાજ ભૂવડ, વજ, રત્નાદિત્ય અને સામંતસિંહ એમ છ રાજાઓ ચાવડા વંશના થયા. ત્યારબાદ મુલરાજ, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ, ભીમરાજ, કર્ણરાજ, સિદ્ધરાજ, કુમારપાળ, અજયપાળ, લઘુમૂલરાજ અને ભીમરાજ એમ અગીયાર ચૌલુક્ય (સોલંકી) વંશના રાજાઓ થયા અને પછી પાટણની ગાદી ઉપર વીરઘવલ, વીસલ અર્જુનદેવ, સારંગદેવ અને કરણઘેલ એમ પાંચ વાઘેલા વંશના રાજાઓનું રાજ્ય રહ્યું. સંવત્ ૧૩૫૭માં અલ્લાઉદ્દીનના સૈન્ય કર્ણરાજા (કરણઘેલા)ને હરાવીને પાટણ ઉપર પિતાને અધિકાર જમાવ્યું હતું. અલ્લાઉદ્દીન દિલ્હીની ગાદીએ સં. ૧૩૫૪માં બેઠો હતો. ગુજરાતથી લાહેર સુધીને અને બીજું ઘણે પ્રદેશ કબજે કર્યો હતો. પીરોજશાહના સમયમાં ગુજરાત સ્વતંત્ર થયું. અને ગુજરાતની જુદી બાદશાહી શરૂ થઈ હતી. સંવત્ ૧૪૩૦માં ગુજરાતને પ્રથમ બાદશાહ મુજફર હાકીમ થયો. તેના મૃત્યુ બાદ સં. ૧૪૫૪માં અહમદશાહ ગુજરાતની ગાદી ઉપર બેઠે. તેણે સં. ૧૮૬૮માં સાબરમતી નદીના કાંઠે જ્યાં પ્રાચીન કર્ણાવતી નગરી વસેલી હતી, ત્યાં પિતાના નામનું અહમદાબાદ (અમદાવાદ) શહેર વસાવ્યું અને પાટણના બદલે અહમદાબાદમાં પોતાની રાજધાની સ્થાપી. તે પછી ગુજરાતની ગાદીએ મહંમદશાહ, કુતબુદ્દીન, મહમુદ બેગડો અને તે પછી મુજફર એમ બાદશાહો થયા. મુજફરખાનને ઘણા પુત્ર હતા. તેમાં સિકંદર બધાથી મોટો પુત્ર હતું, અને તેને ભાઈ બહાદુરખાન હતું. તે કઈ કારણસર નારાજ થઈને થડા નેકરે સાથે અમદાવાદથી નીકળી ગયે અને ફરતે ફરતે ચિતડ આવ્યું. ત્યા મહારાણાએ તેને યથોચિત સત્કાર કર્યો. કરમાશા કાપડને વ્યાપાર કરતા હતા. બંગાલ અને ચીન વગેરે દેશ-વિદેશથી કરોડો રૂપીયાને માલ મંગાવતા અને વેચતા હતા. આથી તેમને અપરિમિત દ્રવ્યની પ્રાપ્તિ થઈ હતી. (૯૦)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy